Home /News /business /

Small Business Idea: આ રીતે શરૂ કરો ફ્રોઝન વટાણાનો બિઝનેસ, થશે જોરદાર ફાયદો

Small Business Idea: આ રીતે શરૂ કરો ફ્રોઝન વટાણાનો બિઝનેસ, થશે જોરદાર ફાયદો

ફ્રોઝન વટાણાનો બિઝનેસ

Business Ideas: જો તમે પણ એક નફાકારક પણ નાના બિઝનેસ વિશે વિચારી રહ્યા છો તો તમે ફ્રોઝન વટાણાના બિઝનેસ (Frozen Green Peas Business)ની શરૂઆત કરી શકો છો.

    મુંબઈ. Frozen Green Peas Business idea: શિયાળાની સિઝન (Winter season) ચાલી રહી છે અને મોટાભાગના ખેડૂતો વટાણાની ખેતી (Green Peas farming) કરી રહ્યાં છે. ઘણા ખેડૂતો શિયાળાની ઋતુમાં વટાણાની ખેતીથી 3થી 4 મહિનામાં જ બહોળી કમાણી કરી લેતા હોય છે. જો તમે પણ થોડી સ્માર્ટનેસ વાપરો તો તમે પણ એક સારી કમાણી કરી શકો છો. આ કમાણી ફ્રોઝન વટાણાના બિઝનેસથી કરી શકાય છે.

    આ રીતે શરૂ કરો ફ્રોઝન વટાણાનો બિઝનેસ

    જો તમે પણ એક નફાકારક પણ નાના બિઝનેસ વિશે વિચારી રહ્યા છો તો તમે ફ્રોઝન વટાણાના બિઝનેસ (Frozen Green Peas Business)ની શરૂઆત કરી શકો છો. તમે એક નાનકડા રૂમથી પોતાની નોકરી સાથે પણ આ બિઝનેસની શરૂઆત કરી શકો છો. આ નાનકડો બિઝનેસ તમને 10 ગણી કમાણી અને નફો આપશે.

    આખું વર્ષ રહે છે માંગ

    આમ તો આખા વર્ષ દરમિયાન ફ્રોઝન વટાણાની ભારે માંગ રહેતી હોય છે, પણ શિયાળામાં તાજા વટાણા સરળતાથી મળી રહેતા હોવાથી શિયાળા માંગમાં નોંધપાત્ર ઘટાડો આવી જાય છે. આજના આ આર્ટિકલમાં અમે તમને બિઝનેસ આઈડિયા જણાવીશું જે તમને શરૂઆતથી સારો નફો કમાવી આપશે. ફ્રોઝન વટાણાનો બિઝનેસ ખૂબ ઓછા ખર્ચ અને રોકાણની સાથે શરૂ કરી શકાય છે, છતાં પણ આ એક નફાકારક બિઝનેસ સાબિત થાય છે.

    મોટી કમાણી

    જો તમે કોઈ ખેડૂત નથી, તો પણ તમે આનો લાભ લઈ શકો છો. તમે ખેડૂતોથી શિયાળાની ઋતુમાં ઓછી કિંમતમાં મોટી સંખ્યામાં વટાણા ખરીદી શકો છો અને આ બિઝનેસ શરૂ કરી શકો છો. વટાણાની માંગ આખું વર્ષ રહે છે પણ તેની ઉપલબ્ધતા માત્ર શિયાળામાં જ હોય છે. એવામાં ફ્રોઝન વટાણાનું બિઝનેસ તમારી માટે એક મોટી કમાણી કરવાનો વિકલ્પ સાબિત થઈ શકે છે.

    આ બિઝનેસમાં તમારે સૌથી પહેલા મોટા જથ્થામાં વટાણાની જરૂર રહેશે. તમારે કેટલા વટાણાની જરૂર પડશે તે વાત તમારા બિઝનેસના કદ પર આધાર રાખે છે. આ નક્કી કરવા આખા વર્ષ દરમિયાન તમે કેટલા ફ્રોઝન વટાણાનો વેપાર કરી શકશો એ બાબતનો ક્યાસ કાઢવો પડશે અને આ માટે તમારે માર્કેટ રિસર્ચ પણ કરવું પડશે.

    શિયાળામાં થાય છે ખેતી

    વટાણાની ખેતી માત્ર શિયાળામાં જ કરવામાં આવે છે તેથી આ જ ઋતુમાં તમારે આખા વર્ષનું પ્લાનિંગ કરવાની જરૂર પડશે. ડિસેમ્બરથી લઈ ફેબ્રુઆરી સુધી તમને મોટા પ્રમાણમાં વટાણા બજારમાં મળી રહેશે. આ વખતે તમને સૌથી સસ્તા દરે વટાણા મળી રહેશે.

    નાની જગ્યાથી કરો શરૂઆત

    તમે ફ્રોઝન વટાણાનો બિઝનેસ તમે એક નાનકડા ઓરડામાંથી અથવા ઘરેથી પણ શરૂ કરી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે 300થી 500 સ્ક્વેર ફૂટની જગ્યાની જરૂર પડશે. જો તમે મોટાપાયે આ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારે 3000થી 4000 સ્ક્વેર ફૂટની જગ્યાની જરૂર પડશે. આ સાથે જ તમારે કેટલાક લેબર્સની પણ જરૂર પડશે, જે ફ્રોઝન વટાણા બનાવવાની પ્રોસેસ અને વટાણા છોલવા માટે જરૂરી છે.

    આ પણ વાંચો: Business Idea: ફક્ત 25,000 રૂપિયાનું રોકાણ, સામાન્ય લાગતા આ બિઝનેસમાં મહિને થશે મોટી કમાણી

    મશીન અને નફો

    જો તમે મોટાપાયે આ બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો તમારે વટાણા છોલવાના મશીનની જરૂર પડશે. આ સાથે જ બિઝનેસ શરૂ કરવા માટે લાઇસન્સની પણ જરૂર પડશે.

    તમે 10થી 12 રૂપિયા કિલોના ભાવે ખેડૂત પાસેથી વટાણા ખરીદી શકો છો. આ બિઝનેસમાં તમે 40થી 70 ટકા નફો કમાઈ શકો છો. અહીં તમે 100થી 200 કિલો વટાણા એકસાથે ખરીદી શકો છો અને આ વટાણા ફ્રોઝન કરી તમે 200 રૂપિયા કિલોના ભાવે બજારમાં વેચી શકો છો. આ સાથે જ જો તમે તેને જથ્થામાં વેચવા માંગો તો 100થી 120 રૂપિયા કિલોના ભાવે પણ વેચી શકો છો.

    આ પણ વાંચો: Business idea: રૂ. 2 લાખનું રોકાણ કરીને દર મહિને કરો રૂ. 1 લાખની કમાણી

    આ રીતે બનાવો ફ્રોઝન વટાણા

    સૌપ્રથમ તમારે વટાણા છોલવા પડશે, ત્યારબાદ 90 ડિગ્રી સેન્ટીગ્રેડ પર આ વટાણા બાફો. જ્યારે વટાણા સારી રીતે બફાઈ જાય તો તેને 3થી 5 ડિગ્રી ઠંડા પાણીમાં મૂકો. આવું કરવાથી તેમાં રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જશે. આ બાદ વટાણાને 40 ડિગ્રી સુધીના તાપમાનમાં રાખવા અને ફ્રોઝન વટાણા પેક થવા માટે તૈયાર છે.
    First published:

    Tags: Business, Business Ideas, Winter

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन