Home /News /business /Universal Account Number: શું તમે તમારો UAN નંબર ભૂલી ગયો છો? આ સરળ સ્ટેપ્સ દ્વારા ઘરે બેઠા જ જાણો
Universal Account Number: શું તમે તમારો UAN નંબર ભૂલી ગયો છો? આ સરળ સ્ટેપ્સ દ્વારા ઘરે બેઠા જ જાણો
યુએએન લોગીન
Universal Account Number: નોકરી બદલતી સમયે જો તમારા એકથી વધુ પીએફ એકાઉન્ટ હોય તો પણ તમારો યુએએન નંબર એક જ રહેશે. આ નંબર દ્વારા પીએફ એકાઉન્ટ સંબંધિત કોઇ પણ કામ કર્મચારી જાતે કરી શકે છે.
મુંબઇ. Universal Account Number: જો તમે નોકરી (Job) કરો છો તો સીધી વાત છે કે તમારું ઇપીએફ એકાઉન્ટ (EPF Account) પણ હશે. તમે અને તમારી કંપની દર મહીને આ એકાઉન્ટમાં યોગદાન આપે છે. પ્રોવિડન્ડ ફંડ મેનેજ કરનાર ઇપીએફઓ (EPFO) દરેક કર્મચારી માટે 12 આંકડાનો એક યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (Universal Account Number) જાહેર કરે છે. આ ખૂબ જ જરૂરી હોય છે. જો તમને તમારો યુએએન નંબર હજુ સુધી ખ્યાલ નથી તો તમે સરળ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા ગણતરીની ક્ષણોમાં જાણી શકો (How to know UAN Number) છો.
કઇ રીતે જાણી શકાય UAN નંબર?
સ્ટેપ-1: EPFOની ઓફિશ્યલ વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ-2: મેમ્બર ID અને આધાર અથવા PAN સિલેક્ટ કરો.
સ્ટેપ-3: હવે જરૂરી વિગતો જેમ કે નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી વગેરે ઇપીએફઓ રેકોર્ડ અનુસાર દાખલ કરો.
સ્ટેપ-4: Get Authorization Pin પર ક્લિક કરો.
સ્ટેપ-5: ઈપીએફઓ સાથે રજીસ્ટર્ડ નંબર પર તમને એક પિન મળશે.
સ્ટેપ-6: પિન દાખલ કરો અને તમારા મોબાઇલ નંબર પર UAN નંબર મળી જશે.
જો તમે UAN નંબર જાણો છો પરંતુ એક્ટિવેટ ન હોય તો આ રીતે એક્ટિવેટ કરી શકો છો
સ્ટેપ-1: EPF મેમ્બર પોર્ટલ પર જાઓ અને Activate UAN પર ક્લિક કરો અથવા UMANG એપ પર UAN પર ક્લિક કરો.
સ્ટેપ-2: UAN, મેમ્બર ID અથવા PAN કોઇ પણ એક સિલેક્ટ કરો.
સ્ટેપ-3: હવે નામ, જન્મતારીખ, મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી વગેરે માહિતી દાખલ કરી Get Authorization PIN પર ક્લિક કરો.
સ્ટેપ-4: ઈપીએફઓ સાથે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર એક ઓથોરાઇઝેશન પિન મોકલવામાં આવશે. આ પિન એન્ટર કરો અને Validate OTP and Activate UAN પર ક્લિક કરો.
સ્ટેપ-5: UAN એક્ટિવેટ થઇ જશે અને પાસવર્ડ તમારા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. હવે તમે યુનિફાઇડ મેમ્બર પોર્ટ પર UAN અને પાસવર્ડ દ્વારા - લોગીન કરી શકો છો.
UAN નંબરના ફાયદા (Benefits of Universal Account Number)
નોકરી બદલતી સમયે જો તમારા એકથી વધુ પીએફ એકાઉન્ટ હોય તો પણ તમારો યુએએન નંબર એક જ રહેશે. આ નંબર દ્વારા પીએફ એકાઉન્ટ સંબંધિત કોઇ પણ કામ કર્મચારી જાતે કરી શકે છે. આ નંબર સાથે ઓનલાઈન પીએફ રકમ ઉપાડ, ઓનલાઈન પીએફ ટ્રાન્સફર, કેવાયસી અપડેટ, યુએએન કાર્ડ, પીએફ પાસબુક સહિત ઘણી વસ્તુઓ કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર