Home /News /business /

Business Idea: આ બિઝનેસ તમને બનાવી દેશે કરોડપતિ, સરકાર પણ આપી રહી છે Subsidy

Business Idea: આ બિઝનેસ તમને બનાવી દેશે કરોડપતિ, સરકાર પણ આપી રહી છે Subsidy

પર્લ ફાર્મિંગ (shutterstock તસવીર)

Pearl farming: જો તમારે આ માટે ટ્રેનિંગ લેવી હોય તો તમે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ લઈ શકો છો. મધ્યપ્રદેશના હોસાંગાબાદ અને મુંબઈમાં મોતીની ખેતીની તાલીમ આપવામાં આવે છે.

મુંબઇ. Business Idea: કોરોના કાળના સમયમાં જો તમે બેરોજગાર થઈ ગયા છો અને રોજગાર શોધી રહ્યા છો, તો અમે તમને એક એવો બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ, જેમાં તમે ખર્ચ કરતાં ત્રણ ગણો નફો મેળવી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે 30,000 રૂપિયાની જરૂર છે. આમાં સરકાર તરફથી 50 ટકા સબસિડી પણ મળે છે અને તમે મહિનાના લાખો રૂપિયા કમાઈને ઝડપથી કરોડપતિ બની શકો છો.

આ બિઝનેસનું નામ પર્લ ફાર્મિંગ (Pearl Farming) છે. આજના સમયમાં મોતીની ખેતી પર લોકોનું ધ્યાન ઝડપથી વધી રહ્યું છે. ઘણા લોકોએ તેની ખેતી કરીને બહોળી કમાણી કરી છે. કોઈ પણ વ્યક્તિ થોડી તાલીમ લઈને મોતીની ખેતી કરીને પોતાનું નસિબ મોતીની જેમ ચમકાવી શકે છે.

જાણો કઈ રીતે કરી શકાય મોતીનો બિઝનેસ?

મોતીની ખેતી માટે તળાવની જરૂર છે. જ્યાં છીપ (મોતી) તૈયાર થાય છે. આ સિવાય આમાં ટ્રેનિંગની પણ જરૂર છે. એકંદરે તમારે ત્રણ વસ્તુઓની જરૂર પડે છે. જો તમે ઇચ્છો તો, તમે તમારા પોતાના ખર્ચે તળાવ ખોદી શકો છો અથવા સરકાર 50 ટકા સબસિડી આપે છે, તેનો લાભ લઈ શકાય છે. છીપ ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળે છે. પરંતુ દક્ષિણ ભારત અને બિહારના દરભંગામાં છીપની ગુણવત્તા સારી છે. જો તમારે આ માટે ટ્રેનિંગ લેવી હોય તો તમે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ લઈ શકો છો. મધ્યપ્રદેશના હોસાંગાબાદ અને મુંબઈમાં મોતીની ખેતીની તાલીમ આપવામાં આવે છે

કઈ રીતે કરી શકાય મોતીની ખેતી?

સૌપ્રથમ છીપને જાળીમાં બાંધીને 10-15 દિવસ માટે તળાવમાં મૂકવામાં આવે છે, જેથી તેઓ તેમના અનુસાર તેમનું વાતાવરણ બનાવી શકે. આ પછી તેમને બહાર કાઢવામાં આવે છે અને તેમની સર્જરી કરવામાં આવે છે. સર્જરી એટલે છીપની અંદર એક પાર્ટિકલ નાખવામાં આવે છે. આ મોલ્ડ પર કોટિંગ કર્યા પછી છીપનું સ્તર બનાવવામાં આવે છે જે પાછળથી મોતી બની જાય છે.

આ પણ વાંચો: ફક્ત 25,000 રૂપિયાના રોકાણ પર થશે કમાણી જ કમાણી, જાણો વિગત

25થી 35 હજાર રૂપિયાથી કરી શકાય છે શરૂઆત

આ તૈયારો પાછળ 25000 થી 35000 રૂપિયાનો ખર્ચ થાય છે. તૈયાર થયા પછી એક છીપમાંથી બે મોતી નીકળે છે અને એક મોતી ઓછામાં ઓછા 120 રૂપિયામાં વેચાય છે. જો ગુણવત્તા સારી હોય તો 200 રૂપિયાથી વધુમાં વેચાય છે. જો તમે એક એકરના તળાવમાં 25 હજાર શેલ નાખો તો તેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા થાય છે. માની લો કે તૈયારી દરમિયાન અમુક છીપનો બગાડ થાય તો પણ 50 ટકાથી વધુ છીપ સલામત હોય છે. તેનાથી તમે સરળતાથી વાર્ષિક 30 લાખ રૂપિયા કમાઈ શકો છો.

આ પણ વાંચો: સરકારની મદદથી શરૂ કરો પાર્લરનો બિઝનેસ, મહિને થશે લાખોની કમાણી

આવી રીતે બને છે છીપથી મોતી?

છીપને ખુલ્લા પાણીમાં 2થી 3 દિવસ માટે મૂકવામાં આવે છે જેથી શેલ અને તેના સ્નાયુઓ નરમ બને. જો છીપને લાંબા સમય સુધી પાણીમાંથી બહાર રાખવામાં આવે તો તે બગડી શકે છે. સ્નાયુઓ નરમ થયા પછી નાની સર્જરીથી તેની સપાટી પર 2થી 3 મિલીમીટરના છિદ્રો બનાવે છે, જેમાં રેતીનો એક નાનો કણ નાખવામાં આવે છે. આ પછી 2થી 3 છીપને નાયલોનની જાળીની થેલીમાં મૂકવામાં આવે છે અને તળાવમાં વાંસ અથવા પાઇપની મદદથી પાણીમાં લટકાવવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Business, Business Ideas, Investment

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन