સરકારની મદદથી માત્ર રૂ.15 હજારના રોકાણથી શરૂ કરો આ વ્યવસાય, થશે રૂ. 1 લાખ સુધીની કમાણી

સરકારની મદદથી માત્ર રૂ.15 હજારના રોકાણથી શરૂ કરો આ વ્યવસાય, થશે રૂ. 1 લાખ સુધીની કમાણી
ઓછા રોકાણમાં શરૂ કરી બિઝનેસ.

પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર જો તમે 180 પેકેટ રોજના પ્રોડક્શન માટે યૂનિટ લગાવો છો તો તમારો પ્રોજેક્ટ 1.45 લાખ રૂપિયામાં શરૂ થઇ જશે. તેના માટે તમને 90 ટકા એટલે કે 1.30 લાખ રૂપિયાની મુદ્રા લોન મળી જાય તો તમારે માત્ર 15 હજાર રૂપિયા જ લગાવવા પડશે.

  • Share this:
નવી દિલ્હી: આજકાલ બધા પોતાનો બિઝનેસ (Business) કરવા અને વધુ રકમ કમાવવા ઇચ્છે છે. તેવામાં જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો અને તમને એક સારા બિઝનેસ આઇડીયા (Business Idea)ની જરૂર છે તો અમે તમને એક એવા વ્યવસાય વિશે જણાવશું જે ઓછા રોકાણથી પણ શરૂ કરી શકો છો. ખાસ વાત એ છે કે તેને શરૂ કરવામાં તમે સરકારની મદદ (Government help) પણ લઇ શકો છો. સરકાર તમને પ્રોજેક્ટ કોસ્ટ (Project cost)ની 90 ટકા લોન આપશે. આ તેવો બિઝનેસ છે જેની ડિમાન્ડ પ્રતિદિન વધી રહી છે. આ વ્યવસાય છે સેનેટરી નેપકીનનો. તેને તમે માત્ર રૂ. 15 હજારથી શરૂ કરી શકો છો અને રૂ. 1.10 લાખ સુધી કમાણી કરી શકો છો.

સરકાર કરશે મદદસરકારે મુદ્રા સ્કીમ અંતર્ગત બિઝનેસ પ્રોજેક્ટ્સમાં સેનેટરી નેપકિનને પણ શામેલ કર્યો છે. પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, રોજના 1440 નેપકિન બનાવવાના યૂનિટ વિશે કહેવામાં આવ્યું છે. આઠ નેપકિન એક પેકેટમાં પેક કરવામાં આવે તો રોજના 180 પેકેટનું પ્રોડક્શન કરી શકાય છે. આ રિપોર્ટ અનુસાર જો તમે સેનેટરી નેપકિનનો નાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે માત્ર 16*16 ફૂટના રૂમમાં આ યૂનિટ લગાવી શકો છો.

આ પણ વાંચો: કાળજુ કંપી જાય તેવો અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ત્રણનાં મોત, એકનું માથું જ ધડથી અલગ થઈ ગયું

15 હજાર રૂપિયામાં શરૂ કરો પ્રોજેક્ટ

પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર જો તમે 180 પેકેટ રોજના પ્રોડક્શન માટે યૂનિટ લગાવો છો તો તમારો પ્રોજેક્ટ 1.45 લાખ રૂપિયામાં શરૂ થઇ જશે. તેના માટે તમને 90 ટકા એટલે કે 1.30 લાખ રૂપિયાની મુદ્રા લોન મળી જાય તો તમારે માત્ર 15 હજાર રૂપિયા જ લગાવવા પડશે. તમારે ડિફાઇબરેશન મશીન, કોર મોર્નિંગ મશીન, સોફ્ટ ટચ સીલિંગ મશીન, નેપકિન કોર ડાઇ, યૂવી ટ્રીટ યૂનિટ લેવા પડશે અને તેના ઇન્સ્ટોલેશનની સાથે તમને આ મશીનો લગભગ 70 હજાર રૂપિયામાં મળી જશે. તમારે વૂડ પલ્પ, ટોપ લેયર, બેક લેયર, રીલીઝ પેપર, ગમ, પેકિંગ કવર રો-મટિરીયલ તરીકે લેવો પડશે. રિપોર્ટ અનુસાર એક માસનું રો મટિરીયલ લગભગ 36 હજાર રૂપિયામાં આવશે.

આ પણ વાંચો: વ્યાજખોરનો ખેલ: પૈસા લેનારનું મકાન લખાવી લીધું, પૈસા ન ચૂકવે તો આપી આપઘાતની ચીમકી

શું હશે પ્રોડક્શન કોસ્ટ?

રિપોર્ટ અનુસાર વર્ષમાં 300 દિવસ કામ કર્યુ તો 54,000 પેકેટ થશે, જેની કોસ્ટ આ પ્રકારે હશે. રો મટીરિયલ પર 4.32 લાખ રૂપિયા, સેલેરી પર 84 હજાર રૂપિયા, પ્રશાસનિક ખર્ચ પર 27 હજાર રૂપિયા, ડેપ્રિશિએશન પર 8 હજાર રૂપિયા, ઇન્શ્યોરન્સ પર 800 રૂપિયા, રિપેર મેન્ટેનન્સ પર 4 હજાર રૂપિયા, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પર 18 હજાર રૂપિયા, સેલિંગ ખર્ચ પર 16,200 રૂપિયા એટલે કે કુલ ખર્ચ 5.90 લાખ રૂપિયા થશે.

આ પણ વાંચો: રાજકોટ: નદીમાં કાર તણાતા ગામ લોકોએ દિલધડક રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરી બે મહિલાને બચાવી લીધી, લાઇવ દ્રશ્યો કેદ થયા

જાણો કેટલી થશે કમાણી?

રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે જો સેનેટરી નેપકિનનું એક પેકેટ તમે બજારમાં રૂ.13ની કિંમતે વેચો છો તો તમે લગભગ 7.02 લાખ રૂપિયાનું વેચાણ કરી શકશો. તેવામાં તમારું કુલ વેચાણ જો રૂ. 7.02 લાખ રૂપિયા હોય તો તમારો નફો લગભગ 1.08 હજાર રૂપિયા હશે. જોકે, તમે બીજા વર્ષે મશીનરી પર થતો ખર્ચ ઓછો કરો તો તમારો નફો વધી શકે છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