UIDAI Update: એક SMSથી Aadhaar લોક-અનલોક કે વર્ચ્યુઅલ ID બની જશે, બસ આટલું કરો

આધાર કાર્ડ

How to Lock-Unlock Aadhaar: ઈન્ટરનેટ એક્સેસ ન હોય તેવા લોકો માટે યૂનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI)એ આધાર સંબંધિત અનેક સેવાઓની શરૂઆત કરી છે.

  • Share this:
મુંબઈ: છેલ્લા 10 વર્ષથી ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ અને આધાર (AADHAR) નંબર ખૂબ જ જરૂરી બની ગયા છે. ભારતીય નાગરિકને અનેક જગ્યાએ આધાર કાર્ડ (AADHAR CARD)ની જરૂર રહે છે. બેન્કમાં ખાતું ખોલાવવા માટે, ડ્રાઈવિંગ લાઇસન્સ (Driving licence) બનાવડાવવા માટે તથા અન્ય સુવિધાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. ભારતમાં ટેક્નોલોજીનો વિકાસ થવાને કારણે, ભારતીય નાગરિકો UIDAIના ડિજિટલ પોર્ટલના માધ્યમથી આધાર કાર્ડની માહિતી મેળવી શકે છે અને તેમાં કોઈ સુધારા કરવાના હોય તો તે પણ કરી શકે છે. જોકે, દેશમાં તમામ વ્યક્તિ હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકતી નથી. UIDAI ની બેઝિક સર્વિસનો લાભ મેળવવા માટે અનેક લોકોએ આધાર કેન્દ્ર પર જવું પડે છે.

ઈન્ટરનેટ એક્સેસ ન હોય તેવા લોકો માટે યૂનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI)એ આધાર સંબંધિત અનેક સેવાઓની શરૂઆત કરી છે. જેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના માધ્યમથી SMS દ્વારા આધાર સંબંધિત સર્વિસને એક્સેસ કરી શકાશે.

સ્માર્ટફોન જરૂરી નહીં

SMSથી માહિતી મેળવવા માટે તમારી પાસે સ્માર્ટફોન હોવો જરૂરી નથી. મોબાઈલમાં માત્ર નેટવર્ક હોવું જરૂરી છે. વર્ચ્યુઅલ આઈડી (VID)ના ડેવલપમેન્ટ અને રિટ્રાઈવલ માટે, આધારને લોક અને અનલોક કરવા, બાયોમેટ્રિકને લોક અને અનલોક કરવા તમારે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

SMSથી વર્ચ્યુઅલ ID કેવી રીતે જનરેટ કરવું

  • વર્ચ્યુઅલ ID બનાવવા માટે તમારે તમારા ફોનમાં મેસેજ બોક્સ ઓપન કરવાનું રહેશે.

  • 1947 પર GVID ટાઈપ કરીને સ્પેસ આપો અને તમારા આધાર નંબરના છેલ્લા ચાર ડિજિટ લખીને મેસેજ કરો.

  • VID મેળવવા માટે RVID (SPACE) સેન્ડ કરો.

  • તમારા આધાર કાર્ડ નંબરના છેલ્લા 4 ડિજિટ ટાઈપ કરો.

  •  તમે આધાર નંબર અથવા VIDની મદદથી OTP મેળવી શકો છો.

  • આધાર નંબરથી OTP મેળવવા માટે GETOTP અને આધાર નંબરના છેલ્લા ચાર ડિજટ લખીને એન્ટર કરો.

  •  VID નંબરથી OTP મેળવવા માટે GETOTP લખીને વર્ચ્યુઅલ આઈડીના છેલ્લા 6 આંકડા એન્ટર કરો.


આ પણ વાંચો: આપના Aadhaar સાથે કેટલા મોબાઇલ નંબર છે લિંક? એક ક્લિકમાં જાણો, આવી રીતે કરો CHECK

આધારને SMSથી લોક કેવી રીતે કરવું

  • તમારા મેસેજ બોક્સમાં જઈને 'GETOTP' ટાઈપ કરીને સ્પેસ આપો અને આધાર કાર્ડના છેલ્લા 4 ડિજિટ લખીને SMS કરો.

  • OTP મળ્યા બાદ આધાર કાર્ડના છેલ્લા 4 ડિજિટ ટાઈપ કરીને સ્પેસ આપો અને 6 આકંડાનો OTP ટાઈપ કરો.


આધારને SMSથી અનલોક કેવી રીતે કરવું

  • SMS બોક્સમાં જઈને 'GETOTP' ટાઈપ કરીને સ્પેસ આપો અને તમારા વર્ચ્યુઅલ આઈડીના છેલ્લા 6 આંકડા ટાઈપ કરો.

  • OTP મળ્યા બાદ વર્ચ્યુઅલ આઈડીના છેલ્લા 6 આંકડા ટાઈપ કરો અને સ્પેસ આપો, ત્યારબાદ 6 આકંડાનો OTP ટાઈપ કરો.

First published: