Home /News /business /50 વર્ષે નિવૃત્તિ લઈને દુનિયા ફરવા 30 વર્ષે જ આ રીતે પ્લાનિંગ કરો અને પછી જીવો મજાની લાઈફ
50 વર્ષે નિવૃત્તિ લઈને દુનિયા ફરવા 30 વર્ષે જ આ રીતે પ્લાનિંગ કરો અને પછી જીવો મજાની લાઈફ
પહેલી નોકરી સાથે જ આ રીતે પ્લાનિંગ કરો 40 પાર કરશો ત્યાં નોકરી કરવાની જ જરુરિયાત નહીં રહે.
How to become Financially Independent: જો તમારે નાની ઉંમરે નોકરીમાંથી નિવૃત્તિ લઈ લેવી હોય કે પછી એવું ઈચ્છતા હોવ કે અચાનક નોકરી ચાલી જાય તો પણ તમને આર્થિક રીતે કોઈ તકલીફ ન પડે તો પહેલી નોકરીની શરુઆત સાથે જ આ પ્રમાણે પ્લાનિંગ કરો. તેમાં પણ ખાસ કરીને તમારી ઉંમર 30 પ્લસ પહોંચી ગઈ હોય તો હવે ઉતાવળ કરજો પાછળની જીંદગી મસ્ત નીકળશે.
પહેલાની સરખામણીએ હાલના સમયે યુવાનો માટે નોકરીની તકો ખુબ વધારે છે. હવે કારકિર્દીલક્ષી યુવાનો પહેલાની જેમ એક જ નોકરીમાં લાંબો સમય જોડાયેલા રહેતા નથી. વધુ અનુભવ અને સારું પેકેજ મેળવવા માટે તેઓ થોડા વર્ષોમાં જોબ બદલતા હોય છે. ત્યારે કરિયર ફોક્સ્ડ હોવામાં કોઈ જ ખરાબી નથી. પરંતુ કરિયરની સાથે સાથે બચત અને ઇન્વેસ્ટમેન્ટ (saving and investment) પર ધ્યાન આપવું એટલું જ જરૂરી છે.
જો તમારી ઉંમર 20 કે 30 વર્ષની આસપાસ હોય અને તમે તમારી પહેલી કે બીજી નોકરી કરી રહ્ય હોવ તો તમારે તમારા પર્સનલ ફાઇનાન્સ (personal finance) બાબતે પણ સિરિયસ થવાની જરૂર છે. તમારે તમારી સેલરીનો એક ભાગ સ્ટોક્સ કે રોકાણના અન્ય વિકલ્પોમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે.
ફાઇનાન્શિયલ આર્ટિસ્ટના ફાઉન્ડર મહર ધામોઢીવાલાનું કહેવું છે કે, નાની ઉંમરમાં તમારા પર જવાબદારીઓ ઓછી હોય છે ત્યારે તમે તમારી કમાણીનો 60 થી 80 % હિસ્સો શેરમાં ઇન્વેસ્ટ કરી શકો છો.
તેમણે કહ્યું હતું કે, લાંબા ગાળાના શેરોમાં રિટર્ન ઈન્ફ્લેશનના રેટ કરતા વધારે હોય છે. 20થી 30 વર્ષના હોવ ત્યારે તમારી પાસે શેરોમાં ઇન્વેસ્ટ કરવા માટેની વધુ ને વધુ તકો હોય છે.
મુંબઈ અને બેંગ્લોર જેવા શહેરોમાં લોકોનો જીવનખર્ચ ખુબ વધારે હોય છે. ઘરના ભાડાં ચૂકવવાનો કે ઘરથી ઓફિસ જવાનો ખર્ચ વધુ થતો હોય છે. તેમ છતાં તેઓએ ઇન્વેસ્ટમેન્ટ વિશે બેદરકાર ના રહેવું જોઈએ. તેમણે સેલરીનો થોડોક હિસ્સો તો શેર્સમાં રોકવો જ જોઈએ.
