Business Ideas: 20,000 રૂપિયામાં શરૂ કરો આ છોડની ખેતી, આરામથી થશે 3.5 લાખની કમાણી, જાણો કેવી રીતે?

બોન્સાઈ છોડની ખેતી

How to earn money with Bonsai Plant: બોન્સાઈ પ્લાન્ટનો લકી પ્લાન્ટ તરીકે ખૂબ ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ ઘર અને ઑફિસની સજાવટ માટે થાય છે.

  • Share this:
    મુંબઈ: બોન્સાઈ પ્લાન્ટ (Bonsai Plant) એક એવો છોડ છે, જેને લોકો ગુડલક માને છે. પરંતુ શું તમે જાણો છો કે આ છોડ મારફતે સારી એવી કમાણી કરી શકાય છે? આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે બોન્સાઈ છોડની ખેતી (How to earn money with Bonsai Plant) કરી શકાય છે અને આ માટે તમારે કેટલી રકમ ખર્ચ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે આજકલ સજાવટ અને ગુડલક ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર માટે આ છોડનો ઉપયોગ થાય છે. કેન્દ્ર સરકાર (Modi Government) પણ આ છોડની ખેતી માટે મદદ કરે છે.

    આ બિઝનેસ ફક્ત 20 હજાર રૂપિયાના રોકાણ સાથે શરૂ કરી શકાય છે. શરૂઆતમાં તમે આ બિઝનેસ નાના કે મોટાપાયે શરૂ કરી શકો છો. બાદમાં વેચાણ વધ્યા બાદ તમે આ બિઝનેસનો આકાર બદલી શકો છો.

    બોન્સાઈ પ્લાન્ટની કિંમત

    બોન્સાઈ પ્લાન્ટનો લકી પ્લાન્ટ તરીકે ખૂબ ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ ઘર અને ઑફિસમાં સજાવટ માટે થાય છે. આ જ કારણે તેની ખૂબ માંગ રહે છે. આજકાલ બજારમાં આ છોડ 200થી લઈને 2,500 રૂપિયા સુધીની કિંમતે મળે છે. આ ઉપરાંત બોન્સાઈ છોડના શોખીન લોકો મોં માંગી કિંમત આપવા પણ તૈયાર હોય છે.

    બે રીતે કરી શકો બિઝનેસ

    પ્રથમ રીત એવી છે કે તમે ખૂબ ઓછી મૂડી સાથે બિઝનેસ શરૂ કરો. જોકે, આમાં તમને થોડો સમય લાગશે. કારણ કે બોન્સાઈ પ્લાન્ટ્સ તૈયાર કરવામાં ઓછામાં ઓછા બેથી પાંચ વર્ષ લાગી શકે છે. બીજી રીત એવી છે કે તમે નર્સરીમાંથી તૈયાર પ્લાન્સ્ટ્સ લાવીને તેની કિંમતમાં 30થી 50 ટકાનો વધારો કરીને વેચવાનું શરૂ કરો.

    આ પણ વાંચો: Business ideas: શરુ કરો ડિસ્પોઝેબલ ગ્લાસ-કપના ઉત્પાદનનો બિઝનેસ, આટલી વસ્તુઓની પડશે જરૂર

    કયા કયા સામાનની જરૂર પડશે

    આ બિઝનેસને શરૂ કરવા માટે સ્વચ્છ પાણી, રેતીવાળી માટી અથવા રેતી, કુંડા અથવા ચિનાઈ માટીના પૉટ, જમીન અથવા છત (100થી 150 વર્ગફુટ), સ્વચ્છ કાંકરા, પાતળો તાર, છોડ પર પાણી છાંટવા માટે સ્પ્રે બોટલ, શેડ બનાવવા માટે જાળી વગેરે વસ્તુઓની જરૂરી પડશે. જો તમે નાનાપાયે આ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તેમાં પાંચ હજાર રૂપિયાનું રોકાણ થશે. જ્યારે મોટાપાયે બિઝનેસ શરૂ કરવા માટે 20 હજાર રૂપિયા સુધી ખર્ચ થઈ શકે છે.

    સરકાર પણ કરશે મદદ

    ત્રણ વર્ષ માટે સરેરાશ એક પ્લાન્ટ માટે 240 રૂપિયા જેટલો ખર્ચ આવશે, જેમાં 120 રૂપિયા પ્રતિ પ્લાન્ટ સરકારી સહાય મળશે. નોર્થ ઇસ્ટને બાદ કરતા અન્ય વિસ્તારમાં બોન્સાઈની ખેતી કરવા માટે સરકાર 50 ટકા ખર્ચ આપે છે, જ્યારે બાકીનો 50 ટકા ખર્ચ ખેડૂતો ભોગવવાનો રહેશે. સરકારના 50% હિસ્સામાં 60 ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા રાજ્ય સરકાર સહાય કરશે. જ્યારે નોર્થ ઇસ્ટમાં ખેડૂત 40 ટકા અને સરકાર 60 ટકા ખર્ચ ભોગવે છે. 60 ટકા ખર્ચમાંથી કેન્દ્ર સરકાર 90 ટકા ખર્ચ અને રાજ્ય સરકાર 40 ટકા ખર્ચ ભોગવે છે. જિલ્લામાં નોડલ અધિકારી પાસેથી આ અંગેની માહિતી મળી રહેશે.

    આ પણ વાંચો: Business Idea: આ બિઝનેસ તમને મહિનામાં જ લખપતિ બનાવી દેશે! અહીં જાણો બધી જ વિગત

    3.5 લાખ રૂપિયાની કમાણી

    જરૂરિયાત અને પ્રજાતિ પ્રમાણે એક હેક્ટર જમીનમાં 1500થી 2000 છોડ લગાવી શકાય છે. આ સાથે છોડની વચ્ચે ખાલી રહેતી જમીન પર તમે અન્ય પાકની ખેતી પણ કરી શકો છો. ચાર વર્ષ બાદ આ છોડમાથી 3થી 3.5 લાખ રૂપિયા જેવી કમાણી થઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: