એકથી વધુ PAN કાર્ડ રાખનારાને થશે દંડ, જાણો સરેન્ડર કરવાની પ્રોસેસ

કોઇ વ્યક્તિ અથવા કંપની પાસે એકથી વધુ PAN કાર્ડ હોય તો તે ઇનકમ ટેક્સના નિયમો વિરુદ્ધ છે

News18 Gujarati
Updated: March 12, 2019, 12:04 PM IST
એકથી વધુ PAN કાર્ડ રાખનારાને થશે દંડ, જાણો સરેન્ડર કરવાની પ્રોસેસ
એકથી વધુ PAN કાર્ડ રાખનારાને થશે દંડ
News18 Gujarati
Updated: March 12, 2019, 12:04 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: પાન કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. ટેક્સ માટે જરૂરી હોવાની સાથે તે એક માન્ય ઓળખ કાર્ડ પણ છે. પરંતુ જો કોઇ વ્યક્તિ અથવા કંપની પાસે એકથી વધુ PAN કાર્ડ હોય તો તે ઇનકમ ટેક્સના નિયમો વિરુદ્ધ છે. નિયમ પ્રમાણે કોઇપણ વ્યક્તિ અથવા કંપની પાસે એક જ પાન કાર્ડ હોવો જોઇએ. જો એક કરતાં વધુ પાન કાર્ડ હોય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે. જાણો, પાન કાર્ડ સરેન્ડર કરવાની પ્રોસેસ..

10 હજાર રૂપિયા સુધી થઇ શકે દંડ

ઇનકમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 139A હેઠળ એક વ્યક્તિ માત્ર એક PAN કાર્ડ રાખી શકે છે. ત્યાં જ ઇનકમ ટેક્સ એક્ટ 272B હેઠળ એકથી વધુ PAN કાર્ડ રાખનારને રૂપિયા 10,000 સુધી દંડ થઇ શકે છે.

આવી રીતે કરો સરેન્ડર

ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે કાર્ડ સરેન્ડર કરી શકાય છે. ઓનલાઇન સરેન્ડર કરવા માટે ઇનકમ ટેક્સની વેબસાઇટ પર જઇને ‘Surrender Duplicate PAN’ પર ક્લિક કરો. ત્યાં ડુપ્લીકેટ પાન નંબરની સાથે પોતાની પર્સનલ ડિટેલ ભરો. જે બાદ સબમિટ બટન પર ક્લિક કરો.

ઓફલાઇન પ્રોસેસ
Loading...

ઓનલાઇન PAN સરેન્ડર કરવા માટે તમારે ઇનકમ ટેક્સ એસેસિંગ ઓફિસરને પત્ર લખવો પડશે. આમાં પર્સનલ ડિટેલ, PAN કાર્ડ નંબર રાખવા અને ડુપ્લીકેટ PAN કાર્ડને રદ કરવાની માહિતી આપવી પડશે. આ પત્રને તમે પોસ્ટ કરી શકો છો અથવા રૂબરૂ જઇ ટેક્સ ઓફિસમાં જમા કરાવી રશીદ લઇ શકો છો.

આ પણ વાંચો: SBIમાં વેલિડ ડોક્યુમેન્ટ વગર આવી રીતે ખોલાવો એકાઉન્ટ, જાણો નિયમ

PAN ખોવાઇ જાય તો?

જો તમારું પાન કાર્ડ ખોવાઇ જાય તો બીજું કાર્ડ બનાવવાની જગ્યાએ ડુપ્લિકેટ પાન કાર્ડ બનાવો. જો તમને પાન નંબર યાદ ન હોય તો, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર જઇને “Know Your PAN” દ્વારા પાનની માહિતી પાછી મેળવી શકાય છે. આમાં નામ, પિતાનું નામ અને જન્મ તારીખ જણાવી પાનની માહિતી મેળવી શકાય છે. જે બાદ ડુપ્લીકેટ પાન માટે એપ્લાય કરી શકાય છે.
First published: March 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...