રિયલ એસ્ટેટની જગ્યાએ શેર અને ડેબ્ટમાં ઇન્વેસ્ટ કરવું વધુ યોગ્ય
ગેઇનીંગ ગ્રાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સની કો ફાઉન્ડર ક્ષિતિજા શેતે કહે છે કે, નાની ઉંમરમાં રિયલ એસ્ટેટની જગ્યાએ શેર અને ડેબ્ટમાં ઇન્વેસ્ટ કરવું વધુ યોગ્ય છે. તેમણે કહ્યું કે જો તમારી પાસે એવા પૈસા હોય જેને તમે ગમે ત્યારે વાપરી શકો તો તેનાથી તમારો આત્મવિશ્વાસ ઉંચાઈ પર રહે છે. તમે વધુ સારા કરિયર માટે જોબ બદલવાનું જોખમ પણ લઇ શકો છો. તમે વિદેશ જવા વિશે પણ વિચારી શકો છો
તેઓ વધુમાં જણાવે છે કે, નાની ઉંમરમાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવાથી તમે તે પ્રોપર્ટી સાથે બંધાઈ જાઓ છો. તમારો પરિવાર વધતા તમે નવી મોટી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકતા નથી અથવા લોકેશન બદલવામાં તમને તકલીફ પડી શકે છે.
મની મંત્રાના ફાઉન્ડર વિરલ ભટ્ટે કહ્યું કે, યુવા પેઢી લક્ઝરી ચીજવસ્તુઓ પર ખુબ ખર્ચ કરે છે. જેમાં ઘણા ટાળી શકાય છે. તેઓ કહે છે કે, ખર્ચ કરવામાં કઈ ખોટું નથી પણ વધુ ખર્ચ કરવી ખોટી ટેવ છે.
વધુ ખર્ચ કરવાની આદતના કારણે ઘણીવાર લોકોને લોન લેવાની જરૂર પડી જાય છે. આજકાલ ઇન્સ્ટન્ટ લોન એપ આવી ગઈ હોવાથી વેકેશન માણવાથી લઇને ઘરનું રેન્ટ ચૂકવવા માટે પણ લોન મળી જતી હોય છે. પરંતુ આ લોન ખુબ જ મોંઘી હોય છે. સમય પર લોન પુરી ન કરી શકો તો તે તમારા પર ખુબ મોટો બોજ બની જતી હોય છે. તમારે બાય-નાઉ-પે-લેટર (Buy-Now-Pay-later) જેવી ઓફરોથી પણ બચવું જોઇએ
લેડર7 ફાઇનાન્શિયલ એડવાઇસર્સના ફાઉન્ડર સુરેશ સદગોપન કહે છે કે, એજ્યુકેશન માટે લોન (education loan) લેવી ઠીક વાત છે, પરંતુ મોબાઈલ ખરીદવા કે રજાઓ માણવા માટે લોન લેવી એ બિલકુલ યોગ્ય નથી. જો તમને દરેક નાની મોટી બાબતો માટે લોન લેવાની આદત પડી ગઇ તો તમે આર્થિક રીતે ક્યારેય સ્વતંત્ર થઇ શકશો નહીં.
આર્થિક સ્વાતંત્ર્યનો અર્થ એ છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ સતત વધવું જોઈએ. આવું ત્યારે જ થશે જયારે કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી માટે તમારી પાસે ઇમર્જન્સી ફંડ તૈયાર હશે. તમારી પાસે કમસેકમ 3 થી 6 મહિના ચાલી શકે તેટલું ઇમર્જન્સી ફંડ હોવું જોઈએ. જેથી કોઈ પણ ઇમર્જન્સીની સ્થિતિમાં તમારે તમારા મ્યુચ્યુઅલ ફંડની SIP રોકવાની જરૂર નહી પડે. તમારે કોઇ પાસે ઉધાર પણ માંગવું નહિ પડે.
નાની ઉંમરમાં ઇન્શ્યોરન્સ ખરીદવું પણ એટલું જ મહત્વનું છે. તમારી પાસે લાઇફ ઇન્શ્યોરન્સની સાથે સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પણ હોવું જોઈએ. જેથી અચાનક બીમાર પડી જાવ તો તમારે તમારી બચતની રકમમાંથી મેડિકલના બિલ ન ભરવા પડે. સદગોપન કહે છે કે, જો તમને કંપની તરફથી મેડીક્લેમ મળ્યો હોય તો પણ તમારે પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સ અવશ્ય લેવો જોઈએ
સદગોપન ઉમેરે છે કે, તમારે શરૂઆતમાં સેલરીનો મિનિમમ 10% હિસ્સો લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ માટે અલગ જ રાખવો જોઈએ. ધીરે ધીરે વધતા આ હિસ્સો 30 % કે તેથી વધુ થવો જોઈએ. જો તમને ઇન્વેસ્ટમેન્ટની બાબતો સમજવામાં મુશ્કેલી થતી હોય તો તમે કોઈ સારા ફાઇનાન્શિયલ એડ્વાઇસરની મદદ લઇ શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર