Money Investment: દરરોજ માત્ર રૂ. 20ની બચત તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઇ રીતે
Money Investment: દરરોજ માત્ર રૂ. 20ની બચત તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઇ રીતે
પ્રતિકાત્મક તસવીર
SIP Investment: આ સિવાય જો તમે 20 વર્ષની ઉંમરે દરરોજ 30 રૂપિયા બચાવો છો, તો તે દર મહિને 900 રૂપિયા થઈ જશે. જો તમે તેને SIP દ્વારા કોઈપણ વૈવિધ્યસભર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો આ રોકાણ પર 40 વર્ષ પછી તમને વાર્ષિક માત્ર 12% વળતરના દરે 1.07 કરોડ રૂપિયા મળશે.
દરેક વ્યક્તિ પૈસા બચાવવા (Save Money) માંગે છે અને તેની ઇચ્છા હોય છે કે તેના ખાતામાં અઢળક પૈસા હોય. પરંતુ મધ્યમ વર્ગમાંથી આવતા લોકો માટે એક મર્યાદિત આવક (Limited Income)માંથી અને અનેક ખર્ચાઓ વચ્ચે આ સપનું સાકાર કરવું સરળ નથી. કારણ કે તેમની પાસે પર્યાપ્ત બચત હોતી નથી. તેથી આજે અમે તમને એક એવા આઇડિયા(Investment Ideas) વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે તમને કરોડપતિ બનાવી દેશે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Invest in Mutual Fund SIP) કરીને કરોડપતિ બનવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે. આ માટે જો તમે રોજના માત્ર 20 રૂપિયા બચાવો છો તો રિટાયરમેન્ટ સુધી તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. જોકે, તમે પણ જાણવા આતુર હશ કે કઇ રીતે માત્ર રૂ. 20ની બચત તમને કરોડપતિ બનાવી શકે છે. તો સૌપ્રથમ તેના માટે તમારી પાસે બચત માટે પૂરતું પ્લાનિંગ હોવું જરૂરી છે. દરરોજ 20 રૂપિયા જેટલી ઓછી બચત કરીને તમે કેવી રીતે કરોડપતિ બની શકો છો તે જાણવા માટે આગળ વાંચો.
કઈ રીતે કરવું રોકાણ?
લગભગ દરેક વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણતો જ હશે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને ઓછામાં ઓછું રૂ. 500નું રોકાણ કરી શકો છો. અને આ જ રોકાણ તમને કરોડપતિ બનવા સુધી લઇ જશે. છેલ્લા 25 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને દમદાર રીટર્ન આપ્યું છે.
જો તમે 20 વર્ષની ઉંમરે રોજના 20 રૂપિયાની બચત કરો છો તો મહિને રૂ. 600ની બચત થશે. આ રોકાણ તમારે 40 વર્ષ સુધી કરવાનું રહેશે. એટલે કે 480 મહિના સુધી તમારે દર મહિને 600 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.
હવે ધારો કે તમને આ રોકાણ પર માસિક 15 ટકા વ્યાજ મળે છે, તો 40 વર્ષમાં તમે કુલ 1.88 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી હશે. આ 40 વર્ષ દરમિયાન તમારે માત્ર 2,88,000 રૂપિયાનું જ રોકાણ કરવાનું રહેશે. જો તમને દર મહિને રૂ. 600ની SIP પર 20 ટકા વળતર મળે છે તો 40 વર્ષ પછી કુલ રૂ. 10.21 કરોડ એકઠા થશે.
આ સિવાય જો તમે 20 વર્ષની ઉંમરે દરરોજ 30 રૂપિયા બચાવો છો, તો તે દર મહિને 900 રૂપિયા થઈ જશે. જો તમે તેને SIP દ્વારા કોઈપણ વૈવિધ્યસભર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો આ રોકાણ પર 40 વર્ષ પછી તમને વાર્ષિક માત્ર 12% વળતરના દરે 1.07 કરોડ રૂપિયા મળશે. આ દરમિયાન 4,32,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.
વાસ્તવમાં, લાંબા ગાળાના રોકાણમાં, ચક્રવૃદ્ધિ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ નાના રોકાણોને મોટા ભંડોળ બનાવે છે. જોકે, એક વાત ધ્યાનમાં રાખો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારે એકવાર માર્કેટ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર