Home /News /business /ઘરનું ઘર લેવાનું સપનું થયું મોંઘું! જાણો, હોમ લોન ચૂકવતી વખતે વ્યાજનું ભારણ કેવી રીતે ઘટાડવું?

ઘરનું ઘર લેવાનું સપનું થયું મોંઘું! જાણો, હોમ લોન ચૂકવતી વખતે વ્યાજનું ભારણ કેવી રીતે ઘટાડવું?

ઘરનું ઘર લેવાનું સપનું થયું મોંઘું! જાણો, હોમ લોન ચૂકવતી વખતે વ્યાજનું ભારણ કેવી રીતે ઘટાડવું

How to Reduce Interest Burden: એક તરફ વ્યાજ દર સતત વધી રહ્યા છે ત્યારે તમારું બજેટ પણ ખોરવાયું હશે. તેવામાં ખિસ્સા પરનું ભારણ ઓછું કરવા માટે તમે કેટલીક ટ્રિક્સનો ઉપયોગ કરી શકો છો. આ રીતે તમારા ઘણાં રુપિયા બચી જશે.

    હોમ લોન લેનારાઓએ તેમના સમાન માસિક હપ્તા (EMI)માં વધુ ખર્ચ કરવો પડશે, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની નાણાંકીય નીતિ સમિતિ (MPC)એ તેના તાજેતરના નીતિ બેઠકના નિર્ણયમાં રેપો રેટમાં વધારો (RBI Repo Rate Hike) કર્યો હતો, મુખ્ય વ્યાજ દર જેના પર કેન્દ્રીય બેંક અન્ય બેંકોને નાણાં આપે છે. આ વધારા અને અગાઉના ચાર વધારા સાથે એકંદરે ધિરાણદરમાં 225 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે.

    આ પણ વાંચોઃ Business Idea: માત્ર 50 હજારથી શરુ કરો LED બલ્બનો બિઝનેશ, રૂપિયા એટલા મળશે કે ખિસ્સામાં નહિ સમાય

    બેંકો માટે ધિરાણના દરો સીધા આ રેપો રેટ (Repo Rate) સાથે જોડાયેલા છે. તાજેતરમાં ઉધાર ખર્ચમાં વધારા વચ્ચે તેઓએ ગ્રાહકોને મોટો દર વધારો આપ્યો છે. તો શું કોઈ એવો રસ્તો છે કે જે ઉધાર લેનારાઓને કેટલાક પૈસા બચાવવામાં મદદ કરી શકે છે? હોમબાયર્સે હવે તેમની લોન પરના ઊંચા વ્યાજના ખર્ચનો ભાર ઓછો કરવા માટે તેમની સ્ટ્રેટેજી ફરીથી બનાવવી પડશે. જ્યાં સુધી લોનની મુદતમાં વધારાની વાત છે, ત્યાં સુધી વધુ વધારા માટે હવે કોઈ અવકાશ નથી. જો લોન લેનારાઓ હવે લાંબી મુદત પસંદ કરે છે, તો પછી વ્યાજ ઘણું વધારે હશે. આથી, લોનલેનારાઓએ આ વિકલ્પો અપનાવવા જોઈએ.

    EMI વધારવાનો ઓપ્શન


    પૈસાબજારના સીઈઓ અને કો-ફાઉન્ડર નવીન કુકરેજાના જણાવ્યા અનુસાર, હાલના હોમ લોન લેનારાઓએ તેમના ધિરાણકર્તાઓની સંમતિથી જ્યારે પણ તેમના વ્યાજ દરમાં વધારો કરવામાં આવે છે, ત્યારે ઇએમઆઈ વધારવાના વિકલ્પની પસંદગી કરવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, "ઈએમઆઈ વધારવાના વિકલ્પની પસંદગી કરવાથી કાર્યકાળ વધારવાના વિકલ્પ કરતા વ્યાજનો ખર્ચ ઓછો થશે."

