Home /News /business /Child PPF Account: તમારા સંતાનો માટે પણ ખોલાવી શકો છો PPF એકાઉન્ટ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

Child PPF Account: તમારા સંતાનો માટે પણ ખોલાવી શકો છો PPF એકાઉન્ટ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

બાળકને મોંઘી ગિફ્ટ આપવાની જગ્યાએ તેમના નામનું પીપીએફ એકાઉન્ટ ખોલાવો મોટું થશે ત્યાં લાખોપતિ બની જશે.

Child PPF Account Open: જો તમે તમારા બાળકો માટે સેવિંગ કરવા માગો છો તો પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) સેવિંગ માટે ખૂબ સારો ઓપ્શન છે. જો તમે પણ તમારા બાળક માટે પીપીએફ એકાઉન્ટ ઓપન કરાવવા માગતા હોવ તો આવો તેના વિશે તબક્કાવાર સમજી લઈએ.

  નવી દિલ્હીઃ જો તમે સેવિંગ કરવાનો પ્લાન ધરાવો છો અને આ સેવિંગ તમારે પોતાના સંતાન માટે કરવું છે તો તેના નામથી પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એક સારો ઓપ્શન છે. આ યોજનામાં તમને તમારા રોકાયેલા રુપિયાની સિક્યોરિટી મળવા સાથે સારા એવા વ્યાજની કમાણી પણ થઈ શકે છે. આ સાથે જ આ સ્કીમમાં રોકાણ કરવામાં આવેલા રુપિયા અને તેના વ્યાજની આવક પર ટેક્સની છૂટ પણ મળે છે. જો તમે પોતાના સંતાનના નામ પર પીપીએફ એકાઉન્ટ ઓપન કરવા માગતા હોવ તો ખૂબ સહેલાઈથી કરી શકો છો.

  પરચૂરણની મામૂલી દુકાનથી શરું કરીને 1000 કરોડની બ્રાંડ બનાવા સુધી, જાણો પંસારીની સક્સેસ સ્ટોરી

  સૌથી પહેલા તો તમે કોઈપણ ઉંમરના બાળકના નામે પીપીએફ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. જ્યાં સુધી બાળકની ઉંમર 18 વર્ષ ન થઈ જાય ત્યાં સુધી તે એકાઉન્ટમાં તેના ગાર્ડિયન તરીકે તમે રુપિયા જમા કરાવી શકો છો. તેમજ 18 વર્ષ પૂર્ણ થવા પર બાળક પોતે પણ પોતાના એકાઉન્ટમાં રુપિયા જમા કરાવી શકે છે. આ સેવિંગથી તમારું બાળક જીવનની કેટલીક મહત્વપૂર્ણ જરુરિયાતો પૂરી કરી શકે છે જેમ કે તેના હાયર એજ્યુકેશનનો ખર્ચો, બિઝનેસ અથવા તો અન્ય કોઈ, જો તમે પણ તમારા સંતાન માટે પીપીએફ એકાઉન્ટ ઓપન કરવા માગો છો તો અહીં વિસ્તારથી તેના વિશે જાણો.

  Gold Silver rate today: સોનાની કિંમતોમાં ધરખમ 256 રુપિયાનો ઘટાડો, ચાંદી પણ તૂટ્યું

  PPF એકાઉન્ટના ફાયદા


  પીપીએફમાં લાંબા સમય માટે રોકાણ કરવામાં આવે છે. આ રોકાણની અવધી 15 વર્ષ સુધીની હોય છે. જો રોકાણકાર પોતાના સંતાન માટે શરુઆતથી જ આ યોજનામાં રોકાણ કરે છે તો તેમને ભવિષ્યમાં સારું રિટર્ન મળે છે. ઉદાહરણ તરીકે જો તમારા બાળકની ઉંમર 3 વર્ષ છે અને તમે બાળકના નામે 15 વર્ષ માટે પીપીએફ એકાઉન્ટ ઓપન કરો છો તો બાળક જ્યારે 18 વર્ષનો થાય ત્યારે તેનું આ એકાઉન્ટ પાકે છે અને તેને વધુ ફાયદો મળે છે. એટલે કે 18 વર્ષે તમારા સંતાનને એક સાથે મોટી રકમ મળે છે. જે તેના હાયર એજ્યુકેશન માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત અન્ય જરુરી કાર્યો માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. એટલું જ નહીં ઈચ્છો તો પીપીએફ એકાઉન્ટની મર્યાદાને આગળ પણ વધારી શકો છો. જેમ કે તમે તમારા સંતાન માટે પહેલા 5 વર્ષ માટે પીપીએફ એકાઉન્ટ ખોલાવ્યું હોય તો તમે તેની સીમા વધારી શકો છો અને આ વધારેલી સમય મર્યાદામાં રોકાણ કરી શકો છો. તેમજ જો રોકાણ નથી કરવું તો પણ આ એકાઉન્ટના પાકવાની સમય મર્યાદા વધારી શકો છો.

  એકથી વધુ વીમા પોલિસી લીધી છે? તો બંને કંપની પાસેથી વળતર કેવી રીતે મળે? સમજો

  ટેક્સમાં છૂટછાટ


  પીપીએફ એકાઉન્ટમાં રોકાણ કરવાવાળાને ટેક્સમાં છૂટ મળે છે. ગ્રાહકોને તેમાં રોકાણ કરવા પર 80સી અંતરગ્ત ટેક્સ રાહત મળે છે. તેમજ આ રોકાણ પર મળતા વ્યાજ અને પોલિસી પૂર્ણ થવા પર મળતી કૂલ રકમ પર પણ ટેક્સ ફ્રીની રાહત મળે છે.

  સંતાન માટે પીપીએફ કઈ રીતે ખોલાવશો  •  પીપીએફ માટે એપ્લાય કરવા માટે તમારે સૌથી પહેલા નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જવું પડશે.

  • અહીં તમારે પીપીએફ એકાઉન્ટ ઓપન કરવાનું ફોર્મ લેવું પડશે.

  • એપ્લિકેશન ફોર્મમાં માગવામાં આવેલી જાણકારીને ધ્યાનથી વાંચો.

  • એપ્લિકેશન ફોર્મમાં તમારી પાસેથી કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ માગવામાં આવશે.

  • એપ્લિકેશન ફોર્મના તે ડોક્યુમેન્ટ્સને અટેચ કરીને સંસ્થાના કર્મચારીઓને આપી દો.

  • ત્યારબાદ તમારું ફોર્મ અને સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સની યોગ્ય તપાસ કર્યા બાદ એકાઉન્ટ ખોલી દેવામાં આવશે.


  રિટાયમેન્ટ બાદ પણ નહીં થાય પૈસાની કમી! સિનિયર સિટીઝન્સ માટે કામની છે આ સ્કીમ

  પીપીએફ એકાઉન્ટ ખોલવા માટે જરુરી ડોક્યુમેન્ટ્સ


  આ એકાઉન્ટ ખોલવા માટે માઈનર બાળકના વાલીનું કેવાયસી જરુરી છે. તેની સાથે અન્ય ડોક્યુમેન્ટ્સમાં બાળકોનો ફોટો, બાળકનું વય પ્રમાણપત્ર જેમાં આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર ચાલશે.

  ઓછામાં ઓછું અને વધુમાં વધુ રોકાણ


  પીપીએફ એકાઉન્ટ ઓપન કરવા માટે ઓછામાં ઓછું રુ. 500 અને વધુમાં વધુ રુ. 1.5 લાખ જમા કરાવી શકો છો.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Investment in Post Office, Investment tips, PPF Account

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन