Home /News /business /Boutique Business: આ રીતે શરૂ કરો ફેશન બુટિકનો બિઝનેસ અને કરો મોટી કમાણી

Boutique Business: આ રીતે શરૂ કરો ફેશન બુટિકનો બિઝનેસ અને કરો મોટી કમાણી

બુટિક બિઝનેસ (પ્રતીકાત્મક તસવીર)

Boutique Business: બુટિક બિઝનેસ શરૂ કરવા માટે તમારે માર્કેટ સર્વે કરી લોકોની પસંદ અને કરંટ ટ્રેન્ડ (Fashion trend) વિશે માહિતી મેળવી લેવી જોઈએ.

મુંબઈ: આજકાલ લોકો સૌથી વધારે ધ્યાન પોતાના કપડાં પર જ આપે છે, જગ્યા અને ઓકેશન પ્રમાણે લોકો કપડાંની પસંદગીને લઈને હવે સજાગ બન્યા છે. એવામાં જો તમે બુટિકનો બિઝનેસ (Boutique Business) શરૂ કરવાનો વિચાર કરી રહ્યાં છો તો આ એક સારો બિઝનેસ (Business) આઈડિયા છે. આ એક નફાકારક બિઝનેસ છે, જે ખાસ કરીને મહિલાઓ માટે સારો વિકલ્પ બની શકે છે. તમે એક મહિલા છો અને બિઝનેસ શરૂ (Business for women) કરવા માંગો છો તેમજ તમને કપંડાની પણ સારી જાણકારી છે તો બુટિક બિઝનેસ એક પરફેક્ટ આઈડિયા (Business Idea) છે. આ બિઝનેસમાં સારો નફો થાય તે માટે સારું લોકેશન પસંદ કરવું ખૂબ જરૂરી છે. આ સાથે જ સ્ટાફ, માર્કેટિંગ, સ્ટોક, સપ્લાયર વગેરે વિશેની પણ ઘણી તૈયારી કરવાની જરૂર પડે છે. આ બિઝનેસની શરૂઆત કરવા માટે તમારી પાસે ડિઝાઈનરની ડિગ્રી હોવી પણ જરૂરી નથી. બુટિક બિઝનેસ શરૂ કરવા માટે તમારે માર્કેટ સર્વે કરી લોકોની પસંદ અને કરંટ ટ્રેન્ડ (Fashion trend) વિશે માહિતી મેળવી લેવી જોઈએ.

બુટિક બિઝનેસ શરૂ કરવા માટે રોકાણ

જગ્યા અને અન્ય પરિબળોના આધારે બુટિક બિઝનેસ શરૂ કરવા માટે તમારે 1 થી 15 લાખના રોકાણ કરવાની જરૂર રહેશે. જો તમે તમારા બુટિક બિઝનેસ માટે માર્કેટિંગ અને જાહેરાત પણ કરો છો તો તમારા રોકાણ અને ખર્ચમાં વધારો થઈ શકે છે.

માર્કેટ રિસર્ચ

બુટિક બિઝનેસ શરૂ કરવા માટે માર્કેટ રિસર્ચ (Market Research) કરવું જરૂરી છે. કેવા પ્રકારના મટીરિયલની જરૂર છે, તે ક્યાંથી મેળવી શકાય, હાલમાં કેવો ફેશન ટ્રેન્ડ ચાલી રહ્યો છે વગેરે જેવી બાબતો જાણવી ખૂબ જરૂરી છે. આ બાબતોનો સર્વે કરી તમે વધુ પ્રોફિટ કમાવી શકો છો. રિસર્ચ અને ક્ષમતા જાણ્યા પછી તમે બુટિક બિઝનેસ હેન્ડલ કરી શકો છો કે કેમ, તે અંગેનો નિર્ણય કરવો.

મશીનરી અને ઈક્વિપમેન્ટ

બુટિક બિઝનેસ માટે તમારે કેટલાક સાધનોની જરૂર પડશે. તમારે સિલાઈ મશીન અને એમ્બ્રોઈડરી મશીનની જરૂર પડશે. સાથે જ બુટિકને આકર્ષક બનાવવા માટે ફર્નિચર અને ઈન્ટિરીયર ડેકોરેશન પણ અગત્યના છે. જો તમે આ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો યોગ્ય સ્થાન પસંદ કરી તેને યોગ્ય નામ આપી અને જરૂર મુજબના સ્ટાફની ભરતી કરી તમે બિઝનેસ સરળતાથી શરૂ કરી શકો છો.

આ પણ વાંચો: Business Ideas: મહિલાઓ આ બિઝનેસ શરૂ કરીને કમાઈ શકે છે અઢળક પૈસા, સરકાર પણ કરશે મદદ

લોકેશન

બુટિક બિઝનસને સફળ બનાવવા માટે સારું લોકેશન પસંદ કરવું ખૂબ અગત્યનું છે. ગ્રાહકો સરળતાથી તમારા સુધી પહોંચી શકે તે માટે દુકાન માર્કેટની વચ્ચે અને સરળતાથી મળી રહે તેવા સ્થાને હોય તે જરૂરી છે.

લાઇસન્સ અને રજીસ્ટ્રેશન

શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ (the shop and establishment act) અંતર્ગત દુકાનનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. લાઇસન્સ માટેની તમામ લિગલ ફોર્માલિટી એક મહિનામાં પૂર્ણ કરવી જરૂરી છે. આ પ્રક્રિયા માટે તમારે કોમર્શિયલ એડ્રેસ પ્રુફ, બિઝનેસનું નામ, એડ્રેસ પ્રુફ, પાન કાર્ડ,બિઝનેસ રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે તમારે રૂ. 125થી રૂ. 12,500 સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.

આ પણ વાંચો: Business Idea: ઓછા રોકાણમાં શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે અધધ રૂ. 1 લાખથી પણ વધુની કમાણી

માર્કેટિંગ

યોગ્ય માર્કેટિંગ માટે તમારે તમારા બિઝનેસને અનુરૂપ નામ, લોગો, ટેગલાઈન વગેરે તૈયાર કરવા જોઇય. ત્યાર બાદ વેબસાઈટ, સોશિયલ મિડીયા પેજ અને પેમ્ફ્લેટ્સ વગેરેના માધ્યમથી તમે પોતાના બુટિકનું માર્કેટિંગ કરી શકો છો.

રિસ્ક

બધા જ બિઝનેસમાં રિસ્ક ફેક્ટર શામેલ હોય જ છે. આ બિઝનેસમાં પણ રિસ્ક શામેલ છે. જો તમે ટ્રેન્ડ અને ફેશન સાથે અપડેટ નહી રહો તો તમારો બિઝનેસ નિષ્ફળ જઈ શકે છે.

કમાણી અને નફો

આ બિઝનેસમાં તમારા નફાનું પ્રમાણ તમારા કપડાંની ક્વોલિટી અને માર્જિન પર આધાર રાખે છે. જો તમે ઓછું માર્જિન રાખશો તો નફો ઘટશે અને વધુ માર્જીન રાખશો તો નફો વધશે. જો કે માર્જિનમાં વધારો કે ઘટાડો બિઝનેસની પોપ્યુલારિટી અને ગ્રાહકોની સંખ્યા પર આધારિત હોવો જોઈએ.

આ પણ વાંચો: Business Idea: આ રીતે શરૂ કરો PUC ટેસ્ટિંગ સેન્ટર, દર મહિને કરો રૂ. 30,000ની કમાણી

બુટિક બિઝનેસ કેટલો નફાકારક છે?

બુટિક બિઝનેસ શરૂ કરી તમે સારો નફો કમાઈ શકો છો. કેમ કે ક્લોથિંગ બિઝનેસમાં સમયાંતરે આવતા ચેન્જ અને વધતા ફેશન સેન્સ વચ્ચે અપડેટેડ રહી તમે સારો નફો મેળવી શકો છો.

સમરી

જો આ બિઝનેસ સારી સ્ટ્રેટેજી સાથે કરવામાં આવે તો સારો નફો આપી શકે છે. આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ આપી અને તેના વિશે જાહેરાત કરી લોકોને તમારા બુટિક વિશે માહિતી આપી શકો છો અને તેમને તમારા રેગ્યુલર કસ્ટમર બનાવી શકો છો.
First published:

Tags: Business, Business Ideas, Fashion, Investment