Home /News /business /Rs 500 Note: છેતરપિંડીથી બચજો! આ રીતે જાણો તમારી 500 રૂપિયાની નોટ અસલી છે કે નકલી

Rs 500 Note: છેતરપિંડીથી બચજો! આ રીતે જાણો તમારી 500 રૂપિયાની નોટ અસલી છે કે નકલી

પ્રતીકાત્મક તસવીર

Fake Currency Notes: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ કેટલાક પોઇન્ટર્સ જાહેર કર્યા છે. આ પોઇન્ટર્સથી તમને એવું જાણવામાં મદદ કરશે કે તમે જે ચલણી નોટ લઇ રહ્યા છો તે નકલી છે કે અસલી છે.

નવી દિલ્હી: ઘણી વખત તમે નકલી ચલણી નોટો (Fake Currency) જોઇ હશે છે. કારણ કે લોકોને ચૂકવણી (Payment) દ્વારા અનેક રીતે નકલી નોટો આપી છેતરપિંડી (Fraud) કરવામાં આવે છે. તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટ (500 RS Note) અસલી છે કે નકલી તે ઓળખવું સરળ નથી અને તેથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ કેટલાક પોઇન્ટર્સ જાહેર કર્યા છે. આ પોઇન્ટર્સથી તમને એવું જાણવામાં મદદ કરશે કે તમે જે ચલણી નોટ લઇ રહ્યા છો તે નકલી છે કે અસલી છે.

અહીં અમે તમને અમુક સ્ટેપ્સ જણાવવા જઇ રહ્યા છીએ જેના દ્વારા તમે અસલી અને નકલી ચલણી નોટ વચ્ચેનો તફાવત સરળતાથી જાણી શકો છો. આ વાત જાણીને તમે આર્થિક નુકસાન ટાળી શકો છો. કારણ કે ડગલેને પગલે તમારા હાથમાં ફેક નોટ આવવાની શક્યતા રહેલી છે.આરબીઆઈએ તાજેતરમાં જ એ પણ ખુલાસો કર્યો હતો કે બેંકોને 2020થી 2021ની વચ્ચે 5.45 કરોડ રૂપિયાની નકલી નોટો મળી હતી

આ રીતે તપાસો તમારી નોટ અસલી કે નકલી?

- જો કરન્સી નોટ પર લાઈટ નાખવામાં આવે તો ખાસ જગ્યાએ તમે 500 લખેલું જોઈ શકશો.

- ચલણી નોટ પર દેવનાગરી લિપીમાં પણ 500 રૂપિયા લખવામાં આવેલું છે.

- 500 રૂપિયાની ચલણી નોટમાં ભારત લખવામાં આવ્યું હશે.

- જ્યારે ચલણી નોટ વળેલી હશે ત્યારે સિક્યોરિટી હેડનો રંગ લીલામાંથી ઈન્ડિગોમાં બદલાઈ જશે.

આ પણ વાંચો: Budget 2022: બજેટ દરમિયાન નાણા મંત્રીએ કરી 10 મોટી જાહેરાત, જાણો કયા સેક્ટરને શું મળ્યું

- ગવર્નરના હસ્તાક્ષર, ગેરંટી ક્લોઝ, પ્રોમિસ ક્લોઝ અને આરબીઆઈનું પ્રતીક ચલણી નોટની જમણી તરફ રાખવામાં આવ્યું હશે.

- ચલણી નોટ પર મહાત્મા ગાંધીનો ફોટો અને ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક છે.

- નોટ પર લખેલા 500 રૂપિયાનો રંગ લીલાથી વાદળી રંગમાં બદલાઇ શકે છે.

- ચલણી નોટની જમણી બાજુ અશોક સ્તંભ જોવા મળશે.

- રૂપિયા 500ની ચલણી નોટ પર નોટ ક્યા વર્ષમાં છાપવામાં આવી છે તે વર્ષ પણ લખવામાં આવે છે.

- આ સિવાય નોટ પર સ્વચ્છ ભારતનો લોગો અને સ્લોગન પણ લખેલા છે.

- ભારતના રાષ્ટ્ર ધ્વજ સાથે લાલ કિલ્લાનો ફોટો પણ ચલણી નોટ પર છાપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: LIC Portfolio: એલઆઈસીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં આ કંપનીઓમાં વધાર્યો હિસ્સો, શું તમારા પોર્ટફોલિયોમાં છે?

આરબીઆઈએ તાજેતરમાં જ એ પણ ખુલાસો કર્યો હતો કે બેંકોને 2020થી 2021ની વચ્ચે 5.45 કરોડ રૂપિયાની નકલી નોટો મળી હતી. કુલ 2,08,625 નકલી નોટોમાંથી બેંકોએ 2,00,518 નોટો પકડી હતી, જ્યારે આરબીઆઇને 8107 નકલી નોટો મળી આવી હતી.
First published:

Tags: Bank, Personal finance, Rupees, આરબીઆઇ