Home /News /business /Personal Finance: NPS Account ખોલવાની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ, ખૂબ જ સરળ છે આખી પ્રક્રિયા

Personal Finance: NPS Account ખોલવાની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ, ખૂબ જ સરળ છે આખી પ્રક્રિયા

એનપીએસમાં રોકાણકારોને હવે ગેરંટીડ રિટર્ન પ્રોગ્રામનો લાભ મળશે.

NPS account: જો તમે કલમ 80c હેઠળની લિમિટને સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી હોય, તો NPS તમને તમારા ટેક્સ બેનિફિટ વધારવામાં કરવામાં મદદ કરી શકે છે.

નવી દિલ્હી: નવું નાણાકીય (New financial Year) વર્ષ શરૂ થઈ ગયું છે. ટેક્સ બચત (Tax Savings) માટે હવે તમે નાણાકીય વર્ષ 2021-22 માટે કોઈ રોકાણ કરી શકશો નહીં. નવા વર્ષ માટે જે લોકો ટેક્સ બચાવવાનુ વિચારી રહ્યાં હોય તેમના માટે કેટલાક ટેક્સ સેવિંગ રોકાણો છે, જે તેઓ ઑનલાઇન કરી શકે છે. નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) એટલે કે એનપીએસ આવી જ એક સ્કીમ છે.

એડિશનલ ડિડક્શન માટે NPS


જો તમે કલમ 80c હેઠળની લિમિટને સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી હોય, તો NPS તમને તમારા ટેક્સ બેનિફિટ વધારવામાં કરવામાં મદદ કરી શકે છે. તે કલમ 80CCD (1B) હેઠળ રૂ. 50,000 ની વધારાની કપાત પૂરી પાડે છે. એનપીએસ એકાઉન્ટ ઓનલાઈન ખોલી શકાય છે. eNPS એકાઉન્ટ ખોલવા માટે અહીં સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા આપવામાં આવી છે.

રજીસ્ટ્રેશન કરો


પોર્ટલની મુલાકાત લો અને eNPS એકાઉન્ટ ખોલવા માટે તમારું રજીસ્ટ્રેશન કરો. (https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html > રજીસ્ટ્રેશન > નેશનલ પેન્શન સિસ્ટમ). જેમાં 18 થી 70 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિકો ટિયર-1 એટલે કે પ્રાઈમરી પેન્શન અકાઉન્ટ તેમજ ટિયર-II અથવા ઈન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ખોલી શકે છે.


અકનોલેજમેન્ટ નંબર


પ્રક્રિયાને ઓનલાઈન પૂર્ણ કરવા માટે તમારા આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ તરીકે આધારને પસંદ કરો. તમારો મોબાઈલ ફોન તમારા આધાર સાથે લિંક થયેલો હોય તેનું ધ્યાન રાખો, જેથી OTP જનરેટ થઈ શકે અને તમારી પર્સનલ ઈન્ફોર્મેશનનુ કન્ફોર્મેશન કરી શકાય. જો તમે તમારા મોબાઈલને તમારા આધાર સાથે લિંક કર્યો નથી, તો પહેલા તમારા નજીકના એનરોલમેન્ટ સેન્ટરની મુલાકાત લઈને આવું કરો.

તમે અકનોલેજમેન્ટ નંબર જનરેટ કરવા આગળ વધો તે પહેલાં તમારી બધી વિગતોની ચકાસણી કરો અને ખૂટતી માહિતી ઉમેરો. આ તમામ માહિતી SMS અથવા ઇમેઇલ દ્વારા પણ મોકલવામાં આવશે. હવે તમે આગળ વધી શકો છો અને નોંધણી પૂર્ણ કરી શકો છો અથવા અકનોલેજમેન્ટ નંબર ઉમેરીને પછીથી પણ નોંધણી પૂર્ણ કરી શકો છો. આ બાદ તમે તમારા બિઝનેસ અને બેંક ખાતાની વિગતો સહિત માંગવામાં આવેલી તમામ માહિતી આપવા માટે આગળ વધી શકો છો.


હવે તમારુ પેન્શન ફંડ મેનેજર પસંદ કરો


આ સ્ટેપ પ્રક્રિયામાં માત્ર એક ક્લેરિકલ સ્ટેપ નહીં પણ અતિ મહત્વનુ છે. અહીં તમારા પેન્શન ફંડનું સંચાલન કરવા માટે સાતમાંથી એક પેન્શન ફંડ મેનેજરની પસંદગી કરવાની રહે છે. તમે NPS ફંડમાં રોકાણ કરી શકો છો. સ્કીમ E (ઇક્વિટી), સ્કીમ G (સરકારી સિક્યોરિટીઝ), સ્કીમ C (કોર્પોરેટ ડેટ) અને સ્કીમ A (વૈકલ્પિક સંપત્તિ) ને પણ તમે પસંદ કરી શકો છો. અહીં એ બાબતનુ ધ્યાન રાખવું કે, કોઈ એક ફંડની પસંદગી કરતા પહેલા તમામ સાત ફંડ વિશે તમને પૂરતી માહિતી હોય અને તેમની લાંબાગાળાની કામગીરીથી તમે વાકેફ રહો.

આ પણ વાંચો: નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ સોનું થયું સસ્તું

ત્યારબાદ તમે ઓટો કે એક્ટિવ ચોઈસ પસંદ કરવા માંગો છો કે કેમ તેના પર નિર્ણય કરો. જો તમારી ઉંમર 50 વર્ષથી ઓછી છે, તો તમે બંને વિકલ્પો હેઠળ તમારા કોન્ટ્રીબ્યૂશનના મહત્તમ 75 ટકા ફાળવી શકો છો.

નોમિની પસંદ કરો


તમારે નોમિનીની પસંદગી કરવી પડશે, આ સાથે જ તમારા મૃત્યુના કિસ્સામાં તમારા નોમિનીને જે રકમ મળવાની છે તેનો હિસ્સો નક્કી કરવાનો રહેશે. ચુકવણી કરવા માટે આગળ વધવા માટે તમારા PAN, કેન્સલ ચેક અને સિગ્નેચરની સ્કેન કરેલી કોપીઝ અપલોડ કરવાની રહેશે.આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ એપ પર મળશે તમામ વિગત

ePRAN જનરેટ કરવા માટે પેમેન્ટ કરો


આની શરૂઆત કરવા માટે તમારે ટિયર-II એકાઉન્ટમાં મિનિમમ કોન્ટ્રીબ્યૂશન કરવાનું રહેશે. જો તમે ડિજિટલ મોડ એટલે કે ઈમેલ દ્વારા તમારું ePRAN કાર્ડ અને વેલકમ કીટ મેળવવાનું પસંદ કરો છો, તો આની માટે તમારે ફરજીયાત 18 રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. આની સરખામણીમાં ફિજિકલ મોડ્સ થોડા મોંધા હોઈ શકે છે અને તેની માટે તમારે વધારે ચૂકવણી કરી પડી શકે છે. તમે esign/OTP દ્વારા તમારી બધી વિગતોને ઓથેન્ટિકેટ કરવાનું પસંદ કરી શકો છો જે તમારા મોબાઈલ અને ઈમેલ પર મોકલવામાં આવશે. તમારું સબ્સ્ક્રાઇબર રજીસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરો. આ જ ફોર્મમાં તમારું ePRAN પણ છે. ભવિષ્યમાં NPS યોગદાન અને અન્ય વ્યવહારો કરવા માટે તમારે આ નંબરની જરૂર પડશે. તમે પોર્ટલ પરથી તમારું ePRAN કાર્ડ ડાઉનલોડ અને સેવ પણ કરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Nps, Pension, Personal finance, Retirement, Share market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन