Home /News /business /

Business Ideas: ખૂબ ઓછી મૂડી સાથે શરૂ કરો આ બિઝનેસ, પ્રથમ મહિનાથી કમાણી પાક્કી

Business Ideas: ખૂબ ઓછી મૂડી સાથે શરૂ કરો આ બિઝનેસ, પ્રથમ મહિનાથી કમાણી પાક્કી

હોમ મેડ ચોકલેટ

Unique Business Ideas: ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેને ચોકલેટ ન ભાવતી હોય. ચોકલેટ એક એવી વસ્તુ છે જે દરેક નાની કે માટી વ્યક્તિને ભાવતી જ હોય છે. બર્થ ડે, એનિવર્સરી કે પાર્ટી કોઈપણ સેલિબ્રેશન ચોકલેટ વિના તો અધૂરૂં જ છે.

    મુંબઈ: આજકાલ લોકો નોકરી સાથે બિઝનેસ (Business) કરવા તરફ વધુ આકર્ષાયા છે. હાલના સમયમાં લોકો અવનવાં બિઝનેસ આઈડિયા (Unique Business Ideas) સાથે પોતાનો નાનો-મોટો બિઝનેસ શરૂ કરતા હોય છે. હવે આવા અવનવાં બિઝનેસ આઈડિયા એક ટ્રેન્ડ (Trending Business Ideas) બની ગયો છે, જે સારી કમાણી પણ આપે છે. અહીં અમે તમને આવા જ અમુક ટ્રેન્ડિંગ બિઝનેસ આઇડિયા વિશે જણાવીશે. આ એવા બિઝનેસ છે જેમાં તમે ઓછા રોકાણ સાથે વધારે નફો કરી શકો છો. જો તમે સારું માર્કેટિંગ કરી શકવામાં સફળ રહો છો તો સમજી લો કે તમારે બેડો પાર થઈ ગયો. આજે અમે તમને પર્સનલાઇઝ્ડ ગિફ્ટ, કેફે અને હોમમેડ ચોકલેટના બિઝનેઝ વિશે જણાવી રહ્યા છીએ.

    1) પર્સનલાઈઝ્ડ ગિફ્ટ (Personalized Gift)


    ખાસ દિવસોએ કે ખાસ તહેવાર અથવા પ્રસંગે પર એકબીજાને ગિફ્ટ્સ આપવી એ કોઈ નવી બાબત નથી, પણ જેમ સમયની સાથે દરેક વસ્તુમાં બદલાવ આવતા હોય છે, તેમ ગિફ્ટની પસંદગી અને ટાઈપ ઓફ ગિફ્ટમાં પણ બદલાવ આવ્યા છે. પહેલા દુકાનમાંથી આકર્ષક વસ્તુઓ ખરીદી તેને ગિફ્ટ તરીકે એકબીજાને આપવામાં આવતી હવેના સમયમાં તેવું રહ્યું નથી. હવે લોકો ગિફ્ટને કસ્ટમાઈઝ કે પર્સનલાઈઝ્ડ કરાવાનું વધારે પસંદ કરે છે.

    પોતાની ગમતા વ્યક્તિ દ્વારા જ્યારે કોઈખાસ ગિફ્ટ મળે તો ચોક્કસથી ખુશી થતી હોય છે. પેરેન્ટ્સ, ભાઈ-બહેન, દાદા-દાદી, હસબન્ડ-વાઈફ જે આપણા નિકટતમ હોય છે. તેમની માટે તમે ગિફ્ટ પર્સનલાઈઝ્ડ કરાવી શકો છો.

    લોકો આખુ વર્ષ કોઈને કોઈ ખાસ દિવસ કે અવસરને લઈને એકબીજાને ગિફ્ટ્સ આપતા જ રહે છે અને હવે જ્યારે પર્સનલાઈઝ્ડ ગિફ્ટ ટ્રેન્ડમાં છે એવામાં આ બિઝનેસ શરૂ કરી તમે ચોક્કસથી એક સારી રકમ નફા રૂપે મેળવી શકો છો.

    જ્યારે પણ તમે આ બિઝનેસ શરૂ કરો ત્યારે એ બાબત જરૂરથી ધ્યાનમાં રાખો કે લોકો કેવા પ્રકારના કસ્ટમાઈઝ્ડ કે પર્સનલાઈઝ્ડ ગિફ્ટ વધુ લેવાનું પસંદ કરે છે અને તે જ પ્રમાણેનું સેટઅપ તમે કરો. જેથી તમે આઉટ એફ ટ્રેન્ડ ન થાઓ. તમારો સ્ટોર શરૂ કરવા માટે એવુ લોકેશન પસંદ કરો જ્યાં લોકો તમને સરળતાથી શોધી શકે. તમે સાશિયલ મિડીયા અને ઈ કોમર્સ વેબસાઈટ થકી પણ બિઝનેસ કરી શકો છો.

    2) કેફે (Cafe)


    આપણે સૌ જોઈએ જ છીએ કે આજકાલ યંગસ્ટર્સમાં કેફે જવાનું ચલણ ખૂબ વધ્યું છે. નાની મોટી પાર્ટી, ગેટ-ટુગેધર, મિટીંગ્સ કે પછી ચીટચેટ માટે હવ્ કેફેમાં જવું એક સામાન્ય બાબત બની ગઈ છે.

    સારી લોકેશન, આકર્ષક એમ્બિયાન્સ, ફ્યુઝન ડિશ વાળો મેનુ જેવી બાબતનો પર ખાસ ધ્યાન આપીને જો તમે કેફેની શરૂઆત કરો તો ચેક્કસથી આ એક સક્સેસફુલ બિઝનેસ બની શકે છે. કોલેજ સ્ટુડન્ટ્સ અને યંગસ્ટર્સને કેફેમાં વેરાઈટીઝ ઓફ સ્નેક અને કોફીનો સ્વાદ માણવો ખૂબ ગમતો હોય છે. એવામાં જો જરૂરી બાબતનો અને મોર્કેટ સર્વેને આધારે કેફે શરૂ કરવામાં આવે તો આ તમને સારો પ્રોફિટ કરાવી શકે છે.

    આ પણ વાંચો: ડીમેટ ધારકો માટે મહત્ત્વના સમાચાર, હવે આ કામ કરવું ફરજિયાત

    કેફે શરૂ કરતા પહેલા તમારે પોતાનો કેફે શરૂ કરવો કે કોઈ મોટા કેફેની ફ્રેન્ચાઈઝી લેવી એ બાબત નક્કી કરી લેવી અને તે પ્રમાણે આગળ વધવું. કેફે માટે એવી જગ્યા પસંદ કરવી કે જ્યાં સામાન્ય રીતે લોકોનો ઘસારો વધુ રહેતો હોય. મોલ, થિયેટર, માર્કેટ, કોલેજ વગેરેની નજીકનાં સ્થળો કેફેમાં લોકોનો ધસારો વધારશે અને સારો એમ્બિયાન્સ અને પીસફુલ એટમોસ્ફિયર લોકોને વારંવાર તમારા કેફેમાં લઈ આવશે, જે તમારા કેફે બિઝનેસ માટે સારૂ સાબિત થશે.

    3) હોમ મેડ ચોકલેટ (Home Made Chocolate)


    ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેને ચોકલેટ ન ભાવતી હોય. ચોકલેટ એક એવી વસ્તુ છે જે દરેક નાની કે માટી વ્યક્તિને ભાવતી જ હોય છે. બર્થ ડે, એનિવર્સરી કે પાર્ટી કોઈપણ સેલિબ્રેશન ચોકલેટ વિના તો અધૂરૂં જ છે. અને આ બધાને આધારે એક વાત ચોક્કસ ગણી શકાય કે ચોકલેટનો બિઝનેસ ક્યારેય ઠપ્પ ન થાય.સિઝન કોઈ પણ હોય દરેક ફેસ્ટિવલ અને સેલિબ્રેશનમાં ચોકલેટ તો જરૂર થી હોય છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરમાં શાનદાર તેજી

    જો તમે હોમમેડ ચોકલેટનો બિઝનેસ શરૂ કરો છો તો વિવિધ શેપ અને ફ્લેવર્સ વાળી ચોકલેટથી તમે ગ્રાહકોને આકર્ષી શકો છો. ચોકલેટ બુકે, ચોકલેટ કેક, ચોકલેટ ગિફ્ટ્સ અને ચોકલેટ ડેકોરેશન વગેરેને શામેલ કરી તમે બિઝનેસ કરી શકો છો. સોશિયલ મિડીયાની મદદથી તમારૂ પ્રમોશન કરી વધુમાં વધુ લોકો સુધી તમે તમારા બિઝનેસની માહિતી પહોંચાડી વધુ કમાણી કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Business, Business Ideas, Chocolate, આરોગ્ય

    આગામી સમાચાર