આ બેસતા વર્ષે લાડકી દીકરીને આપો આ ખાસ Gift, અહીં રોકાણ કરી ઉજ્ળવળ કરો ભવિષ્ય

વિક્રમ સંવતના શુભ શરૂઆતની સાથે જ આપની લાડકવાયીના ઉજ્ળવળ ભવિષ્યનો પાયો નાંખો

વિક્રમ સંવતના શુભ શરૂઆતની સાથે જ આપની લાડકવાયીના ઉજ્ળવળ ભવિષ્યનો પાયો નાંખો

 • Share this:
  Sukanya Samriddhi Yojana: જો બેસતા વર્ષના પાવન પ્રસંગે તમે આપની લાડકવાયી દીકરી માટે કોઈ પણ પ્રકારની સ્કીમમાં રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો તો 'સુકન્યા સમૃદ્ધિ યોજના' (Sukanya Samriddhi Yojana) ઉત્તમ વિકલ્પ બની શકે છે. આ સ્કીમની શરૂઆત કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા વર્ષ 2015માં થઈ હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દીકરીઓના સારા ભવિષ્યને પ્રોત્સાહન આપવાનું છે. સુકન્યા સમૃદ્ધિ યોજના નાની બાળકીઓ માટે એક પ્રકારની સ્મૉલ ડિપોઝિટ સ્કીમ છે. વિક્રમ સંવતના શુભ શરૂઆતની સાથે જ આપની લાડકવાયીના ઉજ્ળવળ ભવિષ્યનો પાયો નાંખો.

  આ યોજના સાથે જોડાયા બાદ આપના ખાતામાં વાર્ષિક મિનિમમ ડિપોઝિટ (Annual Minimum Deposit)ને 250 રૂપિયા કરવાના હોય છે. પહેલા આ રકમ વાર્ષિક 1000 રૂપિયા હતી. એટલે કે હવે 250 રૂપિયા ન્યૂનતમ રોકાણથી પણ તમે સારી એવી રકમ જમા કરી શકો છો. આ એકાઉન્ટને બાળકી કે તેના પિતાના નામે ખોલાવી શકાય છે.

  સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana)
  વ્યાજ દર : આ યોજના હેઠળ 8.1 ટકાના વ્યાજ દરની જોગવાઈ છે, જેની ગણતરી વાર્ષિક આધારે કરવામાં આવે છે.

  ફીચર : આ યોજનામાં ગ્રાહકો માટે ન્યૂનતમ રોકાણ રકમ 250 રૂપિયા અને મહત્તમ 1,50,000 રૂપિયાની જોગવાઈ છે. આ યોજના હેઠળ એક બાળકીના નામે માત્ર એક ખાતું ખોલાવી શકાય છે.

  સમય મર્યાદા : આ સ્કીમ હેઠળ માત્ર એ બાળકીઓનું ખાતું ખોલાવી શકાય છે, જેની ઉંમર 10 વર્ષ કે તેનાથી ઓછી હોય. ખાતું ખોલાયા બાદ નાણાકીય વર્ષમાં ન્યૂનતમ રકમ 250 રૂપિયા જમા ન કરાવ્યા તો દંડ તરીકે 50 રુપિયા ચૂકવવા પડશે.

  આંશિક ઉપાડ : ખાતા ધારકની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયા બાદ છેલ્લા નાણાકિય વર્ષના અંતમાં 50 ટકા રકમ ઉપાડી શકાય છે. ત્યારબાદ ખાતાધારકના 21 વર્ષ પૂર્ણ થતાં ખાતું બંધ કરી દેવામાં આવશે. બીજી તરફ, 18 વર્ષની સમાપ્તિ બાદ સામાન્ય સમયથી પહેલા બંધ કરવાની મંજૂરી આપવામાં આવે, શરત એટલી કે તેના લગ્ન થઈ ચૂક્યા હોય.
  Published by:Mrunal Bhojak
  First published: