Home /News /business /ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી કઈ રીતે વધારી શકાય CIBIL Score? જાણો અહીં
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી કઈ રીતે વધારી શકાય CIBIL Score? જાણો અહીં
ફાયદા અને જોખમો સમજોઃ ક્રેડિટ કાર્ડમાં એરપોર્ટ લોન્જ, પ્રાયોરિટી ચેક ઇન અને વીમા સહિતના ફાયદા પણ મળે છે. પણ આવા કાર્ડમાં વર્ષેદાડે 1000થી 2000ની ફી ભરવી પડે છે. આવા કાર્ડના ઉપયોગ સમયે તેમાં લાગતો છૂપો ચાર્જ અને રિવોર્ડ પોઇન્ટની ગણતરી કરવી જરૂરી છે. જેનાથી વધુ લાભ થશે અને વધારાના ભારણથી બચી શકાશે. (પ્રતિકાત્મક તસવીર)
ઉચ્ચ સ્કોર ધિરાણપાત્રતાને દર્શાવે છે અને આના કારણે વ્યક્તિને વધુ સારી અને ઝડપી લોન મળી શકે છે, જ્યારે નીચો સ્કોર વ્યક્તિને જોખમ દર્શાવે છે જેના કારણે લોનની મંજૂરી માટેની વ્યક્તિની તકને પણ તે અસર કરી શકે છે.
લોન અરજી પ્રક્રિયામાં વ્યક્તિનો CIBIL સ્કોર (CIBIL score) અથવા ક્રેડિટ સ્કોર (Credit score) મહત્વની ભૂમિકા ભજવે છે અને તેથી સારો ક્રેડિટ સ્કોર જાળવવો જરૂરી છે.
ઉચ્ચ સ્કોર ધિરાણપાત્રતાને દર્શાવે છે અને આના કારણે વ્યક્તિને વધુ સારી અને ઝડપી લોન મળી શકે છે, જ્યારે નીચો સ્કોર વ્યક્તિને જોખમ દર્શાવે છે જેના કારણે લોનની મંજૂરી માટેની વ્યક્તિની તકને પણ તે અસર કરી શકે છે.
CIBIL સ્કોર્સ વ્યક્તિના ક્રેડિટ હિસ્ટ્રી પર આધાર રાખે છે અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ક્રેડિટ સ્કોરને વધારવા માટે કરી શકાય છે.
ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં વધારો
ક્રેડિટ કાર્ડ શોર્ટ ટર્મ ફાઈનાન્શિયલ ગોલ્સને પૂર્ણ કરવા માટેનું સાધન બની રહ્યું છે. આરબીઆઈ દ્વારા માર્ચ 2022 માટે જાહેર કરાયેલા ડેટા અનુસાર ક્રેડિટ કાર્ડ યુઝર્સ દર મહિને સરેરાશ રૂ. 14,500 ખર્ચ કરે છે, જ્યારે ડેબિટ કાર્ડ પ્રતિ મહિને રૂ. 700 ખર્ચે છે.
બિઝનેસ ઇનસાઇડરે અહેવાલ આપ્યો છે કે, જ્યારે ક્રેડિટ કાર્ડના તેના ફાયદા છે તો સામે તેના કેટલાક ગેરફાયદા પણ છે. ક્રેડિટ કાર્ડની લિમિટના 30 ટકાનો ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો જાળવવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે યૂઝરને ક્રેડિટ હંગ્રી બતાશે અને તેમના CIBIL સ્કોર પર નકારાત્મક અસર કરશે.
સ્કોર સુધારવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો?
સારો CIBIL સ્કોર મેળવવા માટે યૂઝર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે તેવી ઘણી રીતો છે. આ એટલા માટે છે કારણ કે આ કાર્ડ્સ એક ક્રેડિટ સાધન પણ છે અને તેનો ન્યાયપૂર્ણ ઉપયોગ વ્યક્તિના ક્રેડિટ એક્સપોઝરમાં અને મિશ્રણમાં વધારો કરી શકે છે. અહીં કેટલાક ઉપાયો પર એક નજર છે.
સમજદારીથી કરો પસંદગી
સ્પેશિયલ ઑફર્સ ધરાવતું ક્રેડિટ કાર્ડ પસંદ કરવુ વધુ સારું છે જે વ્યક્તિની ખરીદી કરવાની ટેવને સૌથી વધુ અનુકૂળ હોય. જ્યારે બેંકો ખાસ ઑફરો આપે છે, ત્યારે તેઓ સામાન્ય રીતે ક્રેડિટ એપ્લિકેશન તરફ પ્રેરિત કરે છે, જેના માટે ઈશ્યુઅરને વ્યક્તિના CIBIL રિપોર્ટમાં સખત તપાસ કરવાની જરૂર પડશે. સખત પૂછપરછ CIBIL સ્કોર પર નકારાત્મક અસર કરે છે અને તેને ઘટાડે છે.
બિલની સમયસર ચૂકવણી કરો
ક્રેડિટ કાર્ડ ઇશ્યુઅર વ્યક્તિને ચોક્કસ પેમેન્ટ વિંડોમાં લઘુત્તમ રકમ અથવા સંપૂર્ણ બાકી રકમની ચુકવણી કરવાની મંજૂરી આપે છે. CIBIL સ્કોર સુધારવા માટે ન્યૂનતમ રકમને બદલે સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવું વધુ સારું છે. જે વ્યક્તિ સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કરે છે તે એક સ્ટીડી પેમેન્ટ હિસ્ટ્રી બનાવશે, જે CIBIL સ્કોરને નોંધપાત્ર રીતે ગતિ આપશે અને સારું બનાવશે.
જ્યાં સુધી વ્યક્તિ બિલની સંપૂર્ણ અને સમયસર ચુકવણી કરી શકે છે, ત્યાં સુધી તે જૂના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. જૂના કાર્ડ વ્યક્તિને લાંબો અને સોલ્ડ ક્રેડિટ ડિસ્ટ્રી આપે છે, જે CIBIL સ્કોર પર પોઝિટિવ અસર કરે છે.
ઉતાવળમાં ન કરશો કોઈ સેટલમેન્ટ
કેટલીકવાર વ્યક્તિઓ તેમના ક્રેડિટ કાર્ડની બાકી રકમની પતાવટ કરવા માટે કેટલીક સરળ અને સ્વીટન્ડ ડીલ માટે તાત્કાલિક ધોરણે બેંકોનો સંપર્ક કરે છે. જો કે, બેંકો આવી રિક્વેસ્ટ સ્વીકારી લે છે અને આવું હોવા છતાં, આવા સેટલમેન્ટ તમારા ક્રેડિટ સ્કોર પર નેગેટિવ અસર કરે છે, અહીં એવુ દર્શાવવામાં આવે છે કે વ્યક્તિએ તેના ડ્યૂ અમાઉન્ટની સંપૂર્ણ ચૂકવણી કરી નથી. જો વ્યક્તિ ક્રેડિટ કાર્ડ કંપની સાથે બાકીની રકમનુ સેટલમેન્ટ કરે છે, તો સ્થિતિને 'સેટલ્ડ'માંથી 'ક્લોઝ્ડ'માં કન્વર્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. ક્લોઝ્ડ સ્ટેટસમાં કન્વર્ટ કરવા માટે વ્યક્તિ અને ક્રેડિટ કાર્ડ કંપનીએ પરસ્પર સંમત થવું પડશે અને સેટલમેન્ટ માટે એક્સેપ્ટેબલ અમાઉન્ટ અંગે સંમતિ દર્શાવવી પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર