Home /News /business /Home Loanનો બોજો ઘટાડવા બસ આટલા સ્ટેપ્સ ફોલો કરો, પછી વધતા વ્યાજદરની ચિંતા કોરી નહીં ખાય

Home Loanનો બોજો ઘટાડવા બસ આટલા સ્ટેપ્સ ફોલો કરો, પછી વધતા વ્યાજદરની ચિંતા કોરી નહીં ખાય

તમારી હોમ લોનનું ભારણ આ રીતે સાવ ઓછું થઈ જશે.

How to Reduce Home Loan Burden: મોંઘવારીની સાથે સાથે છેલ્લા કેટલાક મહિનાથી હોમ લોનના વ્યાજ દર પણ સતત વધી રહ્યા છે અને તેની સાથે સાથે ઈએમઆઈનો બોજો પણ વધી રહ્યો છે. તેવામાં જો તમારે આ બોજો ઓછો કરવો હોય તો એક્સપર્ટ જણાવે છે તે મુજબ પ્લાન કરશો તો રાહત જરુર મળશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાથી સતત બેંકની લોનના વ્યાજ દર વધી રહ્યા છે. તેવામાં સૌથી વધુ ચિંતા હોમ લોન ધારકોને થતી હોય છે. કોરોના યુગમાં સસ્તી હોમ લોનના કારણે અનેક લોકોએ પોતાના ઘરના ઘરનું સપનું પૂરું કર્યું હતું. પરંતુ હવે વધતા વ્યાજ દર ખિસ્સા પર ભારણ વધારી રહ્યા છે તો બીજી તરફ મોંઘવારી પણ સામાન્ય માણસને પોતાના અજગર ભરડામાં દબાવી રહી છે. તેવામાં સામાન્ય વ્યક્તિ શું કરે કે તેનું ભારણ ઓછું થાય આ અંગે આર્થિક નિષ્ણાતોએ કેટલીક સલાહ આપી છે જેને અનુસરીને તમે પણ હોમ લોનનો ભાર ઓછો કરી શકો છો.

    આ પણ વાંચોઃ કમાણીની સીઝન આવી; આ સપ્તાહમાં ખૂલશે એક સાથે ત્રણ IPO, કેમાં વધુ ફાયદો મળી શકે? જાણો

    મે મહિનાથી રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લે સપ્ટેમ્બરમાં રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટના વધારા સાતે હવે રેપો રેટ 5.90 ટકા પર પહોંચી ગયો છે. જે બાદ મોટાભાગની બેંકો જેવી કે આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક અને એચડીએફસી લિમિટેડ જેવી બેંકો અને એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ જેવી ફાઇનાન્સ કંપનીઓએ પોતાના હોમ લોનના વ્યાજ દરો અપડેટ કર્યા છે. તેવામાં તમે સસ્તા વ્યાજ દરે હોમ લોન ઓફર કરતી બેંકમાં તમે પોતાની હોમ લોન ટ્રાન્સફર કરી શકો છો.

    હોમ લોનના દર ઘટાડી શકાય છે


    જો તમે ઈચ્છો તો હોમ લોનના દરમાં થોડો ઘટાડો કરી શકો છો. તેનાથી તમારો EMI બોજ થોડો ઓછો થશે. નીચે આપેલ ત્રણ રીતે તમે હોમ લોનના દર ઘટાડી શકાય છે.

    આ પણ વાંચોઃ પેની સ્ટોકમાં રોકાણ કરવું કેટલું યોગ્ય? આટલી બાબતોનું ધ્યાન રાખશો તો કમાણીની શક્યતા વધી જશે

    નિયમિત પ્રિપેમેન્ટ કરતાં રહ્યો


    લોન લેવાના શરૂઆતના વર્ષોમાં તમારે તમારા વ્યાજના વધુ પૈસા ચૂકવવા જોઈએ. તેને લોન પ્રિપેમેન્ટ કહેવામાં આવે છે. વધુ પ્રિપેમેન્ટ તમારા બાકી મુદ્દલને ઘટાડશે. તેનાથી તમારું વ્યાજ પણ ઘટી જશે. કેટલીક બેંકો પ્રિપેમેન્ટ ચાર્જ વસૂલે છે પરંતુ તેનાથી તમારી લોન સસ્તી થઈ જશે.

    બેલેન્સ ટ્રાન્સફર કરાવો


    જો તમને લાગે કે તમારી વર્તમાન બેંક અન્ય બેંકોની તુલનામાં વધુ વ્યાજ દર વસૂલ કરી રહી છે તો જ બેલેન્સ ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરો. મોટાભાગની બેંકો હોમ લોન બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા આપે છે જેના દ્વારા તમે તમારું લોન એકાઉન્ટ એવી બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો જે ઓછા વ્યાજ દર ઓફર કરે છે.


    ટૂંકા ગાળાની લોન લેવી જોઈએ


    જો તમે લાંબા સમય માટે લોન લો છો તો તમારો EMI નાનો હશે પરંતુ એકંદરે તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે. જે લોનની એકંદર કિંમતમાં વધારો કરે છે. તેનાથી બચવા માટે ટૂંકા ગાળા માટે લોન લેવી જોઈએ. આનાથી તમારો EMI વધી શકે છે પરંતુ ચૂકવવું પડતું વ્યાજ ઓછું રહેશે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Cheapest home loan banks, Home loan EMI, Personal finance

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन