Home /News /business /

UPI payments: હવે ઇન્ટરનેટ વગર પણ થઇ શકે છે UPI પેમેન્ટ, જાણો આ ટ્રીક

UPI payments: હવે ઇન્ટરનેટ વગર પણ થઇ શકે છે UPI પેમેન્ટ, જાણો આ ટ્રીક

ફીચર ફોન UPI પેમેન્ટ (UPI payments)નવા રેકોર્ડ સર્જશે તેવી આશા છે.

Digital payment - ડિજિટલ પેમેન્ટ માટે યુપીઆઈનો નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. જે શહેરીથી લઈને ગ્રામીણ ભારતની પેમેન્ટ પ્રણાલીને ધરમૂળથી બદલાવાની તાકાત ધરાવે છે

નવી દિલ્હી : ભારતમાં ડિજિટલ પેમેન્ટનો (Digital payment)વ્યાપ ખૂબ ઝડપથી વધ્યો છે. કોરોના મહામારીએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને એક નવા સ્તરે પહોંચાડ્યું છે. જોકે હવે ડિજિટલ પેમેન્ટ માટે યુપીઆઈનો નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. જે શહેરીથી લઈને ગ્રામીણ ભારતની પેમેન્ટ પ્રણાલીને ધરમૂળથી બદલાવાની તાકાત ધરાવે છે. ફીચર ફોન UPI પેમેન્ટ (UPI payments)નવા રેકોર્ડ સર્જશે તેવી આશા છે.

યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)ને પ્રોત્સાહન આપવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ઈન્ટરનેટ કનેક્શન વિના જ ફીચર ફોન દ્વારા UPI ચૂકવણી કરવા માટે UPI 123PAY વિકસાવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આ વર્ષની શરૂઆતમાં તેનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. 123Pay ફીચર ફોન યુઝર્સને ટ્રાન્ઝેક્શનના ચાર મોડનો વિકલ્પ આપે છે. તમે ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ (IVR), એપ, સાઉન્ડ આધારિત અને મિસ્ડ કોલ દ્વારા ચૂકવણી કરી શકો છો.

CNBC-TV18ના રિપોર્ટ અનુસાર ફીચર ફોન યુઝર્સે 123પે અને IVR દ્વારા પેમેન્ટ કરતા પહેલા તેમનું એકાઉન્ટ સેટ કરવું પડશે. અહીં અમે તમને UPI ID બનાવવા અને IVR ફંક્શન વિશે માહિતી આપીશું. સૌ પ્રથમ 123Ppayનો ઉપયોગ કરવા માટે અમે તમને UPI ID કેવી રીતે બનાવવું તે વિશેની માહિતી આપીએ છીએ.

આ પણ વાંચો - ચીન છોડીને ભારત આવવાની તૈયારીમાં એપલ, નિર્માણ અને વેપારની સંભાવનાઓ પર વિચાર

UPI ID કેવી રીતે બનાવશો ?

સૌથી પહેલા તમારા બેંક ખાતા સાથે લિંક કરેલ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને તમારા ફીચર ફોનમાંથી IVR નંબર 080 4516 3666 અથવા 080 4516 3581 અથવા 6366 200 200 ડાયલ કરો.

હવે IVR કોલ પર તમે જે UPI બેંકિંગ માટે રજિસ્ટર કરાવવા માંગો છો તે બેંક ખાતાનું નામ આપો.

- ત્યાં દેખાતા બેંક એકાઉન્ટમાંથી તમારે તે એકાઉન્ટ પસંદ કરવાનું રહેશે જેના માટે UPI બનાવવું છે.

હવે તમારે પિન સેટ કરવાનો રહેશે

- પિન સેટ કર્યા બાદ હવે તમારે ડેબિટ કાર્ડના છેલ્લા 6 અંક અને બેંક તરફથી મળેલો OTP દાખલ કરો
- હવે તમારે યુપીઆઈ એકાઉન્ટ માટે 4 થી 6 અંકનો UPI PIN સેટ કરી શકો છો
- હવે તમે ડિજિટલ પેમેન્ટ કરવા માટે તમારા જ ફીચર ફોનથી IVR નંબર સર્વિસ થકી 123pay સેવાનો ઉપયોગ શરૂ કરી શકો છો

IVR નંબર દ્વારા ડિજિટલ UPI પેમેન્ટ કેવી રીતે કરવું?

સૌથી પહેલાં તમારા ફીચર ફોનના રજિસ્ટર્ડ નંબર પરથી IVR નંબર (080 4516 3666 અથવા 080 4516 3581 અથવા 6366 200 200) પર કૉલ કરવો પડશે. આ ઉપરાંત પેમેન્ટ મોડ પણ સિલેક્ટ કરવાનો રહેશે.

- મની ટ્રાન્સફર
- મર્ચેન્ટ પેમેન્ટ
-બેલેન્સ ચેક
- મોબાઇલ રિચાર્જ ઓપ્શન
- ફાસ્ટેગ રિચાર્જ
- સેટિંગ્સ અને મેનેજ એકાઉન્ટ્સ
કોઈપણ વિકલ્પ પસંદ કરવા પર પહેલા રજીસ્ટ્રેશન સ્ટેટસ ચકાસવામાં આવશે અને પછી તેને પ્રક્રિયા આગળ વધશે.

ફંડ ટ્રાન્સફર પ્રક્રિયા

- તમે જેમને ફંડ ટ્રાન્સફર કરવા માંગો છો તેનો મોબાઈલ નંબર રજીસ્ટર કરો.
- ડિટેલ્સ કન્ફોર્મ કરો
- તમે જે રકમ ટ્રાન્સફર કરવા માંગો છો તે દાખલ કરો
- તમારો UPI પિન દાખલ કરીને મની ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ કરો. તે પછી તમારા બેંક ખાતામાં ઓછી રકમ દેખાશે.
First published:

Tags: Business, Business news

આગામી સમાચાર