Business Ideas: ખૂબ ઓછા ખર્ચમાં શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે બે લાખ રૂપિયા સુધીની કમાણી

બકરી ઉછેર બિઝનેસ.

Business Ideas: ભારતમાં લોકો બકરી પાલન (Goat Rearing) વ્યવસાય દ્વારા અઢળક નાણા કમાઇ (Earn Money) શકે છે.

  • Share this:
મુંબઈ. Business Idea: પોતાનો બિઝનેસ શરૂ કરીને (Start Own Business) સારી કમાણી (Earn Money) કરવી સૌનું સપનું હોય છે. તેમાં પણ કોરોના મહામારી બાદ લોકો બિઝનેસ તરફ વધુ ઝુકાવ દર્શાવી રહ્યા છે. જો તમે પણ તમારો પોતાના બિઝનેસ શરૂ કરવા માંગતા હોય અને અસંમજસમાં હોય કે તમારે ક્યો બિઝનેસ શરૂ કરવો, કઇ રીતે બિઝનેસ શરૂ કરવો (How to start Business) તો તમારી આ સમસ્યાનું સમાધાન અમારી પાસે છે. આજે અમે તમને એક સુપરહિટ બિઝનેસ આઇડિયા (Superhit Business Idea) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેને શરૂ કરીને તમે દર મહિને 2 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. અમે જે બિઝનેસની વાત કરી રહ્યા છીએ તે છે બકરી ઉછેરનો બિઝનેસ (Goat Farming Business). આ બિઝનેસ ખૂબ લાભદાયક બિઝનેસ (Profitable Business) છે અને ભારતમાં લોકો બકરી પાલન (Goat Rearing) વ્યવસાય દ્વારા અઢળક નાણા કમાઇ (Earn Money) શકે છે.

આપને જણાવી દઇએ કે હાલ આ બિઝનેસને એક કોમર્શિયલ બિઝનેસ માનવામાં આવે છે. જે કોઇ પણ દેશની અર્થવ્યવસ્થા અને પોષણમાં યોગદાન આપી શકે છે. આ બિઝનેસ દ્વારા દૂધ, ખાતર વગેરે અનેક પ્રકારના લાભો પણ મળે છે.

કેટલો ખર્ચ થશે?

આ બિઝને શરૂ કરવા માટે તમારે જગ્યા, ચારો, તાજુ પાણી, જરૂરી શ્રમબળ, પશુ ચિકિત્સા, બજાર ક્ષમતા અને નિકાસની ક્ષમતા વિશે જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. બકરીના દૂધથી લઇને માંસની માંગ માર્કેટમાં ખૂબ રહે છે. તેનું દૂધ સૌથી વધુ પોષણયુક્ત માનવામાં આવે છે. તો બીજી તરફ તેનું માંસ સૌથી શ્રેષ્ઠ માંસ પૈકી એક છે, જેની ઘરેલું માંગ ખૂબ વધુ રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. અને પશુપાલન અહીં સદીઓથી થતું આવ્યું છે. તેથી બિઝનેસ કોઇ નવો બિઝનેસ નથી. આપણા પૂર્વજોથી આ બિઝનેસ ચાલ્યો આવે છે, જે આજે પણ ગામડાઓમાં વધુ જોવા મળે છે.

આ પણ વાંચો: Boutique Business: આ રીતે શરૂ કરો ફેશન બુટિકનો બિઝનેસ અને કરો મોટી કમાણી

સરકાર આપશે સબસિડી

આ વ્યવસાય શરૂ કરવો ખૂબ સરળ છે અને તેમાં તમને સરકારી સહાય પણ મળે છે. ગ્રામીણ ક્ષેત્રમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે અને સ્વરોજગાર ક્ષમતા ઊભી કરવા હરિયાણીની સરકાર પશુપાલકોને 90 ટકા સબસિડી આપી રહી છે. તો અન્ય રાજ્ય સરકાર પણ આ બિઝનેસ માટે સહાય આપે છે. ભારત સરકાર પશુપાલન પર 35 ટકા સુધીની સબસિડી આપે છે. જો તમારી પાસે બિઝનેસ શરૂ કરવા પૈસા નથી તો તમે બેંકમાંથી લોન પણ લઇ શકો છો. NABARD તમને બકરી પાલન વ્યવસાય માટે લોન ઉપલબ્ધ કરાવશે.

આ પણ વાંચો: Business Idea: આ રીતે શરૂ કરો PUC ટેસ્ટિંગ સેન્ટર, દર મહિને કરો રૂ. 30,000ની કમાણી

કેટલી થશે કમાણી

બકરી પાલન બિઝનેસ એક નફાકારક સોદો છે. એક રિપોર્ટની માનીએ તો 18 ફિમેલ બકરી દ્વારા સરેરાશ 2,16,000 રૂપિયાની કમાણી કરી શકાય છે. જ્યારે મેલ દ્વારા સરેરાશ 1,98,000 રૂપિયાની કમાણી કરી શકાય છે.
First published: