ગાયના છાણમાંથી પેપર બનાવતા શીખો, દર મહિને તગડી કમાણી થશે

ગાયના છાણના અનેક ઉપયોગ થાય છે, જાણો ગાયના છાણમાંથી કેવી રીતે પેપર તૈયાર થઈ શકે.

News18 Gujarati
Updated: April 24, 2019, 8:37 AM IST
ગાયના છાણમાંથી પેપર બનાવતા શીખો, દર મહિને તગડી કમાણી થશે
પ્રતિકાત્મક તસવરી
News18 Gujarati
Updated: April 24, 2019, 8:37 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ગાયના છાણના અનેક ઉપયોગ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ગાયનું છાણ તમને કમાણી પણ કરાવી શકે છે? સરકારે ગાયના છાણમાંથી કાગળ તૈયાર કરવાનો સફળ પ્રયોગ કર્યો છે. જ્યારે સરકારે આ પ્રયોગ કર્યો છે, ત્યારે જાણો કેવી રીતે ગાયના છાણમાંથી કાગળ તૈયાર થાય છે. કેન્દ્ર સરકારના મધ્યમ અને લધુમધ્યમ ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત દેશમાં છાણમાંથી કાગળ તૈયાર કરવાના પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે. કાગળ તૈયાર કરવા માટે છાણ સાથે કાગળના ચિથરાનો પણ ઉપયોગ થશે.

વેજીટેબલ ડાઈ
છાણમાંથી કાગળ ઉપરાંત વેજીટેલ ડાઈ પણ તૈયાર થઈ શકે છે. છાણમાંથી કાગળ તૈયાર થઈ શકે તેવું 7 ટકા મટિરિયલ નીકળે છે. તેના સિવાયનું મટિરિયલ વેજીટેબલ ડાઈ તૈયાર કરવામાં વાપરી શકાય છે. આ વેજીટેબલ ડાઈ પર્યાવરણને અનુકુળ હોય છે અને તેની નિકાસ પણ કરી શકાય છે.

5 રૂપિયે કિલોમાં છાણ વેચાશે
આ સ્કીમથી ખેડૂતોની આવકામાં વધારો થશે. કાગળ અને વેજીટેબલ ડાઈ તૈયાર કરવા માટે સરકાર 5 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે ખેડૂતો છાણ ખરીદશે. એક જાનવરમાંથી એક દિવસમાં 8-10 કિલોગ્રામ છાણ મળી શકે છે. આ સ્થિતીમાં ખેડૂતો અંદાજે રોજના રૂપિયા 50 કમાઈ શકે છે.

ક્યાં અને કેવી રીતે પ્લાન્ટ શરૂ થશે?
Loading...

આ પ્રકારના પ્લાન્ટ શરૂ કરવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવશે. છાણમાંથી કાગળ શરૂ કરવા માટેના પ્લાન્ટમાં રૂપિયા 15 લાખનો ખર્ચ થશે. એક પ્લાન્ટમાંથી દર મહિને 1 લાખ જેટલી પેપર બેગ તૈયાર થઈ શકશે.
First published: April 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...