PAN કાર્ડને Aadhaar સાથે કેવી રીતે લિંક કરશો? જાણી લો સરળ ઉપાય, નહીંતર થશે 10,000નો દંડ

PAN કાર્ડને Aadhaar સાથે કેવી રીતે લિંક કરશો? જાણી લો સરળ ઉપાય, નહીંતર થશે 10,000નો દંડ
પ્રતિકાત્મક તસવીર

પાન કાર્ડ અને આધાર કાર્ડનું જોડાણ અતિ આવશ્યક છે, જો ન થયું હોય તો થઈ શકે છે મસમોટો દંડ. જાણો ત્રણ સરળ ઉપાયમાં કેવી રીતે આ બે ડોક્યુમેન્ટનું સરળતાથી કરશો જોડાણ

  • Share this:
     ઝીલન દવે : પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી થઇ ગયું છે. પાન કાર્ડ જો આધાર કાર્ડ સાથે લિંક ન થયું હોય તો કદાચ પાન કાર્ડ નિષ્કિય પણ થઇ શકે છે. તો ચાલો જાણીએ કે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કેવીરીતે કરવું. સૌથી પહેલા ચેક કરો કે તમારૂ આધાર કાર્ડ તમે લિંક કરેલું છે કે નહીં. જો તમે લિંક કરી ચુક્યા હોવ તો ફરી કરવાની જરૂર નથી. તો હવે તેને ચેક કેવી રીતે કરશો. તો તેના માટે તમારે ઇન્કમટેક્સની વેબસાઈટ www.incometaxindiaefilling.gov.in પર જવું પડશે. ત્યાં પ્રોફાઇલ સેટિગ્સમાં એકદમ છેલ્લે લિંક આધારનું ઓપ્શન દેખાશે. ત્યાં ક્લિક કરતા દેખાશે તમારૂ આધારકાર્ડ લિંક છે કે નહીં. અને જો લિંક નથી થયું તો કંઇજ વાંધો નથી. તમને જણાવી દઈએ કે કેવીરીતે તમે લિંક કરી શકશો. તેના માટે ત્રણ રીત છે.

    પહેલી રીત



    સૌથી પહેલી રીત એસએમએસ કરીને. 567678 અથવા 56161 પર એસએમએસ કરીને પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરી શકો છો. જેના માટે તમારે UIDPAN સ્પેસ તમારો 12 અંકનો આધારકાર્ડ નંબર સ્પેસ 10 અંકનો પાન નંબર આ મેસેજ મોકલવો પડશે.

    આ પણ વાંચો :  FASTagની ખરીદી અને રિચાર્જ કરવું છે આસાન, જાણો ક્યાંથી ખરીદશો અને કેવી રીતે થશે રિચાર્જ

    બીજી રીત

    બીજી રીત છે ઇન્કમટેક્સ વિભાગની વેબસાઈટ www.incometaxindiaefilling.gov.in પર જાઓ. આધાર લિંક કરાવા માટે વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવાની જરૂર નથી. આ વેબસાઇટ પર ડાબીબાજુએ ક્લિક લિંક્સમાં પહેલો જ વિકલ્પ હશે લિંક આધાર. અહીં ક્લિક કરશો એટલે બીજી સ્ક્રીન ખુલશે. તેમાં જરૂરી વિગતો ભરો અને સૌથી છેલ્લે લિંક આધારનું નીચેનું બટન ક્લિક કરો. એટલે તમારૂ ફોર્મ સબમીટ થઇ જશે.

    ત્રીજી રીત

    હવે જોઇએ ત્રીજી રીત, સરકાર માન્ય પાન સર્વિસ સેન્ટર પર જઈને તમે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવી શકો છો. ત્યાં જઇને તમારે ફોર્મ ભરવું પડશે અને ફોર્મ સાથે તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ આપવા પડશે. અને તે આપશો એટલે લિંક થઇ જશે. જેના ચાર્જિસ નોમિનલ હોય છે.

    આ પણ વાંચો :  PAN કાર્ડને Aadhaar સાથે લિંક નથી કર્યું તો લાગી શકે છે 10,000 રૂપિયાનો દંડ, જાણી લો અંતિમ તારીખ

    આધાર અને પાન લિંક થવામાં ઘણીવખત સમય લાગી શકે છે. લિંક થયું કે નહીં તે ચેક કરવું હોય તો પણ તમારે www.incometaxindiaefilling.gov.in પર જવું પડશે. જ્યાં ડાબી બાજુ ક્લિક હીયરના ઓપ્શન પર ક્લિક કરવાથી લિંકિંગ પ્રોસેસનું સ્ટેટસ જાણવા મળશે.
    Published by:Jay Mishra
    First published:December 12, 2020, 18:21 pm