Home /News /business /money tips: કઇ રીતે ખર્ચ કરવા બચતના પૈસા, ઉપયોગી થશે આ લીસ્ટ
money tips: કઇ રીતે ખર્ચ કરવા બચતના પૈસા, ઉપયોગી થશે આ લીસ્ટ
પૈસાની પ્રતિકાત્મક તસવીર
money tips: દરેક વ્યક્તિના જીવનમાં પૈસા કમાઇને (money eran in life) પોતાની અમુક ઇચ્છાઓ પૂરી કરવાનું સપનું (Dreaming of fulfilling desires) હોય છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આવક, બજેટ અને ઇચ્છાઓ (Income, budget and desires) ત્રણેયનું સંતુલન જળવાઇ રહે.
money tips: કોરોના મહામારી (coronavirus pandemic) બાદ લોકો ઇમરજન્સી ફંડનું મહત્વ (Emergency Fund) ખૂબ સારી રીતે સમજી ચૂક્યા છે. તેથી આજે મોટા ભાગના લોકો ભવિષ્યની યોજનાઓ, સપનાઓ પૂરા કરવા અને એક સુખી જીવન જીવવા બચત (saving plans) પર ભાર આપી રહ્યા છે. દરેક વ્યક્તિના જીવનમાં પૈસા કમાઇને (Earning money) પોતાની અમુક ઇચ્છાઓ પૂરી કરવાનું સપનું હોય છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આવક, બજેટ અને ઇચ્છાઓ ત્રણેયનું સંતુલન જળવાઇ રહે. જ્યારે તમે પૈસા કમાવાનું શરૂ કરો ત્યારે પહેલા એવી જરૂરિયાતો પૂરી કરો જે જીવન જરૂરી છે અને ત્યાર બાદ એવી જરૂરિયાતોનો ક્રમ ગોઠવો જે ઓછી જરૂરી છે. અહીં અમે તમને અમુક બાબતો જણાવી રહ્યા છીએ, જેના પરથી તમે તમારું નાણાકીય પ્લાનિંગની (Financial planning) સાથે કઇ રીતે પૈસા ખર્ચ કરવા તે નક્કી કરી શકશો.
તમારા માટે સૌથી જરૂરી કઇ બાબત છે જ્યારે વાત પૈસા ખર્ચવાની આવે ત્યારે એક સુદૃઢ આયોજન હોવું ખૂબ જરૂરી છે. તમારી જરૂરિયાતોને એવા ક્રમમાં ગોઠવો જેમાં સૌથી મહત્વની વસ્તુ પહેલા હોય અને સૌથી ઓછી મહત્વની વસ્તુઓ છેલ્લે હોય. તેના માટે તમે સૌથી પહેલા તે જાણો કે તમારે હાલ કઇ વસ્તુની સૌથી વધુ જરૂર છે. ઉદાહરણ તરીકે કે, જો ટ્રાવેલિંગ હોય તો ટિકિટ, રિઝર્વેશન, રહેઠાણ વગેરે પર ખર્ચ કરો.
શોખ પર ખર્ચ કરો દરેક વ્યક્તિની કોઇને કોઇ હોબી કે શોખ તો જરૂર હોય છે. જો તમારી પાસે એવો કોઇ શોખ છે, તો તેના માટે તમે ત્યાં સુધી ગંભીર નહીં બનો જ્યાં સુધી તમારી પાસે સમય, શક્તિ અને સંસાધનો નહીં હોય. જો તમને સંગીતનો શોખ છે તો ક્લાસિસ જોઇન કરો, જો તમે ફોટોગ્રાફીનો શોખ છે તો એક સારા કેમેરામાં કે લેન્સમાં પૈસા ખર્ચો.
એવી વસ્તુઓ જે પાછળથી ઉપયોગી બને જો તમે કોઇ એવી વસ્તુઓ ખરીદવા માંગો છો જે તમને ખર્ચાળ છે અને તેથી તેને ખરીદવાનું ટાળી રહ્યા હતા. તો હવે તમારી પાસે પૂરતા પૈસા છે અને તમે તેમાં ખર્ચ કરી શકો છો. જો તમને વાંચનનો શોખ હોય તો પુસ્તકો ખરીદો, કપડા કે જ્વેલરી પણ ખરીદી શકો છો. આ વસ્તુઓ એવી છે જેને તમે લાંબા સમયે પણ ઉપયોગમાં લઇ શકશો.
તમને આરામ આપે તેવી વસ્તુઓ
તમારી યાદીમાં કોઇ એવી વસ્તુઓ છે જે તમને આરામ આપશે તો તેમાં નાણાં ફાળવવાનું વિચારો. જેમ કે કોઇ આરામ ખુરશી, ટ્રેનની ટિકિટની જગ્યાએ ફ્લાઇટની ટિકિટ અથવા સારી ક્વોલિટીનો બેડ કે બ્લેન્કેટ વગેરે.
ડોનેટ કરો કહેવાય છે ને ‘Sharing is Caring’. જો તમને લાગે કે તમારી પાસે જરૂરિયાતથી વધુ છે, તો બીજાને પણ આપો. એવા ઘણા લોકો છે જે પૈસાનો અર્થપૂર્ણ રીતે ઉપયોગ કરવા માંગે છે. તમે કોઇનું હોસ્પિટલ બિલ ભરી શકો છો, ટ્યૂશન ફી અથવા જરૂરિયાત મંદની સરળ ચૂકવણી કરી શકો છો. તમારી આ નાની મદદ કોઇના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે.
આ રીતે કરો બચત - બચત કરવા માટે સૌથી જરૂરી છે તમે નાના અને મોટા નાણાકિય ઉદ્દેશો નક્કી કરો. તેનાથી તમે કમાણી અને ખર્ચાઓ વચ્ચે સંતુલન જાળવી શકશો. - તમે ક્રેડિટ કાર્ડ પર એટલી જ રકમ ખર્ચ કરો જેટલી તમારા બેંક એકાઉન્ટમાં પહેલાથી હોય અથવા તો જેટલી તમે કમાણી કરી શકતા હોય. બિન જરૂરી રીતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ટાળો. - તમારે દેણામાંથી જલદી મુક્ત થવું જોઇએ. સૌથી પહેલા તમારી તમામ લોનની ચૂકવણી કરો. ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ કરતી સમયે પ્રયાસ કરો કે એકસાથે આખું બિલ ચૂકવી શકાય. - બચતની સાથે નાણાકિય સુરક્ષા પણ જરૂરી છે. તેના માટે એક ઇમરજન્સી ફંડ બનાવો. જે કોઇ આકસ્મિક સ્થિતિમાં તમારા માટે કવચનું કામ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર