Home /News /business /

Online Banking: ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન બનાવો સુરક્ષિત, 10 ટિપ્સ અનુસરો અને સાઇબર અટેકથી રહો સુરક્ષિત

Online Banking: ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન બનાવો સુરક્ષિત, 10 ટિપ્સ અનુસરો અને સાઇબર અટેકથી રહો સુરક્ષિત

મોબાઇલ બેન્કિંગ

Online Banking tips: વેબસાઈટની મુલાકાત લેવા માટે ક્યારેય પણ કોઈ ઈ-મેલ મેસેજની લિંક પર ક્લિક કરશો નહીં. ઈ-મેલની લિંક્સથી વાયરસ અથવા માલવેર અટેકનો ખતરો વધી જાય છે.

    મુંબઇ. Online Banking Security Tips: બેંકોએ ગ્રાહકો માટે ઓનલાઈન બેંકિંગ (Online Banking) સુવિધાએ ટ્રાન્ઝેક્શનને ખૂબ જ સરળ અને સુવિધાજનક બનાવ્યું છે. ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન (Online Banking Transaction) વધવાની સાથે બેંક ફ્રોડનું જોખમ પણ સતત વધતુ જઈ રહ્યું છે. ઓનલાઈન બેંક ફ્રોડના કિસ્સાઓ દરરોજ સામે આવે છે. ફ્રોડથી બચવા માટે બેંકો પણ તેમના ગ્રાહકોને ઓનલાઈન ફ્રોડ વિશે સતત ચેતવણી આપતા હોય છે, આ સાથે જ સમય સમય પર સિક્યોરિટી ટિપ્સ આપે છે. જાહેર ક્ષેત્રની યુનિયન બેંક ઑફ ઈન્ડિયાએ ઈમેલ દ્વારા તેના ગ્રાહકોને 10 ઓનલાઈન બેન્કિંગ સિક્યોરિટી ટિપ્સ આપી છે.

    1) શંકા જન્માવે તેવા પોપ-અપથી રહો સાવધાન


    જ્યારે પણ ગ્રાહકો બ્રાઉઝિંગ કરતા હોય ત્યારે શંકાસ્પદ પોપ અપથી હંમેશા સાવધાન રહો. આ પોપઅપને કારણે તમે માલવેરનો શિકાર બની શકો છો.

    2) ઓનલાઈન પેમેન્ટ વખતે આટલું ધ્યાન રાખો


    ઓનલાઈન પેમેન્ટ (Online Payment)માં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હંમેશા સુરક્ષિત પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરો. ઓનલાઈન પેમેન્ટ કરતા પહેલા સુરક્ષિત પેમેન્ટ ગેટવે (URL અને https://- પેડ લોક સિમ્બોલ) ચોક્કસથી ચકાસો.

    3) ઈ-મેઈલ મેસેજથી વેબસાઈટ પર ન જાઓ


    વેબસાઈટની મુલાકાત લેવા માટે ક્યારેય પણ કોઈ ઈ-મેલ મેસેજની લિંક પર ક્લિક કરશો નહીં. ઈ-મેલની લિંક્સથી વાયરસ અથવા માલવેર અટેકનો ખતરો વધી જાય છે.

    4) URL ટાઈપ કરીને જ બેન્ક વેબસાઈટ પર જાઓ


    ગ્રાહકોએ હંમેશા તેમના એડ્રેસ બારમાં URL લખીને તેમની બેંકની વેબસાઇટ પર લોગીન કરવું જોઈએ.

    5) પાસવર્ડમાં પર્સનલ પાસફ્રેજનો ઉપયોગ કરો


    ગ્રાહકોએ તેમનો પાસવર્ડ ક્રિએટ વખતે હંમેશા વ્યક્તિગત પાસફ્રેઝનો ઉપયોગ કરવો જોઈએ. આને એક ઉદાહરણથી સમજીએ, જો I Like Red Color પાસવર્ડ છે તો આ પાસવર્ડ iLIke3Red@cOLor આવી રીતે ક્રિએટ કરી શકાય છે.

    6) પિન, કાર્ડ નંબર, સીવીવી નંબર રાખો ગુપ્ત


    ગ્રાહકોને હંમેશા સલાહ આપવામાં આવે છે કે પોતાનો પર્સનલ ઓઈડેન્ટિફિકેશન નંબર (PIN) પાસવર્ડ, ક્રેડિટ, ડેબિટ કાર્ડ નંબર, CVV નંબર અને અન્ય તમામ પર્સનલ ડેટાને ગોપનિય રાખવામાં આવે. આ વિગતો કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર કરશો નહીં.

    આ પણ વાંચો: ટાટા ગ્રુપની આ કંપનીએ રોકાણકારોને કરી દીધા માલામાલ

    7) પાસબુક, ચેકબુક, KYC ડોક્યુમેન્ટની કોપી શેર ન કરો


    ગ્રાહકોએ તેમની બેંક પાસબુક, ચેકબુક, બેંક સ્ટેટમેન્ટ, KYC ડોક્યુમેન્ટ્સની કોપી અજાણ્યા અથવા જરૂરિયાત વગર કોઈપણ વ્યક્તિ સાથે ક્યારેય શેર કરવી નહીં.

    8) ટૂ ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરો


    ઓનલાઈન બેંકિંગ (Online Banking)માં જ્યાં એડિશનલ સિક્યોરિટી માટે એક્સટ્રા સર્વિસ ઉપલબ્ધ છે, તે સમયે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો.

    આ પણ વાંચો: 28મી માર્ચે ખુલશે ઉમા એક્સપોર્ટ્સનો આઈપીઓ, જાણો તમામ વિગત

    9) ફ્રી ગિફ્ટ અને પ્રાઈસના ઝાંસામાં ન આવશો


    કોઈપણ ફ્રી ગિફ્ટ, લકી ડ્રો, પ્રાઈસના ઝાંસામાં ક્યારેય આવશો નહીં. ઈનામો અથવા લકી ડ્રો જીતવાની આડમાં તમારી પર્સનલ બેંક ડીટેઈલ અથવા સંવેદનશીલ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. આવી ઑફર્સમાં હંમેશા બેંક ફ્રોડનું જોખમ રહેલું છે.

    10) ડિવાઈસમાં બિનજરૂરી એપ અથવા સોફ્ટવેર ન રાખો


    ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના પર્સનલ ડિવાઈસ (કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ અથવા મોબાઈલ) પર કોઈપણ બિનજરૂરી અથવા નકામી એપ અથવા સોફ્ટવેર ક્યારેય ઇન્સ્ટોલ ન કરે.
    First published:

    Tags: Cyber Security, Internet banking, Security, Tips

    આગામી સમાચાર