Post Office Savings Schemes: પોસ્ટ ઓફિસના TD, MIS, SCSC ખાતાધારકો માટે આ કામ જરૂરી, જાણો વિગત
Post Office Savings Schemes: પોસ્ટ ઓફિસના TD, MIS, SCSC ખાતાધારકો માટે આ કામ જરૂરી, જાણો વિગત
પોસ્ટ ઓફિસ (ફાઇલ તસવીર)
Post Office savings schemes: સરકારે વિવિધ નાના બચત યોજનાઓ પર વ્યાજના દરો સ્થિર રાખ્યા છે. જે પ્રમાણે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે હાલ 7.6 ટકા, સિનીયર સિટિઝન માટે 7.4 ટકા અને પીપીએફ માટે 7.1 ટકા વ્યાજદર છે.
મુંબઇ. Post Office savings schemes: નવા નાણાકીય વર્ષ (2022-23)થી અનેક ફેરફાર થયા છે. પોસ્ટ ઑફિસની વિવિધ યોજનાઓ (Post office schemes)ના વ્યાજ સંદર્ભે પણ અમુક ફેરફારો થયા છે. જે પ્રમાણે પોસ્ટ ઑફિસ મંથલી ઇન્કમ સ્કીમ (MIS), સિનીયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSC) અને ટર્મ ડિપોઝિટ (TD) પર વ્યાજ હવેથી રોકડમાં નહીં ચૂકવવામાં આવે. ભારતીય પોસ્ટ (India Post) તરફથી સૂચના આપવામાં આવી છે કે આવી યોજનાઓ સાથે બેંક એકાઉન્ટ (Bank Account)ને લિંક કરવું જરૂરી છે. વ્યાજની રકમ બેંક ખાતામાં જ જમા કરવામા આવશે. અથવા આ રકમ પોસ્ટ ઓફિસના બચત ખાતામાં જમા કરવામાં આવશે. આ નિયમ પહેલી એપ્રિલ, 2022થી અમલમાં આવી ગયો છે.
પોસ્ટ ઓફિસનો પરિપત્ર
પોસ્ટ ઓફિસ તરફથી એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, "વ્યાજની રકમ ખાતાધારકોના પોસ્ટ સેવિંગ્સ એકાઉન્ટ અથવા બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે. જો કોઈ પણ સંજોગોમાં સિનીયર સિટિઝન સેવિંગ સ્કીમ, મંથલી ઇન્કમ સ્કીમ અને ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ ધારકો પોતાનું બેંક ખાતું લિંક નથી કરતા તો વ્યાજની રકમ પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ અથવા ચેકથી જ ચૂકવવામાં આવશે."
બેંકના બચત ખાતા સાથે પોસ્ટ ઓફિસના MIS, SCSC અને TD ખાતાને લિંક કરવા માટે જે કે ખાતાધારકે કેન્સલ ચેક અથવા પાસબુકના પ્રથમ પાનાની કોપી સાથે ECS ફોર્મ સબમિટ કરવું કરવું પડશે. જે બાદમાં પોસ્ટ ઓફિસ તરફથી વેરિફિકેશન કરીને ખાતું લિંક કરવામાં આવશે.
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ સાથે MIS/SCSS/TD કેવી રીતે લિંક કરશો?
જો MIS/SCSS/TD ખાતાધારકોનું પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ પણ છે તો તેમણે આ ખાતાઓને લિંક કરવા માટે SB-83 ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આ સાથે જ તેમણે પોતાના MIS/SCSS/TD ખાતાની વિગતો પણ જોડવાની રહેશે. પોસ્ટ ઓફિસ તરફથી આ વિગતોની ખરાઈ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકારે વિવિધ નાના બચત યોજનાઓ પર વ્યાજના દરો સ્થિર રાખ્યા છે. જે પ્રમાણે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માટે હાલ 7.6 ટકા, સિનીયર સિટિઝન માટે 7.4 ટકા અને પીપીએફ (PPF) માટે 7.1 ટકા વ્યાજદર છે. બીજી તરફ સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં જો 5-10 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ કરવામાં આવે તો તેના પર 5.50 ટકા વ્યાજ મળે છે. નાની બચત યોજનાઓ પર વ્યાજના દરમાં દર ત્રણ મહિને ફેરફાર કરવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર