Video KYC: કઈ રીતે ઑનલાઈન બચત ખાતું ખોલાવી શકાય? કઈ બેંક આપે છે વીડિયો KYCની સુવિધા?

વીડિયો કેવાયસીના અનેક લાભ (પ્રતીકાત્મક તસવીર)

Video KYC: ખાનગી અને જાહેર ક્ષેત્રની કેટલીક બેન્કો (Banks) દ્વારા પોતાના ગ્રાહકોની ફેસિલીટી વધારવા અને તેમને એક સારો એક્સપિરીયન્સ આપવા માટે વીડિયો કેવાયસીની શરૂઆત કરવામાં આવી છે.

  • Share this:
મુંબઈ: આપણને ઘણીવાર બેન્કમાંથી માહિતગાર કરવામાં આવે છે કે તમારા એકાઉન્ટનું કેવાયસી (KYC) બાકી છે, કેવાયસી ફોર્મ ભરી તમારા એકાઉન્ટની એક્ટિવેટ કરો અ‍થવા કેવાયસી અપડેટ કરો. KYCનું પૂરું નામ Know Your Customer છે. તેને કોઇ પણ નાણાકીય સંસ્થામાં ખાતું ખોલાવવાની પ્રક્રિયાના એક ભાગ તરીકે ગ્રાહકની ઓળખ પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

ખાનગી અને જાહેર ક્ષેત્રની કેટલીક બેન્કો (Private and Public banks) દ્વારા પોતાના ગ્રાહકોની ફેસિલીટી વધારવા અને તેમને એક સારો એક્સપિરીયન્સ આપવા માટે વીડિયો કેવાયસીની શરૂઆત કરવામાં આવી છે. આ સુવિધાની મદદથી વ્યક્તિ સરળતાથી વિડીયો કેવાયસીના મધ્યમથી બચત ખાતું (Open saving account) ખોલાવી શકે છે.

બેંકમાં જવામાંથી મુક્તિ

વીડિયો કેવાયસી પ્રોસેસને કારણે હવે બેન્કમાં રુબરુ જઈને કરવી પડતી ફિજીકલ પ્રોસેસમાંથી વ્યક્તિને મુક્તિ મળે છે. આ સુવિધામાં સંપૂર્ણ કેવાયસી પ્રક્રિયાને વીડિયો મારફતે પૂર્ણ કરવામાં આવે છે. આ સુવિધા અંતર્ગત વ્યક્તિ વીડિયો મારફતે કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસના માધ્યમથી કોઈપણ સ્થાનેથી પોતાનું ખાતું બેન્કમાં ખોલાવી શકે છે. વીડિયો કેવાયસીની મદદથી આગળની તમામ પ્રક્રિયાઓ પણ સરળ બને છે અને વ્યક્તિના રજીસ્ટર્ડ એડ્રેસ પર ચેકબુક અને એટીએમ કાર્ડ પણ મોકલી આપવામાં આવે છે.

વીડિયો KYC: આ રીતે મેળવો લાભ

>> વીડિયો કેવાયસી પ્રક્રિયાનો લાભ મેલવવા માટે માન્ય મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, પાન કાર્ડ, આધાર કાર્ડ (મોબાઈલ નંબર સાથે લિંક કરેલો હોવો જરૂરી) અને ઈન્ટરનેટ કનેક્શન તથા માઈક્રોફોન અને કેમેરા સાથે કોમ્પ્યૂટર અથવા મોબાઈલ જરૂરી છે.

>> આ પ્રક્રિયામાં બેન્ક રિપ્રેઝન્ટેટિવના વીડિયો કૉલ, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર માટે UIDAI, NSDL અને OTP વગેરેથી વ્યક્તિની ઓળખ કરે છે.

>> કેમેરા, માઈક્રોફોન અને લોકેશન એક્સેસ કરવાની મંજૂરી આપો.

>> બેંક અધિકારીઓને અરજીકર્તાના ફોટો, ઓરિજનલ પાન અને સિગ્નેચરને વેરિફાય કરવા દો.

>> જ્યારે વીડિયો કેવાયસી સક્સેસફુલૂ પૂરી થઈ જાય છે ત્યારે અકાઉન્ટ જાતે જ એક્ટિવેટ થઈ જાય છે.

આ પણ વાંચો: SBI કે Post Office? જાણો શેમાં રોકાણ કરવાથી મળશે વધારે વ્યાજ

ખાતું એક્ટિવેટ થયા બાદ અરજદાર તેમાં ઓનલાઈન અથવા ઑફલાઈન મિનીમમ બેલેન્સ, એટીએમ કાર્ડ, નેટ અને મોબાઈલ બેન્કિંગ વગેરેની પ્રોસેસ કરી શકે છે. ઈન્ડિયન બેન્ક વીડિયો કેવાયસીની શરૂઆત કરનાર પ્રથમ જાહેર સાહસની બેન્ક બની છે.
First published: