માત્ર 2 લાખની મૂડી લગાવીને કરો 50 હજારની કમાણી, જાણો કેવી રીતે?

પ્રતિકાત્મક તસવીર

કોરોના સંકટ અને લોકડાઉનના સમયમાં સૌ કોઈના વેપાર-ધંધા કે નોકરીમાં આર્થિક મંદી ચાલી રહી છે અને લોકો હવે એવા આઈડિયા શોધી રહ્યા છે જેનાથી આર્થિક ઉપાર્જન થાય અને મૂડી ઓછી રોકવી પડે

  • Share this:
નવી દિલ્હી : કોરોના સંકટ અને લોકડાઉનના સમયમાં સૌ કોઈના વેપાર-ધંધો કે નોકરીમાં આર્થિક મંદી ચાલી રહી છે અને લોકો હવે એવા આઈડિયા શોધી રહ્યા છે જેનાથી આર્થિક ઉપાર્જન થાય અને મૂડી ઓછી રોકવી પડે. ત્યારે અમે આપના માટે લઈને આવ્યા છીએ એવા ઈનોવેટિવ આઈડિયા જેના લીધે તમારે ઓછામાં ઓછી મુડીથી બિઝનેસ કરી શકો છો અને નફો મેળવી શકો છો. આ ઘરે બેઠા કરી શકો એવા કેચઅપ અને સોસનો બિઝનેસ. જી હા, ટોમેટો સોસ મેન્યુફેક્ચરીંગ યુનિટનો ધંધો ઘણો સારો છે. આ રહી વિગતો જેના પરથી તમે સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરી શકો છો સોસ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ.

મુડી અને આવક

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે માત્ર 2 લાખ રૂપિયાની જરૂર પડશે અને તેનાથી તમે દર મહિને 50 હજાર રૂપિયા સુધી આવક મેળવી શકો છો.

કેવી રીતે મેળવશો લાયસન્સ

જોકે, આ બિઝનેસ શરૂ કરવા તમારે લાયસન્સ જરૂરી છે, જે તમને FSSAI તરફથી મળી રહેશે. આ લાયસન્સ મેળવતા તમને માત્ર 10-15 દિવસ જ લાગશે.

આ પણ વાંચો - ઓક્સિજનની અછત સર્જાતા કોરોના દર્દી પીપળાના ઝાડને સહારે, અંધવિશ્વાસ કે વિજ્ઞાન?

લોન સાથે સરકારી મદદ પણ મળશે

આ વ્યવસાય શરૂ કરવામાં સરકાર તમને મદદ કરશે. પ્રધાનમંત્રી યોજના અંતર્ગત તમે ઓછા દરે 50,000થી 10 લાખ સુધીની લોન મેળવી શકો છો. નોંધનીય છે કે તમારે લોન લેતા પહેલા લાયસન્સ બતાવવું પડશે. આ અંતર્ગત, સરકાર દ્વારા નાના અને મોટા ઉદ્યોગો શરૂ કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે, જેમાં લોનની સુવિધા શામેલ છે.

મેન પાવર

સોસ બનાવવા તમારે 4થી 5 લોકોની મદદની જરૂર પડશે અને તમે કોઈ ફ્રેશરને પણ હાયર કરી શકો છો, અહીં તમારે ટ્રેઈન્ડ લોકોની જરૂર નથી. આ સિવાય, જેઓ આ કામ શરૂ કરવા માંગે છે તેઓએ સૌ પ્રથમ સોસ ઉત્પાદક સાથે 6 મહિના શીખવું જોઈએ અથવા તમે કોઈપણ સંસ્થામાંથી ફૂડ પ્રોસેસિંગનો કોર્સ પણ કરી શકો છો. આ ઉપરાંત પ્રોડક્ટ માર્કેટીંગ માટે પણ તમારે 4-5 લોકો રાખવા પડશે.

આજકાલ ડિમાન્ડમાં છે સોસ

આજકાલ ઘરેથી માંડીને હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ફૂડ સ્ટોલોને કોઈ પણ ખાણી-પીણીની વસ્તુ સાથે સોસની જરૂર પડતી હોય છે. અમીર હોય કે ગરીબના ઘરમાં અને ખાસ કરીને બાળકોમાં આ પસંદગીનો ખોરાક છે.
First published: