ફક્ત 50 હજાર રૂપિયા રોકીને કરો 2.5 લાખ રૂપિયાની કમાણી, શરૂ કરો ડબલ કમાણી આપતો બિઝનેસ

ફક્ત 50 હજાર રૂપિયા રોકીને કરો 2.5 લાખ રૂપિયાની કમાણી, શરૂ કરો ડબલ કમાણી આપતો બિઝનેસ
પ્રતીકાત્મક તસવીર

બટન મશરુમ એક એવી જાતિ છે જેમાં મિનરલ્સ (Minerals) અને વિટામિન્ટ (Vitamins) ભરપૂર માત્રામા હોય છે. આ જ કારણે મશરુમ ખૂબ જ લોકપ્રિય છે.

  • Share this:
    નવી દિલ્હી: કંઈક કરવા માંગતા લોકો હંમેશા કમાણી માટેનો નવો રસ્તો શોધી લેતા હોય છે. ફાર્મિંગ (Farming) સાથે જોડાયેલા લોકો બટન મશરુમ (Button Mushroom) ઊગાડીને લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. મશરુમની માંગ રેસ્ટોરન્ટ અને હોટલમાં ખૂબ હોય છે. આજકાલ યુ-ટ્યુબ પર પણ રેસિપી શીખવતા લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. તેઓ પણ મશરુમની રેસિપી શીખવી રહ્યા હોવાથી તેની માંગ ખૂબ વધી છે.

    બટન મશરુમ એક એવી જાતિ છે જેમાં મિનરલ્સ (Minerals) અને વિટામિન્ટ (Vitamins) ભરપૂર માત્રામા હોય છે. આ જ કારણે મશરુમ ખૂબ જ લોકપ્રિય છે. બજારમાં તેનો રિટેલ ભાવ કિલોનો 300 રૂપિયાથી લઈને 350 રૂપિયા હોય છે. જથ્થાબંધ ભાવ તેનાથી 40 ટકા ઓછો હોય છે. આ જ કારણ છે કે અનેક ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને મશરુમ ઊગાડવાના શરૂ કર્યાં છે.



    50 હજારના ખર્ચમાં 2.5 લાખની કમાણી

    બટન મશરુમની ખેતી માટે કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે. એક ક્વિન્ટલ કમ્પોસ્ટાં દોઢ કિલોગ્રામ બીની જરૂરિયાત રહે છે. 4થી 5 ક્વિન્ટલ કમ્પોસ્ટ બનાવીને બે હજાર કિલો મશરુમ પેદા કરી શકાય છે. હવે બે આ બે લાખ કિલો મશરુમ ઓછામાં ઓછા 150 રૂપિયે કિલો વેચાય તો એ હિસાબે ત્રણ લાખ રૂપિયા મળે છે. જેમાંથી 50 હજાર રૂપિયા ખર્ચ બાદ કરી નાખો તો તમને 2.5 લાખ રૂપિયા ચોખ્ખો નફો મળે છે. જોકે, મશરુમ ઊગાડવા માટે 50 હજાર રૂપિયાનો પણ ખર્ચ નથી આવતો.



    ઓછામાં ઓછી જમીનમાં મશરુમની ફાર્મિંગ શરૂ કરો

    પ્રતિ વર્ગ મીટરમાં 10 કિલોમગ્રામ મશરુમ ઊગાડી શકાય છે. ઓછામાં ઓછી 40X30 ફૂટ જગ્યામાં ત્રણ ત્રણ ફૂટ પહોંળા રેક બનાવીને મશરુમ ઊગાડી શકાય છે.

    કમ્પોસ્ટ બનાવવાની વિધિ

    કમ્પોસ્ટ બનાવવા માટે ધાન્યની પરારની જરૂર રહે છે. જેને એક દિવસ માટે પાણીમાં પલાળવાની હોય છે. જે બાદમાં તેમાં ડીએપી, યૂરિયા, પોટાશ અને ઘઉંનું ભૂસું, જિપ્સમ અને કોર્બોફ્યૂડોરન ભેળવીને તેને સડવા માટે છોડી દો. આશરે બ મહિના પછી કમ્પોસ્ટ તૈયાર થઈ જશે. જે બાદાં છાણીયું ખાતર અને માટી ભેળવીને આશરે દોઢ ઈંચનું લેયર બનાવીને તેના પર કમ્પોસ્ટનું બેથી ત્રણ ઇંચનું લેયર બનાવવામાં આવે છે. ભેજનો પ્રમાણ જળવાયેલું રહે તે માટે સ્પ્રેથી મશરુમ પર દિવસમાં બેથી ત્રણ વખત પાણી છાંટવામાં આવે છે. આ રીતે મશરુમ માટે કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે.

    તાલિમ બાદ શરૂ કરી મશરુમની ખેતી

    તમામ એગ્રિકલ્ચર યુનિવર્સિટી અને કૃષિ સંશોધન કેન્દ્રોમાં મશરુમની ખેતીની તાલિમ આપવામાં આવે છે. જો તમે મોટા પ્રમાણમાં ખેતી કરવા માંગો છો તેના માટે તાલિમ જરૂરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:February 02, 2021, 08:17 am

    ટૉપ ન્યૂઝ