Home /News /business /

Aadhaar Card Update: આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરવાની સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા

Aadhaar Card Update: આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરવાની સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા

આધાર કાર્ડ અપડેટ

Aadhaar Mobile Update: આધાર કાર્ડમાં અમુક સુધારા કરવા માટે UIDAI તરફથી ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા આધાર કાર્ડ ધારક ઘરબેઠા જરૂરી સુધારા વધારા કરી શકે છે.

    નવી દિલ્હી: દરેક ભારતીય માટે આધાર કાર્ડ (Aadhaar Card) આજકાલ જરૂરી દસ્તાવેજ બની ગયું છે. સરકારે દરેક નાગરિક માટે આધાર કાર્ડ ફરજિયાત કર્યું છે. આધાર કાર્ડ યુનિક આઇડેન્ટિફિકેસન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) તરફથી જાહેર કરવામાં આવે છે. ફક્ત સરકારી સ્કીમો માટે જ નહીં, પરંતુ આધાર કાર્ડનો ઉપયોગ નાણાકીય સેવા (Financial services)ઓ માટે પણ થઈ રહ્યો છે. તમારું આધાર કાર્ડ બેંક ખાતા (Bank Account)ઓ સાથે લિંક હોય છે. આ ઉપરાંત વાહનો અને વીમા પોલિસીઓ સાથે પણ આધાર કાર્ડને લિંક કરવામાં આવે છે. આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, ફોટોગ્રાફ્સ, જન્મ તારીખ, લિંગ, સરનામું અને તસવીર જેવી વિગતો હોય છે.

    આધાર કાર્ડમાં સુધારા


    આધાર કાર્ડમાં અમુક સુધારા કરવા માટે UIDAI તરફથી ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા આધાર કાર્ડ ધારક ઘર બેઠા જરૂરી સુધારા વધારા કરી શકે છે. તમે અહીંથી ઇ-આધાર પણ ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ તમે જરૂરી વિગતો અપડેટ કરાવી શકો છો.

    આધાર કાર્ડ સાથે તમારો મોબાઇલ નંબર પણ લિંક હોય છે. કોઈ કારણથી તમે જો આ લિંક મોબાઇલ નંબરને બદલવા માંગો છો તો આ કામ ઓનલાઇન જ કરી શકો છો. આ માટે નીચેના સ્ટેપ્સ અનુસરના પડશે.

    આ પણ વાંચો: પાન-આધારને લિંક કરવામાં આવી રહી છે મુશ્કેલી? આવું કારણ હોઈ શકે

    આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરશો?


    સ્ટેપ-1: ફોન નંબર બદલવા માટે UIDAIના પોર્ટલ ask.uidai.gov.in ની મુલાકાત લો.

    સ્ટેપ-2: તમારો વર્તમાન મોબાઇલ નંબર દાખલ કરો અને Login કરો.

    સ્ટેપ-3: Online Aadhaar Service સેક્સનમાં જઈને મોબાઇલ નંબર વિકલ્પની પસંદગી કરો.

    સ્ટેપ-4: જરૂરી તમામ વિગત તેમજ કેપ્ચા કોડ દાખલ કરો.

    સ્ટેપ-5: તમારા મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલો OTP દાખલ કરો. ‘Save and Proceed’ પર ક્લિક કરો.

    આ પણ વાંચો:  હવે એક મોબાઇલ નંબર પરથી આખા પરિવાર માટે ઓર્ડર કરો PVC Aadhaar

    જો 10,000 રૂપિયાના દંડમાંથી બચવું હોય તો ઝડપથી પતાવો આ કામ


    શું તમે હજુ સુધી તમારું પાન કાર્ડ (PAN Card) આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક નથી કર્યું તો આ માટે 31 માર્ચ, 2022 અંતિમ તારીખ છે. સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી મર્યાદામાં જો આ કામ ન કરવામાં આવે તો તમને દંડ પણ થી શકે છે. આવું ન કરવા પર તમારી બેન્કિંગ સેવાઓ પણ ઠપ્પ થઈ શકે છે. આ ઉપરાંત તમે અનેક કામ નહીં કરી શકો. નહીં કરી શકો. જેમ કે, તમારું PAN-આધાર નિર્ધારિત તારીખ સુધીમાં લિંક કરવામાં આવ્યું નથી, તો તમે મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, બેંક એકાઉન્ટ ખોલવા વગેરે જેવા કામ કરી શકશો નહીં. આ કામ માટે PAN કાર્ડ માન્ય હોવું જરૂરી છે. એકંદરે, જો આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક ન કરવાને કારણે PAN કાર્ડ લૉક થઈ ગયું હોય, તો તમે એવી કોઈ પણ સુવિધાનો લાભ લઈ શકશો નહીં જ્યાં પાન કાર્ડ ફરજિયાત છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Aadhaar, PAN, UIDAI, મોબાઇલ

    આગામી સમાચાર