આ 6 રીતથી તમે તમારો Credit Score સારો કરી શકો છો, આ ટિપ્સ તમને સસ્તી લોન અપાવશે

News18 Gujarati
Updated: October 28, 2020, 3:42 PM IST
આ 6 રીતથી તમે તમારો Credit Score સારો કરી શકો છો, આ ટિપ્સ તમને સસ્તી લોન અપાવશે
પ્રતિકાત્મક તસવીર

ક્રેડિટ સ્કોર સંસ્થા સિબિલ મુજબ, સ્કોર રેન્જ 300 થી 900 ની વચ્ચે હોય છે. જેમનો સ્કોર 750 અથવા તેથી વધુ છે, તેમના માટે લોન લેવી સહેલી છે. વળી નબળા ક્રેડિટ સ્કોરનો અર્થ એ છે કે તમે લોન ભરપાઈ કરવામાં અસમર્થ છો.

  • Share this:
ડિજિટલ ટ્રાંઝેક્શનના (Digital Transaction) આ સમયે દરેક માટે ક્રેડિટ સ્કોર આવશ્યક છે. આજના સમયમાં, ક્રેડિટ સ્કોર (Credit Score) નક્કી કરે છે કે તમારે કેટલી લોન (loan) લેવી જોઈએ અને તેનો વ્યાજ દર શું હશે? આ સાથે, તમારી ક્રેડિટ સ્કોરથી તમારી બેંકમાં તમારી શાખ વિષે પણ ખબર પડે છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે, તો તમારી આર્થિક સ્થિતિ સકારાત્મક રહેશે. આવી સ્થિતિમાં, ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને તેમના ક્રેડિટ સ્કોરની વિશેષ કાળજી લેવી જોઈએ.

ક્રેડિટ સ્કોર સંસ્થા સિબિલ મુજબ, સ્કોર રેન્જ 300 થી 900 ની વચ્ચે હોય છે. જેમનો સ્કોર 750 અથવા તેથી વધુ છે, તેમના માટે લોન લેવી સહેલી છે. વળી નબળા ક્રેડિટ સ્કોરનો અર્થ એ છે કે તમે લોન ભરપાઈ કરવામાં અસમર્થ છો. તો ચાલો જાણીએ કંઇ 6 ટીપ્સની મદદથી તમે તમારો તમારો ક્રેડિટ સ્કોર સુધારી શકો છો

1 પેમેન્ટની તારીખ યાદ રાખો

જો તમે ક્રેડિટ કાર્ડથી કોઈપણ વસ્તુ ખરીદી છે, તો પછી તેની ચુકવણી માટેની છેલ્લી તારીખ યાદ રાખો. ક્રેડિટ કાર્ડ બીલની ચુકવણી માટેની છેલ્લી તારીખ પણ યાદ રાખો. આમાં બેદરકારી કરવાના કારણે, તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર થાય છે.

2. ક્રેડિટ યુટિલિટી રેશિયો
આનો અર્થ એ કે તમે તમારા ખર્ચ અને મહત્વપૂર્ણ કાર્ય માટે જે રકમ નિર્ધારિત કરી છે તે મુજબ કેટલા રૂપિયાની લોન લીધી છે. ઉદાહરણ તરીકે, તમારા ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા 2 લાખ રૂપિયા છે અને જો તમે 80,000 રૂપિયાની લોન લીધી છે, તો તમારું ક્રેડિટ યુટિબ્યુલેશન રેશિયો 40 ટકા રહેશે. નિષ્ણાતો માને છે કે ગુણોત્તર જેટલું ઓછું, કાર્ડધારક માટે લોન લેવાનું સરળ બનશે.3. કાર્ડની લિમિટ વારંવાર ન વધારો

તમારો સારો ક્રેડિટ સ્કોર જોઈને, કંપની તમને કાર્ડ પર દેવાની સીમા મર્યાદા વધારવા માટે વારંવાર કોલ કરશે અથવા ઘણા કાર્ડ ધારકો પોતાના ખર્ચને કારણે તેમના કાર્ડની મર્યાદામાં વધારો કરશે, પરંતુ અમે તમને એ સલાહ આપીશું કે તમે એક કે બે વાર વધુ તમારા કાર્ડની મર્યાદા ન વધારો. કારણ કે બિલ વધુ હોવાની સ્થિતિમાં તમે દેવામાં ડૂબી શકો છો.

4. સેટલમેન્ટ નહીં લોન સમાપ્ત કરો
ક્રેડિટ સ્કોર્સમાં પણ હિસ્ટ્રી જોવામાં આવે છે કે જૂની લોન ચૂકવી દેવામાં આવી છે કે સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. સેટલમેન્ટમાં દેવાદારનું જોખમ વધે છે અને ક્રેડિટ સ્કોરને અસર કરે છે.

વધુ વાંચો : Drug Case : દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે NCBએ પાડ્યો દરોડો, ચરસ અને CBD ઓયલ મળ્યા- સુત્ર

5. છેતરપિંડી પ્રત્યે જાગૃત રહેવું
છેલ્લા કેટલાક મહિનામાં, ગ્રાહકોએ વિવિધ બિલ ચુકવણી માટે વધુને વધુ ડિજિટલ વ્યવહારો અપનાવ્યાં છે, જેના કારણે ઓનલાઇન ફ્રોડ એટલે કે છેતરપિંડીમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં કોઈની સાથે ઓટીપી, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કે સીવીવી નંબર અને નેટ બેન્કિંગ પાસવર્ડ શેર કરશો નહીં.

6. લિક્વિડીટી જાળવવી રાખો
એકવાર વસ્તુઓ સુધરે તે પછી, ખાતરી કરો કે તમે લિક્લિડીટી એટલે કે રોકાડાપણું બરાબર રહે. આવા સમયમાં ઊભી થતી સમસ્યાઓ તમારા ભાવનાત્મક અને નાણાકીય સ્વાસ્થ્ય પર પણ ભાર મૂકી શકે છે, તેથી, અનપેક્ષિત ખર્ચને પહોંચી વળવા પ્રવાહિતાની ખાતરી કરવા માટે તમારી નાણાકીય વ્યવસ્થા કરો.

તો આ રીતે તમે તમારો ક્રેડિટ સ્કોર સારો કરી શકો છો
Published by: Chaitali Shukla
First published: October 28, 2020, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading