નથી ચૂકવી શકતા હોમ લોનની EMI, તો અપનાવો આ રીત, દૂર થશે તમારી પરેશાની

News18 Gujarati
Updated: December 22, 2019, 10:34 PM IST
નથી ચૂકવી શકતા હોમ લોનની EMI, તો અપનાવો આ રીત, દૂર થશે તમારી પરેશાની
ફાયનાન્શિયલ મુશ્કેલીના સમયમાં ઈએમઆઈ ભરવાના કેટલાક વિકલ્પ

જ્યારે પણ નોકરી છૂટી જાય ત્યારે હોમ લોનની EMI ભરવામાં મુશ્કેલી ઉભી થઈ જાય છે, તો જોઈએ કેટલાક વિકલ્પ - જે તમને મુશ્કેલીના સમયમાં મદદ આવી શકે છે.

  • Share this:
દર મહીને હોમ લોનની EMI ભરવી દરેક માટે માથાના દુખાવાથી ઓછી નથી. EMIના હિસાબે દર મહિને બજેટ બનાવવાનું ઘણા લોકોને મુશ્કેલ થઈ જાય છે. એવામાં તમારે એ જાણવું જરૂરી છે કે, દર મહિને EMI ચૂકવવા માટે તમારી પાસે કયો વિકલ્પ રહેલો છે. તો જોઈએ તેના વિશે

કરી શકો છો ઈમરજન્સી ફંડનો ઉપયોગ
સામાન્ય રીતે હોમ લોન EMI ભરવામાં સૌથી મોટો પ્રોબલમ પર્યાપ્ત આવકનો સ્ત્રોત હોય છે. આ મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે નોકરી છૂટી જાય અને આવકનો કોઈ સ્ત્રોત ન હોય. એવામાં જો તમે સેવિગ્સ એકાઉન્ટમાં EMI જેટલી રકમ અથવા એફડી જેવા ડેટ ઈન્સ્ટ્રૂમેન્ટ્સમાં રોકાણ કરી એક ઈમરજન્સી ફંડ બનાવી શકો છો. તમારે આ ઈમરજન્સી ફંડ ભેગુ કરવા માટે તમારી માસિક ઈન્કમમાંથી દર મહિને 6 ટકા રકમ ભેગી કરો.

લોન ઈન્સ્યૂરન્સ પણ છે વિકલ્પ
હાલના સમયમાં તમને સરળતાથી લોન ઈન્સ્યૂરન્સ પ્લાન મળી શકે છે, જે તમને સમયસર EMI પેમેન્ટ કરવામાં મદદ કરી શકે છે. તમારા માટે આ વિકલ્પ સારો રહેશે કે હોમ લોન લેતા સમયે જ આ વિકલ્પ જરૂર વિચાર કરો. નોકરી છૂટે તો, આ ઈન્સ્યોરન્સ તમારી ઘણી મદદ કરી શકે છે. તેના માટે લોન, પ્રોટક્શન ઈન્સ્યોરન્સ પ્લાન શોર્ટ ટર્મ માટે એક સારો વિકલ્પ છે.

એસેટ ફંડથી પણ રકમ ભેગી કરી શકો છો. ફંડ કેટલીક વખત એવું પણ થાય છે કે, તમારી પાસે સેવિંગ્સ પણ ખતમ થઈ ગઈ છે, અને લોન રિપેમેન્ટની સ્થિતી પણ નથી તો તમારા માટે જરૂરી છે થોડી કેશ ભેગી કરવી, તેના માટે બીજા વિકલ્પ પર ધ્યાન આપવું આ સમયે સોનું, કાર અથવા બીજી વસ્તુ વેચવાનો વિચાર કરવો જોઈએ.લેન્ડર સાથે વાત કરવા પર પણ મળી શકે છે રસ્તો

જો તમે કોઈ વ્યાજબી કારણોસર EMI પેમેન્ટ નથી કરી શકતા તો તમારે તમારા લેન્ડર સાથે વાત કરવી જોઈએ. તમે લેન્ડરને રિકવેસ્ટ કરવાની કોશિસ કરી શકો છો કે તે થોડા સમય માટે લોન રિપેમેન્ટ શરૂ કરે. તેના માટે લેન્ડરને મનાવવા માટે તમારે જૂનો રેકોર્ડ દેખાડવો પડશે, કે તમે અત્યાર સુધી સારી રીતે લોનનું રિપેમેન્ટ સમય પર કર્યું છે. કેસ-ટૂ-કેસના આદાર પર તમારી ક્રેડિટ હિસ્ટ્રીના આધાર પર તમારી હાલની પરેશાની જોયા બાદ લેન્ડર કેટલાક વિકલ્પ આપી શકે છે.

- જેમાં પહેલો વિકલ્પ ગ્રેસ પ્રીરિયડનો હોય છે. ગ્રેસ પીરિયડમાં લેન્ડર તમને થોડા સમય માટે લોન રિપેમેન્ટની EMI ચૂકવવામાં રાહત આપી શકે છે. જેથી તમે થોડા સમય માટે રિપેમેન્ટની મુસ્કેલીમાંથી બહાર આવી શકો.

- લેન્ડર તમને લોન રિફાઈનેસિંગ અથવા રિસ્ટ્રક્ચરિંગનો વિકલ્પ પણ આપી શકે છે. તેમાં લેન્ડર લોનના સમયગાળાને વધારવાનું કહેતા EMIની રકમ ઘટી શકે છે.

- લેન્ડર તમને વ્યાજદરોમાં ઘટાડાનો ત્રીજો વિકલ્પ પણ આપી શકે છે. તેમાં લેન્ડર તમને કેટલીક શરતોની સાથે ઓછા વ્યાજદરનો વિકલ્પ આપી શકે છે.
First published: December 22, 2019, 10:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading