Home /News /business /ઉમંગ એપ્લિકેશન પરથી PF થી લઈને LPG સિલિન્ડર બુકિંગ સુધીના તમામ કામ કરો
ઉમંગ એપ્લિકેશન પરથી PF થી લઈને LPG સિલિન્ડર બુકિંગ સુધીના તમામ કામ કરો
ઉમંગ એપ
આ એપ્લિકેશન એન્ડ્રોઇડ, ios અને તમામ વેબ બ્રાઉઝર્સ પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલય(MeitY) તથા રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવીઝન દ્વારા બનાવવામાં આવી છે.
ઉમંગ એપ્લિકેશન ખૂબ જ કામની એપ્લિકેશન છે. આ મોબાઈલ એપ્લિકેશનમાં તમને પ્રોવિડન્ટ ફંડ (PF), ડિજિલોકર (DigiLocker), એનપીએસ (NPS), એલપીજી સિલિન્ડરની બુકિગ, પાન કાર્ડ (PAN), યૂટિલિટી બિલ જેવી અનેક સેવાઓનો લાભ મળે છે. ઉમંગ એપ્લિકેશનની મદદથી તમે એક જગ્યા પરથી 21,499 પ્રકારની સરકારી યૂટિલિટી સેવાઓનો ઉપયોગ કરી શકો છો. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ, ios અને તમામ વેબ બ્રાઉઝર્સ પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલય(MeitY) તથા રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવીઝન દ્વારા બનાવવામાં આવી છે.
ઉમંગ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી- એન્ડ્રોઇડ ફોન યૂઝર્સ પ્લે સ્ટોર અને આઈફોન યૂઝર્સ એપ સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. યૂઝર્સ 9718397183 પર મિસ્ડ કોલ કરીને એપ્લિકેશનની લિંક મેળવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે https://web.umang.gov.in લિંક રિડાયરેક્ટ કરે છે.
ઉમંગ એપ્લિકેશનની મદદથી ઘરે બેઠા અનેક કામ કરી શકો છો- ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ અલગ અલગ પ્રકારની સેવાઓનો લાભ લેવા માટે અન્ય બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. આ એપ્લિકેશનની મદદથી પ્રોવિડન્ટ ફંડ(PF), ડિજિલોકર (DigiLocker), એનપીએસ (NPS), એલપીજી સિલિન્ડરની બુકિગ, પાન કાર્ડ (PAN), યૂટિલિટી બિલ જેવી અનેક સેવાઓને સરળતાથી એક્સેસ કરી શકાય છે.
LPG સિલિન્ડર બુકિંગ- ઉમંગ એપ્લિકેશનની મદદથી ભારત, ઇન્ડેન અને એચપી સહિત દરેક કંપનીઓના સિલિન્ડર બુક કરી શકાય છે.
PF ખાતાધારકો માટે ઉમંગ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી- PF એકાઉન્ટ હોલ્ડર્સ ઉમંગ એપ્લિકેશન પરથી થોડીક જ સેકન્ડોમાં તેમનું કામ પૂર્ણ કરી શકે છે. ઉમંગ એપ્લિકેશન પર PF સાથે જોડાયેલ 10થી વધુ પ્રકારની સર્વિસનો લાભ મળી રહ્યો છે. આ એપ્લિકેશનની મદદથી તમે સરળતાથી પીએફ એકાઉન્ટનું બેલેન્સ જાણી શકો છો. ઉમંગ એપની મદદથી 10C ફોર્મ, પાસબુક, ક્લેમ રેજ, ટ્રૈક ક્લેમ, યૂએએન એક્ટિવેશન વગેરે કામ કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર