Home /News /business /Investment Tips: રોકાણકારોના રુપિયા સ્વાહા કરતા આ બજારમાં કેવી રીતે રિટાયરમેન્ટ ફંડ માટે રોકાણ કરશો?

Investment Tips: રોકાણકારોના રુપિયા સ્વાહા કરતા આ બજારમાં કેવી રીતે રિટાયરમેન્ટ ફંડ માટે રોકાણ કરશો?

શેરબજારમાં ભારે અફરાતફરી વચ્ચે તમારે કઈ રીતે રોકાણ કરવું જોઈએ અહીં સમજી લો.

How To Invest For Retirement Fund: આ વર્ષે શેરબજાર રશિયા-યુક્રેન યુદ્ધ, વધતી મોંઘવારી અને મંદીની આશંકાને લઈને રિકવર જ નથી થઈ રહ્યું. જ્યારે જ્યારે માર્કેટ થોડું મોમેન્ટમમાં આવે છે ત્યારે ત્યારે કોઈને કોઈને ઘટનાના કારણે ફરી અફરાતફરી મચે છે. હાલ શેરબજારમાં જ્યારે ચારે તરફ ત્રાહિમામ મચ્યો છે ત્યારે આ 3 વાતને ધ્યાને રાખીને રોકાણ કરવું જોઈએ.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ દુનિયાભરના શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે દુનિયાનું અર્થતંત્ર રશિયા-યુક્રેન યુદ્ધ, વધતી મોંઘવારી અને મંદીની આશંકાને લઈને રિકવર જ નથી થઈ રહ્યું. ભારતીય શેરબજાર અન્ય માર્કેક્ટસની તુલનામાં સારું પ્રદર્શન કરી રહ્યું છે જોકે થોડું વધ્યા બાદ ફરી ફરી ઊંધા માથે નીચે પછડાય જાય છે. તેવામાં જો કોઈ પોતાની નિવૃત્તિ માટે ફંડ ભેગું કરવા માગતું હોય તો તેણે કેવી રીતે શરુંઆત કરવી જોઈએ, કારણ કે હાલની સ્થિતિમાં કોઈ એ સમજી શકતું નથી કે તેમના રુપિયા ક્યાં સુરક્ષિત રહેશે. મની માર્કેટમાં જ્યારે તગડો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે રોકાણકારોએ આ 3 મુખ્ય વાતને ધ્યાને રાખીને રોકાણની શરુઆત કરવી જોઈએ. જેનાથી તેમના રુપિયા તો વધશે અને સાથે સાથે રોકાણ સુરક્ષિત રહેવાની શક્યતા વધી જશે.

  આ પણ વાંચોઃ નબળા માર્કેટમાં પણ અમદાવાદી કંપનીનો શેર 40 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થતાં રોકાણકારોમાં હર્ષ

  ખર્ચ કરતાં વધારે બચત કરો


  પીજીઆઈએમ ઈન્ડિયા પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસના પોર્ટફોલિયો મેનેજર સુરજીત સિંહ અરોડા કહે છે કે હાલમાં વિશ્વમાં આર્થિક સ્થિતિને જોતા આ વર્ષ અનેક મુશ્કેલીઓ ભરેલું લાગી રહ્યું છે. જોકે આગામી 3-5 વર્ષમાં ભારતીય શેરની સ્થિતિ વધુ સારી દેખઆઈ રહી છે. કેમ કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા પૈકી એક હશે. તેમણે કહ્યું કે હાલ તો સૌથી પહેલા તમે જેટલો ખર્ચ કરો છો તેનાથી વધારે બચત કરો, જેથી તમે એક નિશ્ચિત ફંડ કે રુપિયા ભેગા કરવામાં સફળ થશો.

  આ પણ વાંચોઃ દક્ષિણ ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપની લાવી રહી છે IPO, જાહેર કરશે 500 કરોડ નવા શેર

  લાંબા સમય માટે શેરબજારમાં રોકાણ


  કમ્પાઊન્ડિંગ ખૂબ જ કમાલની વસ્તુ છે, જે લોકો તેને સમજી લે છે તેઓ આ રીતે ખૂબ જ કમાણી કરે છે. તમારે તમારી ઉંમરને 100માંથી બાદ કરીને વધતા આંકડાને ટકાવારી ગણીને આ નિયમ મુજબ શેરમાં રુપિયા લગાવવા જોઈએ. જો આ વાતને સામાન્ય શબ્દોમાં સમજીએ તો જો તમારી ઉંમર 30 છે તો તમારે 100-30 એટલે કે 70 ટકા જેટલા રુપિયાને ઇક્વિટીમાં રોકાણ કરવું જોઈએ. આ ઉપરાંત તમારે ઓછામાં ઓછું 10 વર્ષનો ટાર્ગેટ રાખીને રોકાણ કરવું જોઇએ.

  આ પણ વાંચોઃ શેરબજારની સાથે સાથે સોના-ચાંદીમાં પણ કડાકો, તહેવારોની સીઝનમાં સસ્તું સોનું ખરીદવાનો મોકો

  નિવૃત્તિ માટે પ્લાનિંગ


  જાણકારો અનુસાર તમે જે વર્ષે નિવૃત્ત થવાના છો તે વર્ષના ખર્ચથી 30 ગણું વધારે ફંડ તમારી પાસે રિટાયરમેન્ટ ફંડ તરીકે હોવું જોઈએ. માની લો કે આજથી 30 વર્ષ બાદ તમારો વાર્ષિક ખર્ચ આજના 3 લાખથી વધીને 12 લાખ રુપિયા થઈ જાય તો આ હિસાબે તમે જ્યારે નિવૃત્ત થાવ ત્યારે તમારી પાસે 3.6 કરોડ રુપિયાનું ફંડ હોવું જોઈએ. તમારો ખર્ચ કેલક્યુલેટ કરવા માટે તમે રુલ ઓફ 72નો ઉપયોગ કરી શકો છો.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Investment tips, Share market, Stock market

  विज्ञापन
  विज्ञापन