Home /News /business /કમાલના છે આ ફંડ, ડિવિડન્ડ સાથે તગડું રિટર્ન પણ, કરોડપતિ બનવું હોય તો બસ આટલું કરો
કમાલના છે આ ફંડ, ડિવિડન્ડ સાથે તગડું રિટર્ન પણ, કરોડપતિ બનવું હોય તો બસ આટલું કરો
કરોડપતિ બનવું છે તો એક્સપર્ટ્સે કહ્યા મુજબ અહીં રોકાણ કરો
Why you should invest in Dividend Yield Fund: ડિવિડન્ડ યીલ્ડ ફંડમાં રોકાણ કરવાના શું ફાયદા હોય છે? તેમજ કોણે તેમાં રોકાણ કરવું જોઈએ? આવા અનેક સવાલ રોકાણકારોના મનમાં ઉઠતાં હોય છે.
ડિવિડન્ડ યીલ્ડ ફંડ (Dividend Yield Fund) એવા ફંડ હોય છે, જે વધુ ડિવિડન્ડ આપતી કંપનીઓમાં રોકાણ કરે છે. સામાન્ય રીતે આ પ્રકારના ફંડમાં રોકાણ કરીને ઓછા જોખમે વધુ રિટર્ન મેળવી શકો છો. ડિવિડન્ડ યીલ્ડ ફંડ શું હોય છે અને આ ફંડમાં કોણ રોકાણ કરી શકે છે, બજારના ઉતાર ચઢાવમાં આ ફંડ તમને કેવી રીતે ફાયદો અપાવી શકે છે, ટેક્સ પ્રોસેસ શું હોય છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. SBI MFના એમડી અને સીબીઓ ડી. પી. સિંહ અને રુંગટા સિક્યોરિટીઝના સીએફપી હર્ષવર્ધન રુંગટાએ આ અંગે અહીં વિગતવાર જાણકારી આપી છે.
ડિવિડન્ડ યીલ્ડ સ્ટ્રેટેજી
- ગ્લોબલ સ્તર પર ડિવિડન્ડ યીલ્ડ ફંડ સૌથી મોટી કેટેગરી છે. - વિકસિત બજારમાં સૌથી પ્રચલિત સ્ટ્રેટેજી
- ડિવિડન્ડનો અર્થ નફો થાય છે. - કંપનીના નફાનો કેટલોક હિસ્સો શેરહોલ્ડરને આપવામાં આવે છે. - રૂ. 100ના શેર પર રૂ. 4 ડિવિડન્ડ એટલે કે ડિવિડન્ડ યીલ્ડ 4% હશે. - ડિવિડન્ડ યીલ્ડના શેરની કિંમત સાથે ઊંધુ કનેક્શન. - સ્ટોક પ્રાઈસ ઓછી થવાથી કંપની વધુ ડિવિડન્ડ આપે છે. - નિયમિત આવક માટે ઉચ્ચ ડિવિડન્ડ યીલ્ડ વાળી કંપનીમાં રોકાણ
- વધુ ડિવિડન્ડ આપનાર કંપનીમાં રોકાણ - ડિવિડન્ડ યીલ્ડ આપનાર શેરમાં ફંડની 65% રકમનું રોકાણ કરવું જરૂરી છે, - સૌથી વધુ મોટી કંપનીઓ ડિવિડન્ડ આપે છે. - સરકારી કંપનીઓ પણ ડિવિડન્ડ આપે છે. - બજાર નીચું જવાથી આ ફંડ પર ઓછી અસર થાય છે. - કંપનીઓ સમયાંતરે ડિવિડન્ડની ચૂકવણી કરે છે. - સુરક્ષિત અને નિયમિત આવક માટે યોગ્ય વિકલ્પ છે.
ડિવિડન્ડ યીલ્ડના પ્રકાર
- ડિવિડન્ડ યીલ્ડિંગ ઈક્વિટી- ઈક્વિટીમાં 65%થી વધુ રોકાણ, ઈક્વિટી ડિવિડન્ડ યીલ્ડ વધુ અસ્થિર રહે છે. - ડિવિડન્ડ યીલ્ડિંગ ડેટ- ડેટમાં 65%થી વધુ રોકાણ, ડેટ ડિવિડન્ડ યીલ્ડ વધુ સ્થિર રહે છે.
ડિવિડન્ડ યીલ્ડ ફંડના ફાયદા
- ડિવિડન્ડથી સતત આવક થાય છે. - અસ્થિર બજારમાં બચત થાય છે. - ટ્રેક રેકોર્ડ કંપનીઓ પાસેથી વધુ રિટર્ન મળવાની ગેરંટી. - ડિવિડન્ડ યીલ્ડ ફંડમાં ઓછું જોખમ હોય છે.
- ઓછું જોખમ લેવા માંગતા રોકાણકાર. - નવા રોકાણકાર માટે યોગ્ય ફંડ છે. આ ફંડમાં સીમિત અવધિ માટે ન્યૂનતમ જોખમ સાથે રોકાણ કરી શકાય છે. - જે રોકાણકાર લાંબા સમય સુધી રાહ જોઈ શકતી નથી, તે વ્યક્તિ ઓછા સમયગાળા માટે આ ફંડમાં રોકાણ કરી શકે છે. - જે રોકાણકાર નિયમિતચ આવક મેળવવા માંગે છે, તે રોકાણકાર આ ફંડમાં રોકાણ કરીને નિયમિત આવક મેળવી શકે છે.
ડિવિડન્ડથી થતી આવક પર ટેક્ષ
- ડિવિડન્ડ પર માર્જિનલ રેટ પર ટેક્ષ - કંપનીઓ, MF સોર્સ પર 10% ટેક્સની કપાત કરે છે. - રોકાણકારે બાકી રહેલ રકમ પર ટેક્ષ ચૂકવવો જરૂરી છે. - અન્ય આવક તથા ડિવિડન્ડ યીલ્ડ ફંડ પરની આવક પર ટેક્ષ નહીં.
ડિવિડન્ડ યીલ્ડ ફંડથી નિયમિત આવક
- 5 વર્ષ માટે SWPની મદદથી નિયમિત આવકનો ફાયદો - ડિવિડન્ડ યીલ્ડ ફંડથી સિસ્ટમેટીક ઉપાડ કરી શકે છે. - જોખમ ક્ષમતા, રોકાણ અવધિ અનુસાર પ્લાન બનાવો. - ડિવિડન્ડ યીલ્ડ ફંડ નિયમિત આવક મેળવવાની રીત છે.
જો તમને રોકાણ અંગે વધુ જાણકારી નથી, તો તમે એજન્ટના માધ્યમથી રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. બ્રોકરના માધ્યમથી નિયમિત યોજનાઓની મદદથી એક ફંડમાં રોકાણ કરી શકાય છે.
ઓનલાઈન રોકાણ
જો તમે કમિશન થવા બ્રોકરેજના ખર્ચામાં વધારો કરવા નથી માંગતા, તો તમે ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ જઈને ફંડની સરખામણી કરી શકો છો. તમે જે ફંડમાં રોકાણ કરવા માંગો છો, તે ફંડની પસંદગી કરીને તેમાં રોકાણ કરી શકો છો.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર