મુંબઈ: ગુજરાતીઓ ઉદ્યોગસાહસિક પ્રજા કહેવાય છે. નોકરી કરવાની જગ્યાએ ભલે નાનો તો નાનો બિઝનેસ શરૂ કરવાનો આગ્રહ રાખે છે. બિઝનેસ શરૂ કરવા માટે મોટી રકમની જરૂર હોય તેવી માન્યતા છે પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. સ્ટાર્ટઅપ અને સસ્તી લોનની સગવડે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે. માત્ર બિઝનેસ આઈડિયાની જરૂર હોય છે. કેટલાક ધંધા એવા છે જેમાં વધુ મૂડીરોકાણની જરૂર રહેતી નથી. નાના એવા રોકાણમાં પણ મોટી કમાણી કરી શકાય છે. આવો જ એક ધંધો આઇસ્ક્રીમ પાર્લરનો છે. આ ધંધા માટે વધુ મૂડીરોકાણની જરૂર નથી. માત્ર દસ હજાર રૂપિયા ખર્ચીને ફ્રીઝર ખરીદવું પડે છે. નવું ન લેવું હોય તો જૂનું પણ સસ્તી કિંમતે મળી જાય છે. આ ધંધો કેવી રીતે કરવો તેની માહિતી અહીં રજૂ કરી છે.
આઇસ્ક્રીમ એક એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઇ વૃદ્ધોને પણ ભાવે છે. ઉનાળાની ઋતુમાં કોઈ વ્યક્તિ ઝડપથી ધંધો શરૂ કરવા માંગે તો આઈસ્ક્રીમ પાર્લર ખૂબ સારો વિકલ્પ છે. એવું પણ નથી કે, આ ધંધો માત્ર ઉનાળા પૂરતો સીમિત છે ચોમાસા અને શિયાળામાં પણ આઈસક્રીમ ખવાય જ છે.
આ ધંધો શરૂ કરવા માટે ક્વોલિટી અને વાડીલાલ જેવી કોઈ મોટી આઇસ્ક્રીમ કંપની આઈસ્ક્રીમ એજન્સી લઈ શકાય. આ કંપનીઓ 20 ટકા સુધી કમિશન આપે છે. જોકે, તમે તમારું પોતાનું આઈસ્ક્રીમ પાર્લર શરૂ કરવા ઈચ્છો છો તો તે પણ સારો વિકલ્પ છે.
તમે આઈસ્ક્રીમ વેચવાનો ધંધો તમારા ઘરેથી પણ શરૂ કરી શકો છો. જો તમે મોટા પાયે આઈસ્ક્રીમ વેચવાનું ઈચ્છો તો તમારે સૌપ્રથમ સારું સ્થળ શોધવું પડશે. જ્યાં દુકાન ભાડે લેવી રોકાણની ક્ષમતા અનુસાર, ઇન્ટિરિયર, ફર્નિચર સિવાય તમારે ફ્રીઝરની વ્યવસ્થા કરવી પડશે. ઉપરાંત આઈસ્ક્રીમ ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરીને તમે વિવિધ બ્રાન્ડનો આઈસ્ક્રીમ વેચી શકો છો. જેમાં 1થી 2 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.
જો તમે મોટાપાયે ધંધો કરવા ઇચ્છતા હોવ તો છો તમારી કંપનીનું નામ નોંધાવું તે ખૂબ જ જરૂરી છે. તમારી કંપનીના નામનું રજિસ્ટ્રેશન કરાવવાના ઘણા ફાયદા છે. રજિસ્ટ્રેશન કરાવવાથી ફક્ત તમારી પાસે તમારી કંપનીના નામનો અધિકાર હશે. આ સિવાય તમે સરકારની અનેક યોજનાઓનો લાભ લઈ શકો છો. લાઇસન્સ લેવા માટેની પ્રક્રિયા
કોઈપણ ખાવા-પીવાની વસ્તુ વેચવા માટે તમારે સરકારનું લાઇસન્સ લેવું પડશે. આ માટે તમારે એફએસએસઆઈનો સંપર્ક સાધવો પડશે. લાઇસન્સ માટે અરજી ઓનલાઈન પણ થઈ શકશે. લાઇસન્સ મેળવવા માટે એફએસએસઆઈની વેબસાઈટમાં જઈ એપ્લાય કરો. ત્યારબાદ તમે બનાવેલા આઇસક્રીમની ગુણવત્તાની તપાસ કરવામાં આવશે અને ગુણવત્તા સારી હશે તો લાઇસન્સ મળી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર