Home /News /business /UPI 123Pay: ઇન્ટરનેટ વગર પણ કરી શકાશે UPI પેમેન્ટ, આરબીઆઇએ લોન્ચ કર્યું નવું ફીચર

UPI 123Pay: ઇન્ટરનેટ વગર પણ કરી શકાશે UPI પેમેન્ટ, આરબીઆઇએ લોન્ચ કર્યું નવું ફીચર

ભારતીય રિઝર્વ બેંકે ભારતના લગભગ 40 કરોડ ફીચર ફોન વપરાશકર્તાઓને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં લાવવા માટે UPI 123Pay નું નવું ફીચર રજુ કર્યું છે.

જો તમારા ફોનમાં ઇન્ટરનેટ નથી અને તમે ફીચર ફોનનો ઉપયોગ કરી રહ્યા હોય તો પણ તમે આ રીતે રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. હજારો ફીચર ફોન ગ્રાહકોને આ સુવિધા મળે એ માટે આરબીઆઇએ UPI નું નવું વર્ઝન લોન્ચ કર્યું છે.

    Money transfer without Internet: ડીજીટલ પેમેન્ટ માટે 'યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ' (UPI) જેવી સુવિધા તમને આસાનીથી ઘર બેઠા રૂપિયા ટ્રાન્સફર કરવાની સુવિધા પુરી પાડે છે. હાલના સમયમાં યુપીઆઈ સૌવથી વધુ ઉપયોગમાં લેવાતું ટૂલ છે. સામાન્ય રીતે લોકો આ સુવિધાનો ઉપયોગ કરવા ફોન પે, ભીમ, ગૂગલ પે અને પેટીએમ જેવી યુપીઆઈ એપ્સનો ઉપયોગ થઇ રહ્યો છે. આ એપના ઉપયોગ સમયે ઇન્ટરનેટ અનિવાર્ય છે. શું આપ જાણો છો કે તમારા ફોનમાં ઇન્ટરનેટ નથી અથવા તમે ફીચર ફોન ઉસે કરો છો તો પણ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.

    આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ

    ઇન્ટરનેટ વગર ચાલશે UPI 123pay


    ભારતીય રિઝર્વ બેંકે ભારતના લગભગ 40 કરોડ ફીચર ફોન વપરાશકર્તાઓને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં લાવવા માટે UPI 123Pay નું નવું ફીચર રજુ કર્યું છે. આ ફિચર્સના ઉપયોગથી એ લોકો પણ રૂપિયા ટ્રાન્સફર કરી શકશે કે જેઓ પાસે ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન નહિ હોય. આરબીઆઇ મુજબ આ સુવિધાના ઉપયોગ માટે આ ચાર રીતનો ઉપયોગ કરી શકાશે.

    • ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ(IVR): તમારા ફોન માંથી IVR નંબર 080 4516 3666 / 6366 200 200 / 080 4516 3581 ડાયલ કરી સૂચનાઓનું પાલન કરો. યુપીઆઈ પિન દ્વારા પેમેન્ટ પૂર્ણ કરો.

    • એપ બેસ્ડ પેમેન્ટ (App-Based Functionality)

    • મિસ્ડ કોલ

    • પ્રોક્સિમિટી સાઉન્ડ બેસ્ડ પેમેન્ટ


    આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા

    ઇન્ટરનેટ વગર USSD થી UPI પેમેન્ટ


    UPI 123pay સિવાય ઇન્ટરનેટ વગર પેમેન્ટ કરવાનો હજુ એક ઓપ્શન છે. તેના માટે તમારે USSD સર્વિસનો ઉપયોગ કરવાનો રહેશે. તેના માટે તમારે ફોનમાંથી ‘*99#’ ડાયલ કરીને સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. પરંતુ દરેક મોબાઈલ સર્વિસ ઓપરેટર પર આ સુવિધા સપોર્ટ કરી રહી નથી.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: G Pay, Online Banking, Online payment, Paytm, Phonepe, Upi યુપીઆઈ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन