Home /News /business /Stock Market Guide: શેર બજારમાં રોકાણ કઈ રીતે કરવું? જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી

Stock Market Guide: શેર બજારમાં રોકાણ કઈ રીતે કરવું? જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી

બીએસઈ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)

Stock Market: શેર બજાર એક રીતે માર્કેટ્સ અને એક્સચેન્જો માટેનું પ્લેટફોર્મ છે. જ્યાં કંપનીઓના શેર ખરીદવા અને વેચવાની પ્રક્રિયા થાય છે. આ નાણાકીય પ્રવૃત્તિઓ ઇન્સ્ટિટ્યુશનલ ફોર્મલ એક્સચેન્જ અથવા ઓવર-ધ-કાઉન્ટર (OTC) માર્કેટ મારફતે કરવામાં આવે છે.

વધુ જુઓ ...
મુંબઇ: શેર બજાર (Stock market)માં બે પ્રકારના નવા નિશાળીયા રોકાણકારો (Investors) જોવા મળે છે. અમુક નવા રોકાણકારો રોકાણ (Investment) કરીને અથવા રોકાણ કર્યા પહેલા ડરી જાય છે, જ્યારે અમુક રોકાણકારો ખૂબ જ બેફિકર હોય છે અને તેઓ લાંબી ગણતરી કાર્ય વગર કૂદી પડે છે. તેઓ શેર બજારની અફવા, ટિપ્સ (Stock tips) કે અમુક લોકોના સફળ ટ્રેડથી અંજાઈ જાય છે અને ખોટા નિર્ણયો લઈ બેસે છે. નિષ્ણાતોના મત મુજબ, શેર માર્કેટમાં રિસ્ક (Risk in stock market) તો સામેલ હોય છે, પણ તે કેલ્ક્યુલેટેડ હોવું જોઈએ. મોટાભાગના સફળ રોકાણકારો આ વાતને ખૂબ સારી રીતે જાણે છે. આવી સ્થિતિમાં નવા રોકાણકારોએ સ્ટોક માર્કેટની નાની મોટી બધી જ વાતો જાણવી જરૂરી છે.

• શેર બજાર શું છે?


શેર બજાર એક રીતે માર્કેટ્સ અને એક્સચેન્જો માટેનું પ્લેટફોર્મ છે. જ્યાં કંપનીઓના શેર ખરીદવા અને વેચવાની પ્રક્રિયા થાય છે. આ નાણાકીય પ્રવૃત્તિઓ ઇન્સ્ટિટ્યુશનલ ફોર્મલ એક્સચેન્જ અથવા ઓવર-ધ-કાઉન્ટર (OTC) માર્કેટ મારફતે કરવામાં આવે છે. આ સંસ્થાઓ SEBI જેવી ઓથોરિટી હેઠળ કામ કરે છે.

• સ્ટોક માર્કેટમાં કેટલા પ્રકારના રોકાણ થઈ શકે?


સ્ટોક માર્કેટમાં અલગ અલગ પ્રકારના ઘણા રોકાણ થઈ શકે છે. જેમાં ખાસ કરીને સ્ટોકસ, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ, ડેરિવેટિવ્ઝ, કરન્સીઝ, ફ્યુચર એન્ડ ઓપ્શન્સ અને કોમોડિટીઝ સૌથી વધુ જાણીતા છે. ત્યારે આજે અહીં આપણે સ્ટોક્સમાં મૂડીરોકાણ કઈ રીતે કરવું (How To Invest In Stock Market?) તે અંગે જાણકારી મેળવીશું.

• શેર બજારમાં રોકાણ કેવી રીતે શરૂ કરવું? (How To Invest In Stock Market?)


શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા નીચે આપેલી બાબતોને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ.

1. તમે કેવી રીતે રોકાણ કરવા માંગો છો તે નક્કી કરવું
2. ડિમેટ ખાતું ખોલવું
3. રોકાણ વિકલ્પોને સમજવા
4. લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું
5. ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો નિયમિત મેનેજમેન્ટ કરવું

• શેરોમાં રોકાણ કરવા માટે જરૂરી દસ્તાવેજો


- પાન કાર્ડ
- આધાર કાર્ડ
- એક્ટિવ બેંક ખાતાના કેન્સલ કરેલા ચેક
- રહેઠાણનો માન્ય પુરાવો
- તમે આવક મેળવો છો તેની વિગતો આપતા ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ

• ડિમેટ ખાતું


સ્ટોકમાં રોકાણ કરતા પહેલા ડિમેટ એકાઉન્ટને સમજવું પણ જરૂરી છે. ડિમેટ એકાઉન્ટમાં ખાતા ધારકના શેર રાખવામાં આવે છે. ડિમેટ એકાઉન્ટ તમારા શેર માટે ઇલેક્ટ્રોનિક હાઉસ તરીકે કામ કરે છે. મોટાભાગે આવા ખાતા ડિપોઝિટરી સંસ્થાની મદદથી ઓનલાઇન ખોલવામાં આવે છે. ઘણી બેંકો રોકાણકારોને ડિમેટ ખાતાની સેવા પણ પુરી પાડે છે. ડેમેટ ખાતું ખોલવું સરળ પ્રક્રિયા છે અને થોડી જ મિનિટોમાં આ ખાતું ખુલી શકે છે.

• ટ્રેડિંગ એકાઉન્ટ


સ્ટોકની લે-વેચમાં ડિમેટ એકાઉન્ટની જેમ ટ્રેડિંગ એકાઉન્ટની પણ જરૂર પડે છે. આ બંને એકાઉન્ટ સાથે ચાલે છે. ડિમેટનો મતલબ ડિમેનિસિએટ પણ થાય છે. જે સૂચવે છે કે, તે ડિમેટ એકાઉન્ટ તમારા શેર માટે સ્ટોર હાઉસ છે. બીજી તરફ ટ્રેડિંગ એકાઉન્ટ એ એવું ખાતું છે, જેના માધ્યમથી શેર બજારમાં સિક્યોરિટીઝનું ખરીદ વેચાણ કરી શકો છો. ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ વિના શેરનું ટ્રેડિંગ થઈ શકે નહીં.

દેશમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ બંને મુખ્ય એક્સચેન્જ છે. આ સ્ટોક એક્સચેન્જમાં મોટાભાગના સારી ગુણવત્તાવાળા શેરો લિસ્ટેડ છે. જોકે, કેટલાક શેરો આ બંને એક્સચેન્જમાંથી કોઈ એક પર જ ઉપલબ્ધ હોઈ શકે છે. તેથી તમારું ટ્રેડિંગ એકાઉન્ટ એવી ડિપોઝિટરી સાથે ખોલવું જે બીએસઈ અને એનએસઇ બંનેમાં ટ્રેડની સુવિધા આપી શકે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા જૂથની પસંદગીની કંપનીમાં ઘટાડ્યો હિસ્સો

• સ્ટોક બ્રોકર


શેર બજારની તમામ કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય છે. તમે સ્ટોક એક્સચેન્જમાંથી સીધા શેર ખરીદી કે વેચી શકતા નથી. તેથી તમારે સ્ટોક બ્રોકરની જરૂર પડે છે. જ્યાં તમારે ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું પડે છે. સ્ટોક બ્રોકરો સ્ટોક એક્સચેન્જના સભ્યો હોય છે. જ્યારે પણ તમે સ્ટોક ખરીદવાનો ઓર્ડર આપો છો, ત્યારે તે સીધું બ્રોકરના પ્લેટફોર્મથી સ્ટોક એક્સચેન્જમાં જાય છે અને ત્યાંથી તમારા શેરની લે-વેચ થાય છે.

આ પણ વાંચો: એચડીએફસી સિક્યોરિટીઝ આ 8 રિયલ્ટી શેર માટે બુલિશ, જાણો કેટલો ટાર્ગેટ આપ્યો

• શેર માર્કેટમાં શેરની લે વેચ કઈ રીતે થાય છે?


સ્ટોક બ્રોકર સાથે ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા બાદ તમારો બ્રોકર તમને સ્ટોક ખરીદવા અને વેચવા માટે ટ્રેડિંગ એકાઉન્ટનો USER ID અને પાસવર્ડ તેમજ ટ્રેડિંગ માટે કેટલાક સોફ્ટવેર - એપ્લિકેશન આપે છે. હવે ટ્રેડિંગ એકાઉન્ટનું USER ID અને પાસવર્ડ મળે ત્યારે તમે બ્રોકરની વેબસાઇટ પર અથવા બ્રોકર દ્વારા આપવામાં આવેલ સોફ્ટવેર પર લોગ ઇન કરીને ટ્રેડિંગ કરી શકો છો.
First published:

Tags: Demat, Investment, Mutual funds, Personal finance, Share market, Stock market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો