Home /News /business /

કામના સમાચાર : તમારૂ PAN Card નકલી તો નથી ને, આવી રીતે કરો ઓળખ

કામના સમાચાર : તમારૂ PAN Card નકલી તો નથી ને, આવી રીતે કરો ઓળખ

પાન કાર્ડ (PAN Card) એક સરકારી દસ્તાવેજ છે

business news - પાન કાર્ડ અસલી છે કે નકલી, તે જાણવા માટે અહીં આપેલા આસાન સ્ટેપ્સને ફોલો કરી શકો છો

    નવી દિલ્હી : પાન કાર્ડ (PAN Card) એક સરકારી દસ્તાવેજ છે. બેંકિંગ કે અન્ય ફાયનાન્સ સાથે જોડાયેલા કામમાં તેની જરૂરિયાત પડે છે. બેંક એકાઉન્ટ ખોલાવવું, પ્રોપર્ટી ખરીદવી કે વેચવી, વાહન ખરીદવું કે વેચવું, આઈટીઆર (ITR)ફાઇલ કરવું, 2 લાખ રૂપિયાથી ઉપરના ઘરેણાં ખરીદવા સહિત ઘણા એવા કામ છે જેમાં પાન કાર્ડની જરૂરિયાત પડે છે.

    નકલી દસ્તાવેજના મામલા ઘણી વખત સામે આવે છે જોકે હવે નકલી પાન કાર્ડના સમાચાર પણ સાંભળવા મળી રહ્યા છે. આવામાં તમારે પાન કાર્ડ અસલી છે કે નકલી, તે જાણવા માટે અહીં આપેલા આસાન સ્ટેપ્સને ફોલો કરી શકો છો.

    આવી રીતે કરો PAN Card ની ઓળખ, અસલી છે કે નકલી

    - ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઇ-ફાઇલિંગ પોર્ટલ www.incometax.gov.in/iec/foportal પર જાવ.
    - ડાબી તરફ Verify your PAN ના લિંક પર ક્લિક કરવું પડશે.
    - તમારી સામે નવું પેજ ખુલશે.
    - અહી તમારે પાન કાર્ડની બધી જાણકારી ભરવી પડશે.
    - પાન નંબર, આખું નામ, જન્મ તારીખ અને મોબાઇલ નંબર દાખલ કરવો પડશે.
    - જાણકારી ભર્યા પછી પોર્ટલ પર મેસેજ આવશે કે જાણકારી પાન કાર્ડ સાથે મેચ થાય છે કે નહીં.
    - આ રીતે તમે આસાનીથી પાન કાર્ડ અસલી છે કે નકલી તે જાણી શકશો.

    આ પણ વાંચો - જો તમે 31 માર્ચ સુધી પાનકાર્ડને Aadhaar સાથે લિંક ના કરાવ્યું તો શું થશે? જાણો

    AADHAAR-PAN ઓનલાઈન કરી રીતે લિંક કરવું?

    - ઓનલાઈન લિંક કરવા માટે સત્તાવાર વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ઓપન કરો.

    - ત્યાં તમને Link Aadhar(લિંક આધાર)નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે એક નવું ટેબ ખુલશે.

    - તેમાં તમારે આધાર નંબર, પાન નંબર, નામ, કેપ્ચા કોડ(Captcha Code) દાખલ કરવો પડશે.

    - આ પછી લિંક આધાર(Link Aadhaar) પર ક્લિક કરો. Error ન બતાવે અને Sucessfulનો મેસેજ આવશે, એટલે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થઈ જશે.

    ભારત સરકાર (Government of India)દ્વારા પોતાના પાનકાર્ડ (PAN card)અને આધાર કાર્ડને લિંક (PAN Aadhaar Link) કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી છે. જો કોઇ આ કાર્ડને અંતિમ તારીખ સુધી લિંક નહીં કરે તો તમને ઘણા પ્રકારની પેનલ્ટી લાગી શકે છે. સૌથી મોટી વાત એ છે કે તમારું પાન કાર્ડ નિષ્ક્રીય થઇ જશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Aadhaar card, Business, Pan card

    આગામી સમાચાર