    આ પણ વાંચો:ફર્ટિલાઈઝર સેક્ટર પર સરકાર મહેરબાન, વધું 1.09 કરોડ રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત

    વ્યાજની ચુકવણીનો ભાર ઘટાડવા માટે લોન લેનારાઓ દર વર્ષે ઇએમઆઈની રકમમાં 5 ટકાનો વધારો પણ કરી શકે છે. તેઓ આ વધારાને પગારમાં વધારા સાથે અથવા કોઈપણ અન્ય વાર્ષિક બોનસ પ્રાપ્ત કરવા પર અલાઇન કરી શકે છે. આ ઉપરાંત તેઓ દર વર્ષે એક વધુ EMI (સામાન્ય ઈએમઆઈની સંખ્યા કરતા) ચૂકવી શકે છે. આ બંનેનું સંયોજન કરવા પર એટલે કે દર વર્ષે એક વધારાનો ઈએમઆઈ ચૂકવવા સાથે-સાથે દર વર્ષે ઈએમઆઈની રકમમાં 5 ટકાનો વધારો કરવો. વ્યાજનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.

    પ્રી-પેમેન્ટ


    નિષ્ણાંતોનું માનવું છે કે વધતા જતાં વ્યાજદરના વાતાવરણમાં હોમ લોન અથવા હાઉસિંગ લોનને પ્રિપેર કરી રાખવી હંમેશા વધુ સારી છે, કારણ કે તે ઝડપથી દેવું ભરવા, વ્યાજના ખર્ચ પર નાણાં બચાવવા અને ઇએમઆઈ ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો કે, તે કોસ્ટ-બેનિફિટી એનાલિસીસ પર આધારિત હોવું જોઈએ.

    જો પૂર્વ ચુકવણીથી તમે વધારે વ્યાજ બચાવી શકશો નહીં. જેમ કે ધિરાણલેનારાઓ લોનના સમયગાળામાં પાછળથી પ્રિ-પેમેન્ટ કરે છે, તો તેઓ પ્રિ-પેમેન્ટ કરવાની તકના ખર્ચને ધ્યાનમાં લેવા માંગે છે અથવા ભંડોળને એવા રોકાણમાં મૂકવા કે જે લોનને પ્રિ-પેમેન્ટ કરવાથી થતી બચત કરતાં વધુ વળતર પૂરું પાડે છે.

    આ પણ વાંચોઃ IPO Alret: મર્સિડીઝ, હોન્ડા કાર વેચતી આ કંપનીનો IPO તમને કરી શકે માલામાલ, જાણો ક્યારે થશે લોન્ચ

    લોનને બીજા લેન્ડરને ટ્રાન્સફર કરો અને ઓવરડ્રાફ્ટ વિકલ્પ પસંદ કરો


    હાલની હોમ લોન લેનારાઓ કે જેમની પાસે બાકીનો સમયગાળો વધુ હોય તેઓ તેમની હાલની હોમ લોન પણ ઓછા વ્યાજે અન્ય ધિરાણકર્તાને ટ્રાન્સફર કરી શકે છે અને પછી હોમ લોન સેવર/ઓવરડ્રાફ્ટ વિકલ્પની પસંદગી કરી શકે છે. ઓવરડ્રાફ્ટ વિકલ્પ હેઠળ હોમ લોન ઋણ લેનાર માટે તેની વધારાની રકમ જમા કરાવવા માટે બચત અથવા ચાલુ ખાતું ખોલવામાં આવે છે અને તે હોમ લોન એકાઉન્ટ સાથે જોડાયેલું હોય છે. બાકી લોનની રકમમાંથી બચત/કરન્ટ એકાઉન્ટમાં સાચવેલી બેલેન્સ બાદ કર્યા બાદ હોમ લોનના વ્યાજ ખર્ચની ગણતરી કરવામાં આવે છે. આનાથી લોન લેનાર માટે વ્યાજની કિંમત ઓછી થઈ શકે છે. જ્યારે પણ કોઈ પણ ભંડોળની જરૂરિયાત ઊભી થાય ત્યારે વ્યક્તિ બચત/ચાલુ ખાતામાંથી ઉપાડ કરવા માટે સ્વતંત્ર છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    First published:

    Tags: Business news, Home loan EMI, Interest Rate, Personal finance

    विज्ञापन