લાડલી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના છે શ્રેષ્ઠ, આવી રીતે લઈ શકાય લાભ

લાડલી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના છે શ્રેષ્ઠ, આવી રીતે લઈ શકાય લાભ
લાડકવાઈ દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના છે શ્રેષ્ઠ, આવી રીતે લઈ શકાય લાભ

સુકન્યા સમૃદ્ધિ યોજનાને વર્ષ 2015માં મોદી સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી

  • Share this:
    નવી દિલ્હી : દીકરીના ભવિષ્યની ચિંતા દરેક માતા-પિતાને સતાવે છે. ઘણા માતા-પિતા દીકરીના ભવિષ્ય માટે અલગ-અલગ યોજનાઓમાં રોકાણ કરે છે. ખાસ કરીને સુકન્યા સમૃદ્ધિ યોજના બધાની ફેવરિટ બની છે. આ યોજનામાં કેવી રીતે ખાતું ખોલી શકાય તેની વિગતો અહીં આપવામાં આવી છે.

    સુકન્યા સમૃદ્ધિ યોજનાને વર્ષ 2015માં મોદી સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જેમાં 7.6 ટકા વ્યાજ મળે છે. આ માટે કોઈપણ પોસ્ટ ઓફીસ અથવા કોમર્શિયલ બેંકમાં એકાઉન્ટ ખોલી શકાય છે. જે બેંકમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ખોલાવી શકાય છે, તે તમામ બેંકમાં આ એકાઉન્ટ ખોલી શકાય છે.



    એકાઉન્ટ કેવી રીતે ખોલી શકાય

    1. સૌથી પહેલાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવા ફોર્મની જરૂર પડશે.
    2. દીકરીના જન્મના દાખલાની જરૂર પડશે.
    3. પાનકાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ પૈકીના કોઈપણ ડોક્યુમેન્ટની જરૂર રહેશે. પાનકાર્ડ સિવાયના આ ડોક્યુમેન્ટ એડ્રેસ પ્રૂફ તરીકે પણ માન્ય છે.
    5. બેંક અથવા પોસ્ટ ઓફીસ દ્વારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા બાદ એકાઉન્ટ ખુલી જશે.
    6. ત્યાર બાદ પાસબુક પણ આપવામાં આવશે.
    7. આ સ્કીમમાં મેચ્યોરિટીની મર્યાદા દીકરીના 21 વર્ષ પુરા થાય ત્યાં સુધીની હોય છે.

    આ પણ વાંચો - રોજના 7 રૂપિયાનું રોકાણ કરી મહિને રૂ. 5,000નું પેંશન મેળવો, આવી છે સરકારની આકર્ષક પેંશન યોજના

    યોજનામાં મહત્વપૂર્ણ બાબતો શું છે?

    1. દીકરીના 18 વર્ષ પુરા થાય એટલે 50 ટકા રકમ કાઢી શકાય છે
    2. માત્ર રૂ. 240થી આ ખાતું ખુલી શકે છે. જેમાં વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા રોકી શકાય છે. આ એકાઉન્ટ દીકરીના નામથી ખુલી શકે છે.
    3. આ યોજના હેઠળ 7.6 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.
    4. રોકાણ ઉપર 80સી હેઠળ ટેક્સમાં છૂટ મળી શકે છે.
    5. આ એકાઉન્ટ દેશના કોઈપણ ખૂણે ટ્રાન્સફર થઈ શકે છે. જેનો કોઈ ચાર્જ લેવાતો નથી.

    6. યોજનામાં દર ત્રણ મહિને વ્યાજ નક્કી થાય છે.
    7. એકાઉન્ટ એક વર્ષમાં બંધ પણ કરી શકાય છે. જોકે તે પરિસ્થિતિ ઉપર નિર્ભર છે. ગંભીર બીમારી અથવા અન્ય કોઈ કારણે મંજૂરી મળી શકે છે. પરંતુ તેમાં મળતું વ્યાજ બચત ખાતાના વ્યાજની ગણતરીથી મળે છે.
    Published by:News18 Gujarati
    First published:Invalid date