આ બિઝનેસ શરૂ કરવા મોદી સરકાર આપે છે રૂ. 3.75 લાખ, તમે પણ ઉઠાવો ફાયદો

News18 Gujarati
Updated: December 14, 2019, 4:31 PM IST
આ બિઝનેસ શરૂ કરવા મોદી સરકાર આપે છે રૂ. 3.75 લાખ, તમે પણ ઉઠાવો ફાયદો
પ્રતિકાત્મક તસવીર

આ પ્રયોગશાળાને સ્થાપિત કરવામાં 5 લાખ રૂપિયા ખર્ચ થાય છે, જેના 75 ટકા એટલે કે, 3.75 લાખ રૂપિયા સરકાર આપશે.

  • Share this:
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગ્રામિણ યુવાનોને રોજગાર આપવા માટે મોટુ પગલું ભર્યું છે. તેના માટે કૃષિ મંત્રાલયના અધિન મૃદા સ્વાસ્થ્ય પ્રબંધન યોજના બનાવવામાં આવી છે. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત ગ્રામિણ યુવાનો અનો ખેડૂત જેમની ઉંમર 18થી 40 વર્ષ છે, તે લોકો ગ્રામ સ્તર પર મિની મૃદા પરિક્ષણ પ્રયોગશાળાની સ્થાપના કરી શકો છો. પ્રયોગશાળાને સ્થાપિત કરવામાં 5 લાખ રૂપિયા ખર્ચ થાય છે, જેના 75 ટકા એટલે કે, 3.75 લાખ રૂપિયા સરકાર આપશે.

મૃદા સ્વાસ્થ્ય પ્રબંધન યોજના - કૃષિ મંત્રી અનુસાર, જો સ્વયં સહાયતા સમૂહ, કૃષક સહકારી સમિતિઓ, કૃષક સમૂહ અથવા કૃષક ઉત્પાદક સંગઠન આ પ્રયોગશાળાને સ્થાપિત કરે છે તો, તેમને પણ આ સહાયતા મળશે. સરકાર દ્વારા માટી નમૂનો લેવો, પરિક્ષણ કરીને સોઈલ હલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવવા માટે 300 પ્રતિ નમૂનો પ્રદાન કરવામાં આવી રહ્યો છે. મંત્રીએ જણાવ્યું કે, લેબ બનાવવા માટે ઈચ્છુક યુવા ખેડૂત અથવા અન્ય સંગઠન જિલ્લાના ઉપનિર્દેશક (કૃષિ), સંયુક્ત નિર્દેષક (કૃષિ) અથવા તેમના કાર્યાલયમાં પ્રસ્તાવ આપી શકે છે.

આવી રીતે શરૂ કરો - માટીની તપાસ પ્રયોગશાળાને બે રીતે સ્ટાર્ટ કરી શકાય છે, પહેલી રીતમાં પ્રયોગશાળા એક દુકાન ભાડે લઈને ખોલી શકાય છે. આ સિવાય બીજી પ્રયોગશાળા એવી હોય છે જે હરતી-ફરતી એટલે કે ગમે ત્યાં લઈ શકાય તેવી. તેને અંગ્રેજીમાં MOBILE SOIL TESTING VAN કહેવામાં આવે છે.

1 - પહેલી રીતમાં માટીની તપાસ કોઈના દ્વારા પ્રયોગશાળામાં લાવવામાં આવશે અને તેનો રિપોર્ટ ઈ-મેઈલ અથવા પ્રિન્ટ આઉટ લઈને ગ્રાહકને આપવામાં આવશે. જોકે, પહેલાની તુલનામાં બીજો વિકલ્પ ફાયદાકારક બની શકે છે, જોકે તેમાં રોકાણનો પણ પ્રશ્ન છે, તે પહેલા વિકલ્પની તુલનામાં વધારે છે.

2 - માટીની તપાસ પ્રયોગશાળામાં સેવાઓની એક વિસ્તૃત શ્રુંખલા રજૂ કરી શકાય છે. આ બિઝનેસને વેપારી નાના સ્તરથી શરૂ કરી શકે છે અને જ્યારે તેને પૂરો આત્મવિશ્વાસ થઈ જાય તો આ બિઝનેસને તે ખુબ આગળ વધારી શકે છે.

3 - કૃષિ સિવાય વેપારી ખાદ્ય પ્રસંસ્કરણ (Food Processing) ઉદ્યોગને પણ ટાર્ગેટ કરી શકે છે. જે કંપનીઓ બિયારણ, જૈવ ઈંધણ, ઉર્વરક, કૃષિ મશીનરી વગેરે મેન્યુફેક્ચરિંગ કરે છે તેવી કંપનીઓ સાથે પણ કમિશનથી વેપારી સર્વિસ આપી શકે છે.
First published: December 14, 2019, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading