Home /News /business /તહેવારી સિઝનમાં સહેજ પણ નહિ પડે ખિસ્સા પર ભાર, માત્ર આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

તહેવારી સિઝનમાં સહેજ પણ નહિ પડે ખિસ્સા પર ભાર, માત્ર આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

તહેવારોમાં ખરીદી કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

Festival Shopping: તહેવારોમાં વધુ પડતો ખર્ચ ન થાય તે માટે બજેટ બનાવો. દિવાળી પછી નાણાકીય બાબતોમાં વિક્ષેપ પડવાનું મુખ્ય કારણ વધુ પડતો ખર્ચ હોય છે. ઘણી વખત જરૂર ન હોય ત્યાં પૈસા ખર્ચ થાય છે

  નવી દિલ્હીઃ દિવાળી આવી ગઈ છે. તહેવારો આવતા આનંદ વધ્યો છે. દિવાળીની પરંપરાગત ઉજવણીમાં મીઠાઈઓ, કપડાં, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, ઝવેરાત વગેરે આપવાનો અને ભેટ આપવાનો આનંદ સામેલ છે. અલબત્ત, મોંઘી ભેટ આપવાથી ખિસ્સા પર ભાર પણ પડે છે. પણ દિવાળીની ગિફ્ટિંગ અને શોપિંગનો કોઈ વિકલ્પ નથી, છતાં તહેવારો પૂરા થયા પછી તમે સમજી વિચારીને પૈસા ખર્ચી શકો છે.

  ફેસ્ટિવલ બજેટ બનાવો


  તહેવારોમાં વધુ પડતો ખર્ચ ન થાય તે માટે બજેટ બનાવો. દિવાળી પછી નાણાકીય બાબતોમાં વિક્ષેપ પડવાનું મુખ્ય કારણ વધુ પડતો ખર્ચ હોય છે. ઘણી વખત જરૂર ન હોય ત્યાં પૈસા ખર્ચ થાય છે. સ્ક્રિપબોક્સના ચીફ બિઝનેસ ઓફિસર અનુપ બંસલ કહે છે, આવી સ્થિતિથી બચવા માટે ફેસ્ટિવલ બજેટ અને ફેસ્ટિવ ફંડ હોવું જરૂરી છે.

  આ બજેટ બનાવવા માટે તમારે કઈ વસ્તુ ખરીદવી છે તેની યાદી બનાવ્યા બાદ કઈ વસ્તુ સૌથી જરૂરી છે તેને અલગ તારવો. આ યાદીમાં સૌથી વધુ અગ્રતાની વસ્તુઓ પાછળ વધુ પૈસા ફાળવો ત્યારબાદ ઓછી અગ્રતાની વસ્તુઓ માટે ઓછી રકમ ફાળવો. સમજદારીપૂર્વક ખર્ચ કરીને પણ નાણાં બચાવી શકો છો. ઘરની વસ્તુઓ, મીઠાઈઓ વગેરે માટે જથ્થાબંધ ખરીદીની તકો અથવા કોઈ ખાસ સીઝનલ ઓફર્સનો લાભ લઈ શકો છો. આ સાથે બજેટને વળગી રહેવું પણ જરૂરી છે.

  આ પણ વાંચોઃ માત્ર ડોઢ વર્ષમાં આ ડિફેન્સ સ્ટોકે રોકાણકારોની મૂડીમાં ત્રણ ગણો વધારો કર્યો, હજુ એક મહિનામાં છે આટલા કમાણીના ચાન્સ

  ભ્રામક ઑફર્સ માટે પડશો નહીં


  બેંકો અને ફિનટેક કંપનીઓ તમને લોન પર વસ્તુ લેવા માટે પૈસા આપવા ખૂબ ખુશ છે. જોકે, તમારે આંખ બંધ કરી લોન લેવી જોઈએ નહીં. તદુપરાંત, તહેવારોમાં ઘણીવાર ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ આકર્ષક નો-કોસ્ટ ઇએમઆઈ સ્કીમ્સ અને બાય નાઉ પે લેટર (બીએનપીએલ) વિકલ્પો પૂરા પાડે છે.

  નો-કોસ્ટ ઇએમઆઇ સ્કીમ્સમાં પ્રોડક્ટ કે સર્વિસ ખરીદનાર સમાન હપ્તામાં પ્રોડક્ટની કિંમત ચૂકવે છે. તમે ઉત્પાદન અને ઓફરના આધારે 'નો-કોસ્ટ ઇએમઆઇ' સ્કીમ્સ પસંદ કરો છો, તમે રિટેલર્સ પાસેથી પ્રોડક્ટ ખરીદો ત્યારે તમને તેમની સાથે સંકળાયેલી ચોક્કસ અપફ્રન્ટ કેશ ડિસ્કાઉન્ટ નહીં મળે.

  જ્યારે બાય નાઉ પે લેટર સ્કીમ ફિંનટેક ફર્મ દ્વારા આપવામાં આવતી વ્યક્તિગત લોન છે. એમેઝોન પે લેટર, ફ્લિપકાર્ટ પે લેટર, લેઝીપે, સિમ્પ્લ, ઝેસ્ટમની વગેરે જેવી કેટલીક ઇ-કોમર્સ કંપનીઓ અને ફિનટેક ધિરાણ આપતી કંપનીઓ છે. જેમાં ગ્રાહકોને શોપિંગ કરતી વખતે પછી ચૂકવણી કરવાની સુવિધા મળે છે. બિલિંગ સાયકલ દરમિયાનની બધી ખરીદી ઉમેરવામાં આવે છે અને તમારે બાદમાં પૈસા આપવાના હોય છે.

  આ બાબતે બંસલ કહે છે, કેટલીક ઓફર્સ ભ્રમ હોઈ શકે છે કારણ કે ઘણીવાર રિટેલર્સ કિંમતમાં વધારો કરે છે અને ડિસ્કાઉન્ટ લાગુ કરે છે.

  વેલ્યુકર્વ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સના હર્ષિલ મોરજરિયાએ કહે છે કે, જો તમે તહેવારોની ઓફર દરમિયાન ઊંચી રકમની ખરીદી કરવાનું વિચારી રહ્યા હોવ તો રિટેલ આઉટલેટ્સમાં કિંમતોની તુલના કરો. ડિસ્કાઉન્ટ વાસ્તવિક છે? કિમત ઇ-કોમર્સ વેબસાઇટ્સ કરતાં ઓછી છે? તે સહિતની તપાસ કરી શકો છો.

  ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ ન કરો


  ક્રેડિટ કાર્ડ વરદાન છે. પણ તેનો ઉપયોગ સમજદારી પૂર્વક કરવામાં આવે ત્યારે જ. તે તમને કેશબેક, એર માઇલ્સ, રિવોર્ડ પોઇન્ટ્સ અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ જેવી સુવિધાઓ અને રિવૉર્ડ પોઈન્ટ આપે છે.

  મોરજારિયા કહે છે કે, ક્રેડિટ કાર્ડની મર્યાદાનો વધુ પડતો ખર્ચ તમને દેવાની જાળમાં ફસાવી શકે છે. ક્રેડિટ કાર્ડ પર બાકી રકમને ઈએમઆઈમાં કન્વર્ટ કરતી વખતે વ્યાજ ચાર્જ લાગે છે. નિયત તારીખથી વધુ ચૂકવણી માટે લેટ-પેમેન્ટ ચાર્જિસ અને બાકી લેણાંની આંશિક ચુકવણી માટે સુવિધા ફી પણ છે.

  તેઓ ઉમેરે છે કે, આજકાલ, ક્રેડિટ કાર્ડ્સ તમને સરળ ઇએમઆઈની સુવિધા પૂરી પાડે છે, પરંતુ તે તમારા દેવામાં વધારો કરે છે, બંસલ ચેતવણી આપે છે. તહેવારોની મોસમ પૂરી થઈ જાય પછી તમારે ઈએમઆઈ અથવા વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખવાનું હોય છે. વધુ પડતો ખર્ચ અને સરળ ઇએમઆઈ દિવાળી પછીના તમારા બજેટને અસર કરશે. તેથી તેનો વધુ ઉપયોગ ટાળો.

  આ પણ વાંચોઃ નેટ પ્રોફિટમાં વાર્ષિક આધારે 12% ગ્રોથની શક્યતા, રિટેલ અને ટેલિકોમ બિઝનેસમાં પણ તેજી

  ઓફરના લાભોની ગણતરી કરતી વખતે સાવધ રહો


  મોટાભાગની બેંકો અને ઇ-કોમર્સ સાઇટ્સે તહેવારોના સેન્ટિમેન્ટને ટેપ કરવા માટે ડેબિટ / ક્રેડિટ કાર્ડ્સ પર કેશબેક ઓફર શરૂ કરી છે. આ ઓફર્સ મુખ્યત્વે અમુક બ્રાન્ડ્સ અથવા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ સાથે મળીને પ્રદાન કરવામાં આવે છે. માયમનીમંત્રના સ્થાપક રાજ ખોસલા કહે છે, ગેજેટ્સ, વસ્ત્રો, ઘર અને રસોડાની આવશ્યક ચીજવસ્તુઓ, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવા માંગતા ગ્રાહકો મહત્તમ લાભ મેળવવા માટે આ ઓફર્સને કાર્ડ્સ પર બંડલ કરી શકે છે. બૅન્કો/ઈ-કૉમર્સ કંપનીઓ આવા વેચાણ માટે કમિશન કમાઈ શકે છે, પરંતુ યાદ રાખો કે તમે તમારી મહેનતની કમાણી ખર્ચી રહ્યા છો.

  બંસલ કહે છે કે, ગિફ્ટ વાઉચર્સ અથવા એક્સિલરેટેડ રિવોર્ડ પોઇન્ટ્સ જેવી ઓફર્સ તમને તહેવારોની મોસમમાં વધુ ખર્ચ કરવા માટે લલચાવે તેવી શક્યતા છે. જો કે, તમારું શોપિંગ બજેટ આવિ ઓફર્સ દ્વારા નક્કી ન કરો. યાદ રાખો કે, કોઈ 2000ની વસ્તુ 1000માં લેવા કરતાં 1000નો ખર્ચ જ ન કરવો તે સાચી બચત છે.

  બચત અને રોકાણોનો વિકલ્પ પસંદ કરો


  ખર્ચની મોસમ એસેટ વધારવામાં મદદ કરી શકે અને તે રીતે ખર્ચ પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે સોના અથવા ચાંદી જેવી સંપત્તિ ખરીદી શકો છો; ધનતેરસ પર આવી એસેટ્સ ખરીદવાની પરંપરા પણ છે.


  અંતે તો આવી ખરીદી એક પ્રકારનું રોકાણ જ છે. તેનું મૂલ્ય સતત વધતું જાય છે. વૈકલ્પિક રીતે, તમે આ તહેવારની સિઝનમાં ઇક્વિટીમાં પણ રોકાણ કરી શકો છો. જો તમે આ વર્ષે જ રોકાણ પર તમારો ખર્ચ કરો તો આગામી વર્ષોમાં ભેટો ખરીદવા માટે તેમાંથી મળેલા વળતરથી કઈક ખરીદી શકો છો. તહેવારો દરમિયાન લાંબા ગાળાનો વિચાર કરો.
  First published:

  Tags: Business news, Festival Season, Shopping

  विज्ञापन
  विज्ञापन