આ બિઝનેસમાં છે તગડો નફો, દર મહિને કરી શકો છો લાખોની કમાણી, જાણો સંપૂર્ણ વિગત

આ બિઝનેસમાં છે તગડો નફો, દર મહિને કરી શકો છો લાખોની કમાણી, જાણો સંપૂર્ણ વિગત
આ બિઝનેસમાં છે તગડો નફો

તમે અમૂલ કંપની સાથે બિઝનેસ શરૂ કરી શકો છો. નાની રકમનું રોકાણ કરીને તમે દર મહિને મોટો નફો મેળવી શકો છો. આ બિઝનેસમાં તમને નુકસાન થવાની સંભાવના ના બરાબર છે.

  • Share this:
જો અત્યારે તમે નોકરી શોધી રહ્યા છો, તો અહીં તમારા માટે બિઝનેસની માહિતી આપવામાં આવી છે. જેને શરૂ કરીને તમે ઘણી કમાણી કરી શકો છો. તમે અમૂલ કંપની સાથે બિઝનેસ શરૂ કરી શકો છો. નાની રકમનું રોકાણ કરીને તમે દર મહિને મોટો નફો મેળવી શકો છો. આ બિઝનેસમાં તમને નુકસાન થવાની સંભાવના ના બરાબર છે.

2 લાખથી કરો બિઝનેસની શરૂઆત- તમે માત્ર રૂ. 2 લાખથી લઈને રૂ. 6 લાખનું રોકાણ કરીને બિઝનેસ શરૂ કરી શકો છો. બિઝનેસની શરૂઆતમાં જ તમે નફો કમાઈ શકો છો. ફ્રેન્ચાઈઝીની મદદથી માસિક રૂ. 5 થી 10 લાખનું વેચાણ કરી શકો છો. જોકે, તમારા બિઝનેસનું સ્થળ પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે.ફ્રેન્ચાઈઝી કેવી રીતે લેવી- અમૂલ કંપની બિઝનેસ કરવા માટે બે પ્રકારની ફ્રેન્ચાઈઝી આપે છે. 1. અમૂલ આઉટલેટ, અમૂલ રેલ્વે પાર્લર અને અમૂલ ક્યોસ્ક ફ્રેન્ચાઈઝી અને 2. અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી. પ્રથમ ફ્રેન્ચાઈઝી લેવા માટે રૂ. 2 લાખનું રોકાણ કરવાનું રહેશે. બીજી ફ્રેન્ચાઈઝીમાં રૂ. 5 લાખનું રોકાણ કરવાનું રહેશે. આ ફ્રેન્ચાઈઝી લેવા માટે નોન-રિફંડેબલ બ્રાંડ સિક્યોરિટી માટે રૂ. 25 થી 30 હજાર જમા કરાવવાના રહેશે.

કમિશન- અમૂલ આઉટલેટની ફ્રેન્ચાઈઝી લેવાથી મિનિમમ સેલિંગ પ્રાઈસ એટલે કે એમઆરપી પર કમિશન આપે છે. જેમાં એક મિલ્ક પાઉચ પર 2.5%, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10% અને આઈસ્ક્રીમ પર 20% કમિશનનો લાભ મળે છે. અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવાથી રેસિપી બેઝ્ડ આઈસ્ક્રીમ, શેક, પિત્ઝા, સેન્ડવીચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50% કમિશનનો લાભ મળે છે. પ્રી પૈક્ડ આઈસ્ક્રીમ પર 20% અને અમૂલ પ્રોડક્ટ્સ પર કંપની 10% કમિશનનો લાભ આપે છે.

કેટલી જગ્યા હોવી જરૂરી છે- અમૂલ આઉટલેટની ફ્રેન્ચાઈઝી માટે 150 વર્ગ ફૂટ અને અમૂલ આઈસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઈઝી માટે ઓછામાં ઓછી 300 વર્ગ ફૂટ જગ્યા હોવી જરૂરી છે.

ફ્રેન્ચાઈઝી કેવી રીતે લઈ શકાય?- જો તમે ફ્રેન્ચાઈઝી માટે એપ્લાય કરવા ઈચ્છો છો, તો તમારે retail@amul.coop પર મેઈલ કરવાનો રહેશે. http://amul.com/m/amul scooping parlours લિંક પરથી તમે જાણકારી પણ મેળવી શકો છે.
Published by:News18 Gujarati
First published:May 06, 2021, 16:56 pm

ટૉપ ન્યૂઝ