Home /News /business /Hom Loan: શું તમે પણ સમય પહેલા ચૂકવવા માંગો છો હોમ લોન? તો જાણો પ્રી-પેમેન્ટના નિયમો વિશે

Hom Loan: શું તમે પણ સમય પહેલા ચૂકવવા માંગો છો હોમ લોન? તો જાણો પ્રી-પેમેન્ટના નિયમો વિશે

Home Loan Pre Payment: મોટાભાગની બેન્ક અને NBFCs પ્રી-પેમેન્ટ (Pre-Payment)ની સુવિધા આપે છે. પરંતુ હોમ લોન લાંબા સમયનું દેણું છે, જેના દ્વારા બેંકો (Bank) અને ફાઇનાન્સ ફર્મ્સ (Finance Firms)ને સારી કમાણી થાય છે. તેથી પ્રી-પેમેન્ટ પર ઘણી કંપનીઓ અમુક ચાર્જ પણ લગાવે છે. પરંતુ આ ચાર્જ આપવાનો રહેતો નથી.

Home Loan Pre Payment: મોટાભાગની બેન્ક અને NBFCs પ્રી-પેમેન્ટ (Pre-Payment)ની સુવિધા આપે છે. પરંતુ હોમ લોન લાંબા સમયનું દેણું છે, જેના દ્વારા બેંકો (Bank) અને ફાઇનાન્સ ફર્મ્સ (Finance Firms)ને સારી કમાણી થાય છે. તેથી પ્રી-પેમેન્ટ પર ઘણી કંપનીઓ અમુક ચાર્જ પણ લગાવે છે. પરંતુ આ ચાર્જ આપવાનો રહેતો નથી.

વધુ જુઓ ...
    ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. અને હવે આ સપનાઓ પૂરા કરવામાં હોમ લોન (Home Loan) સૌથી મદદગાર પરીબળ તરીકે કામ કરી રહી છે. પરંતુ હોમ લોનનો લાંબો સમય અને વ્યાજના (Interest) કારણે લોકો તેને વહેલી તકે પૂર્ણ કરી દેવા ઇચ્છતા હોય છે. આ માટે તમારી પાસે ફોર-ક્લોઝર અથવા પ્રી-પેમેન્ટનો ઓપ્શન ઉપલબ્ધ હોય છે. મોટાભાગની બેન્ક અને NBFCs પ્રી-પેમેન્ટ (Pre-Payment)ની સુવિધા આપે છે. પરંતુ હોમ લોન લાંબા સમયનું દેણું છે, જેના દ્વારા બેંકો (Bank) અને ફાઇનાન્સ ફર્મ્સ (Finance Firms)ને સારી કમાણી થાય છે. તેથી પ્રી-પેમેન્ટ પર ઘણી કંપનીઓ અમુક ચાર્જ પણ લગાવે છે. પરંતુ આ ચાર્જ આપવાનો રહેતો નથી.

    લોનની રકમ અને વ્યાજની રકમ- માની લો કે તમે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, જેના પર 7 ટકા વ્યાદ દર ચૂકવો છો. આ લોન ચૂકવવા માટે તમે 20 વર્ષનો સમયગાળો નક્કી કર્યો છે. જો હિસાબ કરીએ તો માસિક રૂ. 23,259ની EMI ચૂકવવાની રહેશે. તમે તે ઘર માટે કુલ 55,82,153 રૂપિયા ચૂકવી રહ્યા હશો – 30 લાખ રૂપિયા મૂળ રકમ અને તેના પર 25,82,153 રૂપિયાનું વ્યાજ.

    આવા કિસ્સામાં જો તમારી આવક અને બચત વધે છે અને તમે લોનનો થોડો ભાગ પહેલા ચૂકવી શકો છો. તો તેનાથી તમારા દેણાની મૂળ રકમ પણ ઓછી થશે અને વ્યાજદર પણ ઘટશે. વ્યાજની રકમ ઘટવાથી તમારા પર ઓછો બોજ આવશે.

    લોનના પ્રી-પેમેન્ટ પર ચાર્જ!- ઘણી બેંકો પ્રીપેમેન્ટ પર 2 ટકા ચાર્જ લગાવે છે, પરંતુ આ ચાર્જ બધા લોકોએ આપવાનો રહેતો નથી. ફ્લોટિંગ રેટ પર લોન લેનારા લોકોને આ ચાર્જ આપવાનો રહેતો નથી. પરંતુ જો લોન હજુ સુધી ફિક્સ્ડ રેટ પર છે તો તેના પર ચાર્જ લાગી શકે છે.

    આ પણ વાંચો-BSNL Recruitment 2022: BSNLમાં કામ કરવાની ઉત્તમ તક, મળશે 75000 સુધીનો પગાર

    કેવી રીતે કરશો પ્રી-પેમેન્ટ- હોમ લોન લેતી સમયે તમને પેમેન્ટ કરવા માટે ઘણા ઓપ્શન મળે છે. તમારી આવક વધે છે તો તમારા EMI વધારી શકો છો અને નક્કી સમયગાળા પહેલા લોન ચૂકવી શકો છો.

    આ પણ વાંચો-Bank of maharashtra recruitment: બેન્કમાં જોબ કરવા ઇચ્છતા લોકો માટે સોનેરી તક, 22 ફેબ્રુઆરી છે અંતિમ તારીખ

    સાથે જ જો તમે ઇચ્છો તો દર વર્ષે પ્રી-પેમેન્ટ તરીકે એક નિશ્ચિત રકમ જમા કરાવી શકો છો. જો તમે આખું વર્ષ બચત કરો છો અથવા બોનસ મેળવી શકો છો. જો તમે તેનો ઉપયોગ ઝડપથી હોમ લોન ચૂકવવા માટે કરવા માંગતા હોવ તો તમે આ રીત અપનાવી શકો છો.

    દર વર્ષે નિશ્ચિત રકમ જમા કરાવવાથી તમારા પર વ્યાજનો બોજ ઓછો થશે. સાથે જ જો તમે ઇચ્છો તો નાના પ્રી-પેમેન્ટ રકમથી પ્રારંભ કરો અને દર વર્ષે ધીમે ધીમે આ રકમમાં વધારો કરી શકો છો. તેનાથી તમારા પરનું દેવું ભારણ પણ ઓછું થશે.
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन