Home /News /business /એક મોટો પ્રશ્ન...આર્થિક બજેટને નુકસાન પહોંચાડ્યા વગર કઈ રીતે ઇમરજન્સી ખર્ચાઓ સાચવી લેવા?

એક મોટો પ્રશ્ન...આર્થિક બજેટને નુકસાન પહોંચાડ્યા વગર કઈ રીતે ઇમરજન્સી ખર્ચાઓ સાચવી લેવા?

લગભગ નવ મહિના સુધી તમારા રોજબરોજના ખર્ચાઓનું નિયમન કરવા માટે તમારી પાસે પૂરતું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ.

લગભગ નવ મહિના સુધી તમારા રોજબરોજના ખર્ચાઓનું સંચાલન કરવા માટે તમારી પાસે પૂરતું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. જ્યારે આપણે રોજિંદા ખર્ચ વિશે વાત કરીએ છીએ ત્યારે તેમાં તમારું ભોજન, ભાડું, EMI, બાળકોની શાળાની ફી, કારનું ઇંધણ, વીજળી બિલ વગેરેનો સમાવેશ થાય છે.

વધુ જુઓ ...

  આદિલ શેટ્ટી, CEO, BankBazaar.com ના મતે,


  નાણાકીય કટોકટી તમારા જીવન પર ખરાબ અસર કરી શકે છે. જો તમે કટોકટીનો સામનો કરવા માટે તૈયાર નથી તો તમારે રૂપિયા અને રોકણ ગુમાવવાનો વારો આવી શકે છે. તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન થઈ શકે છે અને તમે તમારા મહત્વપૂર્ણ નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ થઈ શકો છો. જો તમારી પાસે ભંડોળ હોય તો તમે કોઈપણ નાણાકીય કટોકટીનો સામનો કરી શકો છો. તમારા ઈમરજન્સી ફંડને અસરકારક રીતે સંચાલિત કરવા માટે અહીં કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ આપી છે.

  જરૂરી ઇમરજન્સી ફંડ ઉભુ કરો


  લગભગ નવ મહિના સુધી તમારા રોજબરોજના ખર્ચાઓનું નિયમન કરવા માટે તમારી પાસે પૂરતું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. જ્યારે આપણે દૈનિક ખર્ચ વિશે વાત કરીએ છીએ ત્યારે તેમાં તમારું ભોજન, ભાડું, EMI, બાળકોની શાળાની ફી, કારના ઇંધણના ખર્ચા, વીજળી બિલની વગેરેનો સમાવેશ થાય છે. જો તમારી પાસે પૂરતું નાણાં ભંડોળ હોય તો તમે કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના સરળતાથી તમામ પ્રકારની નાણાકીય કટોકટીઓનો સામનો કરી શકો છો.

  આ પણ વાંચો:1 રૂપિયાનું રોકાણ કરનારા લોકો પણ બની ગયા કરોડપતિ, જુઓ Bitcoinનો આ રોમાંચિત સફર

  ઈમરજન્સી ફંડની સમયાંતરે સમીક્ષા કરવી જોઈએ અને તમારી જીવનશૈલી અને ખર્ચ કરવાની આદતોમાં ફેરફાર તેમજ આયોજન કરવા જોઈએ. ઉદાહરણ તરીકે એકલ વ્યક્તિની ઇમરજન્સી ફંડની જરૂરિયાત કે જેણે હમણાં જ તેની કારકિર્દી શરૂ કરી છે તે પરિણીત વ્યક્તિની જરૂરિયાતો કરતાં અલગ હશે. તેથી સમયની સાથે તમારી ઈમરજન્સી ફંડની જરૂરિયાત પણ બદલાઈ શકે છે. સમય સમય પર તમારી ઇમરજન્સી ફંડના કદની જરૂરિયાતની સમીક્ષા કરવી અને તમારી નાણાકીય જરૂરિયાતો અનુસાર પર્યાપ્ત ઇમરજન્સી ફંડ જાળવી રાખવું હિતાવહ છે.

  ઈમરજન્સી ફંડમાં રોકાણ


  તમારા ઈમરજન્સી ફંડને એવી રીતે રોકાણ કરો કે જેમાંથી તમને વધુ સારું વળતર મળે અને તમે તેને જરૂરિયાત મુજબ ઉપાડી પણ શકો. ઉદાહરણ તરીકે, તમે તમારા ઈમરજન્સી ફંડને FD, લિક્વિડ ફંડ્સ, ઊંચા વ્યાજવાળા બચત ખાતાઓ વગેરેમાં રાખી શકો છો.

  આ પણ વાંચો:Share Market: 2023નો પહેલો સૌથી મોટ કડાકો; બજાર 600થી વધુ અંક તૂટ્યું, આ છે તેના કારણો

  ઈમરજન્સી ફંડમાં લાંબા સમય સુધી રોકાણ કરીને તમે ફુગાવા કરતાં વધુ વળતર મેળવી શકશો અને સમય જતાં તમારું ઈમરજન્સી ફંડ પણ વધશે. ઉદાહરણ તરીકે, ચાલો માની લઈએ કે તમે તમારો લોન પોર્ટફોલિયો વધાર્યો છે. તમે તે મુજબ તમારા ઇમરજન્સી ફંડમાં વધારો કરી શકો છો અને જ્યારે તમે લોનની સંપૂર્ણ ચુકવણી કરી દો છો ત્યારે તમે તમારા ઇમરજન્સી ફંડને ઘટાડી શકો છો. તમારા ઈમરજન્સી ફંડને એવી રીતે રાખવાનું ટાળો કે જેમાં લોક ઈન જરૂર હોય.

  ઈમરજન્સી ફંડનો ઉપયોગ ક્યારે કરવો


  તમારી રોજબરોજની નાણાકીય જરૂરિયાતો જેમ કે કરિયાણાની ખરીદી, વીજળીના બિલ ભરવા, લોન ચૂકવણી વગેરેને પહોંચી વળવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોય ત્યારે તમારા ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરો. જ્યાં સુધી તમે આ તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી બહાર ન આવો ત્યાં સુધી આ એક અસ્થાયી નાણાકીય વ્યવસ્થા છે. આવશ્યક જરૂરિયાતો માટે જ ઈમરજન્સી ફંડનો ઉપયોગ કરો.

  કૌટુંબિક જરૂરિયાતો, સ્વાસ્થ્ય કટોકટી, વ્યક્તિગત ખર્ચ, લોનની ચુકવણી માટે અલગ નાણાકીય કટોકટી ફંડ બનાવો. પરંતુ યાદ રાખો કે એકંદરે તે 6 થી 9 મહિનાના સમયગાળા માટે તમારી નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતું હોવું જોઈએ.  તમારા ઇમરજન્સી ફંડની માહિતી તમારી પત્ની, માતા અથવા પરિવારના અન્ય કોઈ મહત્વપૂર્ણ સભ્ય સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જેથી તેઓ તમારી ગેરહાજરીમાં તેનો ઉપયોગ કરી શકે. જ્યારે તમે કટોકટીનો સામનો કરો છો ત્યારે આ ટિપ્સ તમને તમારી જાતને અને તમારા પરિવારને આર્થિક તંગીથી બચાવવામાં મદદ કરશે.

  (Disclaimer: લેખક BankBazaar.com ના CEO છે. આ તેમના અંગત મંતવ્યો છે.)

  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Business news, Financial Tips, Money management

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन