Home /News /business /Debit Card fraud: ડેબિટ કાર્ડ ફ્રોડથી તમારી જાતને કેવી રીતે બચાવશે? જાણો ઉપયોગી માહિતી

Debit Card fraud: ડેબિટ કાર્ડ ફ્રોડથી તમારી જાતને કેવી રીતે બચાવશે? જાણો ઉપયોગી માહિતી

ડેબિટ કાર્ડ ફ્રોડ

Debit card fraud: ડેબિટ કાર્ડનો મુખ્યત્વે ઉપયોગ POS મશીન ખાતે પેમેન્ટ કરવા માટે થાય છે. ઓનલાઇન શોપિંગ એટલે કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને બિલ પેમેન્ટ માટે પણ તેનો ઉપયોગ થાય છે.

  નવી દિલ્હી: ડેબિટ કાર્ડ (Debit card) આજની મોટી જરૂરિયાત બની ગયું છે. ઓનલાઈન પેમેન્ટ (Online payment) માટે ડેબિટ કાર્ડ જરૂરી છે. જોકે, આજકાલ યૂપીઆઈ (UPI)નું ચલણ પણ એટલું જ વધી રહ્યું છે. ડેબિટ કાર્ડની વધી રહેલી પ્રસિદ્ધિને પગલે હેકર્સ પણ તમારી સંવેદનશીલ માહિતી ચોરવા અને છેતરપિંડી કરવા માટે અવનવી રીત શોધી રહ્યા છે. જેમ જેમ ટેક્નોલોજી આધુનિક બની રહી છે તેમ તેમ સાઇબર ગુનેગારો (Cyber crime) પણ છેતરપિંડીન નવી નવી રીત શોધી કાઢે છે. ડેબિટ કાર્ડનો મુખ્યત્વે ઉપયોગ POS મશીન ખાતે પેમેન્ટ કરવા માટે થાય છે. ઓનલાઇન શોપિંગ એટલે કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને બિલ પેમેન્ટ માટે પણ તેનો ઉપયોગ થાય છે. બેંક તરફથી પણ તમારા કાર્ડની વિગત સુરક્ષિત (How to keep your debit card secure) રાખવા માટે એક ખાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જોકે, અનેક વખતે સાઇબર ઠગો બેંક અધિકારી કે કર્મચારી તરીકે પોતાની ઓળખ આપીને લોકોને મુર્ખ બનાવતા હોય છે.

  પીન નંબરનો રોલ ખૂબ જ મહત્ત્વનો

  તમારા ડેબિટ કાર્ડ સાથે એક પીન નંબર (Debit card PIN) જોડાયેલો હોય છે. આ પીન નંબરનો રોલ ખૂબ મહત્ત્વનો છે, જેનાથી તમારા કાર્ડની વિગતો સુરક્ષિત રહે છે. આ પીનનો ઉપયોગ ખરીદી વખતે અથવા ટ્રાન્ઝેક્શન વખતે થતો હોય છે. તમારા ડેબિટ કાર્ડના ડેટાને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે કે તમે પીન નંબર યાદ રાખો. ઘણા લોકો આ પીન નંબર પોતાના મોબાઇલમાં સેવ કરીને રાખે છે, જે ખૂબ જ જોખમી છે. બેંકને કોઈ સેવા માટે તમારા પીન નંબરની જરૂરિયાત નથી રહેતી.

  CVV નંબર

  પીન નંબર ઉપરાંત તમારા કાર્ડની પાછળની બાજુએ પ્રિન્ટ થયેલો સીવીવી નંબર પણ ખૂબ જ મહત્ત્વનો છે. ઇન્ટરનેટ ટ્રાન્સફર માટે આ નંબરની જરૂરિયાત રહે છે. આથી જો કોઈ વ્યક્તિ તમારો પીન નંબર અથવા સીવીવી નંબર માંગે તો સમજી લેવું કે તે તમારી મહેનતની કમાણી ચોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

  આ પણ વાંચો: Debit card No-cost EMI Trap: ડેબિટ કાર્ડ પર કોટક મહિન્દ્ર બેંકની નો-કોસ્ટ EMI સુવિધા દેવાના જાળ જેવી!

  હેકર્સની નવી તરકીબ

  આજકાલ હેકર્સ તરફથી એક નવી જ તરકીબ અપનાવવામાં આવી રહી છે. જેમાં તે કોઈના એકાઉન્ટમાંથી મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાને બદલે નાની રકમને એક કરતા વધારે ટ્રાન્ઝેક્શન કરે છે. ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ નાની હોવાથી લાંબા સમય સુધી એકાઉન્ટ ધારકના ધ્યાનમાં આ વાત આવતી નથી.

  એસએમએસ ઉપર ખાસ ધ્યાન આપો

  બેંક તરફથી તમારા એકાઉન્ટમાં થતાં તમામ ફેરફાર કે ટ્રાન્ઝેક્શન માટે એસએમએસ મોકલવામાં આવે છે. અનેક વખત લોકો બેંક તરફથી મોકલવામાં આવતા એસએમસએસ પ્રત્યે ધ્યાન આપતા નથી. આ ઉપરાંત તમારું ડેબિટ કાર્ડ ગુમ થવાના કે ચોરી થઈ જવાને કેસમાં તમારે તાત્કાલિક બેંકનો સંપર્ક કરીને તેને બંધ કરાવવું જોઈએ. આ ઉપરાંત તમે ન કર્યાં હોય તેવા કોઈ ટ્રાન્ઝેક્શનનો એસએમએસ આવે તો તમારે તાત્કાલિક બેંકનો સંપર્ક કરવો જોઈએ.

  આ પણ વાંચો: 1 January 2022: 1 જાન્યુઆરીથી બદલાશે આ નિયમો, ATMમાંથી પૈસા ઉપાડવાનું બનશે મોંઘું

  સુરક્ષિત જગ્યાએ જ કરો ટ્રાન્ઝેક્શન

  આ ઉપરાંત ડેબિટ કાર્ડ ધારકોને એવી પણ સલાહ આપવામાં આવે છે કે ડેબિટ કાર્ડનો ઉપયોગ એવી જ જગ્યાએ કરવો જેના વિશે તમને જાણ હોય. અથવા એવી વેબસાઇટ પર કરવો જે પ્રસિદ્ધ હોય. આ ઉપરાંત પીઓએસ મશીનમાં પીન કાર્ડ નંબર દાખલ કરતી વખતે પણ કાર્ડધારકે ખૂબ સચેત રહેવું જોઈએ. પેમેન્ટ કરવા કે પછી પૈસા ઉપાડવા માટે ક્યારેય અન્ય વ્યક્તિનો વિશ્વાસ કરવો નહીં. એ વાતની પણ ખાતરી કરી લો કે તમારા કાર્ડનો ઉપયોગ કોઈ અન્ય વ્યક્તિ તમારી મંજૂરી વગર ન કરે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bank, CYBER CRIME, Debit card, આરબીઆઇ, ક્રેડિટ કાર્ડ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन