FASTagની ખરીદી અને રિચાર્જ કરવું છે આસાન, જાણો ક્યાંથી ખરીદશો અને કેવી રીતે થશે રિચાર્જ

FASTagની ખરીદી અને રિચાર્જ કરવું છે આસાન, જાણો ક્યાંથી ખરીદશો અને કેવી રીતે થશે રિચાર્જ
પ્રતિકાત્મક તસવીર

FASTag ક્યા ક્યાથી ખરીદી શકાય, નહીં લગાડ્યો હોય તો હવે કેટલો દંડ ભરવો પડશે વગેરે જેવી જરૂરી માહિતી

  • Share this:
    કેન્દ્ર સરકારે પહેલી જાન્યુઆરીથી ફાસ્ટેગ (FASTag) દ્વારા ટોલ ટેક્સ વસૂલવાનું ફરજિયાત કર્યું છે. તેના માટે ટોલ પર ફાસ્ટેગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો પહેલી જાન્યુઆરી સુધીમાં કોઈ વ્યક્તિ પોતાની કારમાં આ ફાસ્ટેગ નહીં લગાવે તો તેને ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. ફાસ્ટેગની માન્યતા ખરીદી પછી 5 વર્ષ સુધીની છે. તમારે આ સમયગાળા દરમિયાન તેને રિચાર્જ કરાવતા રહેવું પડશે. તો ચાલો જાણીએ કે ફાસ્ટેગ કેવીરીતે ખરીદી કે રિચાર્જ કરી શકાય.

    ફાસ્ટેગ ખરીદવા માટે myfastag appની મદદથી બેંક અકાઉન્ટ લિંક કરી શકાય છે. તેમાં યુઝરે વ્હિકલ રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે, ત્યારબાદ ફાસ્ટેગ એક્ટિવેટ થઈ જશે. એપ પર યૂપીઆઈ પેમેન્ટ દ્વારા યુઝર પોતાના ફાસ્ટેગને રિચાર્જ કરી શકે છે. ફાસ્ટેગને નેટબેંકિંગ, ક્રેટિડ/ડેબિટ કાર્ડ, યૂપીઆઈ અને અન્ય રીતે પણ રિચાર્જ કરી શકાય છે.



    આ પણ વાંચો : દીકરીના લગ્ન માટે આ રાજ્ય સરકાર આપશે 10 ગ્રામ સોનું, જાણો આ સરકારી યોજના વિશે

    તેને પેટીએમ પરથી પણ ખરીદી શકાય છે. પેટીએમ પર વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અપલોડ કરીને નવા ફાસ્ટેગ માટે અરજી કરી શકાય છે. તમામ ફાસ્ટેગ ગ્રાહકોને ટોલ પેમેન્ટ કરવા પર 2.5 ટકાનું કેશબેક પણ મળશે.

    આ સિવાય ફાસ્ટેગ ક્યાં ક્યાંથી ખરીદી શકાય તે તમને જણાવી દઈએ
    • નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પરથી
    • SBI, HDFC, ICICI સહિતની બેંક પરથી

    • ઓનલાઈન પ્લેટફોર્મ પેટીએમ, એમેઝોન પરથી

    • ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પમ્પ પરથી પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.


    ફાસ્ટેગ ખરીદવા માટે કયાં કયાં દસ્તાવેજોની જરૂર પડે છે તે પણ જોઈ લઇએ

    1 . ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ

    2 . ગાડીના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

    3 . ગાડીના માલિકના KYC ડોક્યુમેન્ટ, જેમ કે, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ

    ફાસ્ટેગ ખરીદતી વખતે આ તમામ દસ્તાવેજોની ઓરિજનલ કોપી સાથે રાખવી જરૂરી છે.

    આ પણ વાંચો :  PAN કાર્ડને Aadhaar સાથે લિંક નથી કર્યું તો લાગી શકે છે 10,000 રૂપિયાનો દંડ, જાણી લો અંતિમ તારીખ

    ફાસ્ટેગ સંબંધિત સમસ્યાઓ માટે હેલ્પલાઈન નંબર

    ફાસ્ટેગને લગતી ઘણી સમસ્યાઓ હોઈ શકે જેમ કે, ફાસ્ટેગ યોગ્ય રીતે સ્કેન ન થયું હોય, ફાસ્ટેગ તૂટી જાય, અથવા અકાઉન્ટમાં પૈસા હોય તો પણ ટોલ ચૂકવવામાં સમસ્યા થતી હોય તો તમે એક ફોન કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો. નેશનલ હાઈવે ઓથોરિટીના નેશનલ હેલ્પલાઈન નંબર 1033 પર કોલ કરીને, અથવા હાઈવે ઓથોરિટીની વેબસાઈટ www.ihmcl.com અથવા MyFastTag મોબાઈલ એપ દ્વારા તમે ફાસ્ટેગ સાથે જોડાયેલી સમસ્યા વિશે જણાવી શકો છો.
    Published by:Jay Mishra
    First published:December 12, 2020, 16:47 pm