Home /News /business /નિવૃત્તિ બાદ દર મહિને 60,000 રૂપિયાનું પેન્શન મેળવવું છે? જાણો કેટલું રોકાણ કરવું પડશે

નિવૃત્તિ બાદ દર મહિને 60,000 રૂપિયાનું પેન્શન મેળવવું છે? જાણો કેટલું રોકાણ કરવું પડશે

એનપીએસમાં રોકાણકારોને હવે ગેરંટીડ રિટર્ન પ્રોગ્રામનો લાભ મળશે.

NPS Investment plant: NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ, જે બચત માટેનો સૌથી લોકપ્રીય વિકલ્પ છે. 1 મે, 2009ના રોજ તેને ખાનગી અને અન-ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી.

નવી દિલ્હી: દરેક વ્યક્તિ નોકરી પછી બાકીનું જીવન આરામ (Retirement)થી વ્યતિત કરવા માંગે છે. આ માટે દરેક વ્યક્તિ નિવૃત્તિ બાદનું પ્લાનિંગ કરતી હોય છે. નિવૃત્તિ બાદના પ્લાનિંગ માટે અનેક સ્કીમ છે. તમામ સરકારી સ્કીમોમાં નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System- NPS) રોકાણની ઉત્તમ સ્કીમ છે. એનપીએસમાં રોકાણ (Investment in NPS) કરીને તમે નિવૃત્તિ પછી દર મહિને સારું એવું પેન્શન (Pension) મેળવી શકો છો. આ યોજનાની ફાયદો એ છે કે તેમાં કરવામાં આવતું 50 હજાર સુધીનું રોકાણ ટેક્સમાં પણ બાદ મળે છે. જો તમે નિવૃત્તિ બાદ આ યોજનામાં 60 હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો કેટલું રોકાણ કરવું પડશે તેના વિશે સમજ મેળવીએ.

નેશનલ પેન્શન સિસ્ટમ શું છે?


NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ, જે બચત માટેનો સૌથી લોકપ્રીય વિકલ્પ છે. 1 મે, 2009ના રોજ તેને ખાનગી અને અન-ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. જેના બે કરોડ સબ્સક્રાઇબર્સમાંથી 44 લાખ ખાનગી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. હકીકતમાં આ પેન્શન સેવિંગ સ્કિમ છે જે ભવિષ્યમાં સુરક્ષા પૂરી પાડે છે. હવે સવાલ એ થાય કે એનપીએસ અંતર્ગત મહિને 60 હજાર રૂપિયાની કમાણી માટે કઈ રીતે પ્લાનિંગ કરી શકાય.

મહિને કેવી રીતે 60 હજાર મેળવશો?


આ યોજના અંતર્ગત જો તમે 35 વર્ષથી જોડાઓ છે તો તમારે એનપીએસ અંતર્ગત દર મહિને 10,500 રૂપિયાનો રોકાણ કરવું પડશે. આ રોકાણ 60 વર્ષની ઉંમર સુધી ચાલુ રહેશે એવું માની લઈએ છીએ. 35થી 60 વર્ષ સુધી તમારા તરફથી કરવામાં આવેલું કુલ રોકાણ 31.50 લાખ રૂપિયા થશે. નેશનલ પેન્શન સિસ્ટમમાં કુલ રોકાણ પર અંદાજિત રિટર્ન 10 ટકા ગણીએ તો કુલ કૉર્પસ 1.38 કરોડ રૂપિયા થશે. આ કુલ રકમમાંથી 65 ટકા રકમથી તમે એન્યુટી ખરીદો છો તો આ કિંમત 90 લાખ થાય છે. એન્યુટી રેટ 8 ટકા હોય તો 60ની ઉંમર પછી મહિને આશરે 60 હજાર પેન્શન બનશે. સાથે જ અલગથી 48 લાખ રૂપિયાનું ફંડ પણ ખરું જ.

એન્યુટીથી પેન્શન નક્કી થાય


એન્યુટી તમારા અને વીમા કંપની વચ્ચેનો કરાર હોય છે. આ કરાર અંતર્ગત નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) યોજનામાં ઓછામાં ઓછી 40 ટકા રકમ એન્યુટી ખરીદવી જરૂરી હોય છે. આ રકમ જેટલી વધારે હશે, પેન્શનની રકમ એટલી જ વધારે હશે.

કોણ લાભ લઈ શકે?


નેશનલ પેન્શન સિસ્ટમમાં 18 થી 60 વર્ષની ઉંમર વચ્ચે આવતી કોઈ પણ પગારદાર જોડાઈ શકે છે.

શું પાકતી મુદત પહેલા રકમ ઉપાડી શકાય?


નેશનલ પેન્શન સ્કીમમાં ત્રણ પરિસ્થિતિમાં અંશદાતા પૈસા કાઢી શકે છે. 1) પ્રથમ રિટાયરમેન્ટ. 2) અંશદાતાનાં મોત પર અને 3) મેચ્યુરિટી પહેલા રકમ કાઢી શકો છો. જોકે, આંશિક નિકાસ માટે અમુક શરતોનું પાલન કરવું પડશે. એનપીએસ સરકાર-પ્રાયોજિત પેન્શન સ્કીમ છે. મેચ્યોરિટી પહેલા પૈસા કાઢવા માટે જરૂરી છે કે ખાતું 10 વર્ષ જૂનું હોય.

આ પણ વાંચો: ચાર ટ્રેડિંગ સેશનમાં 29 ટકા ભાગ્યો આ શેર 

કયા દસ્તાવેજનો જરૂર પડશે?


એનપીએસમાંથી પૈસા કાઢવા માટે પાન કાર્ડ, કેન્સલ ચેક, એનપીએસથી મળથી રકમ પ્રાપ્તિનો સ્વીકાર કરતી રસીદ, ઓળખ અને સરનામાનો પુરાવો જરૂરી છે.

ટેક્સમાં મળતા લાભ


NPS દરેક વ્યક્તિ માટે રોકાણ કરવાની એક સારી યોજના છે. આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિને ઈનકમ ટેક્સમાં રાહત પણ મળે છે. જો કોઈ વ્યક્તિ NPSમાં રૂ. 50,000 સુધીનું રોકાણ કરે છે, તો તેને કલમ 80CCD હેઠળ આવકવેરામાં છૂટ મળી શકે છે. જો તમે સેક્શન 80C અંતર્ગત 1.5 લાખની છૂટ પૂર્ણ કરી ચૂક્યા છો તો એનપીએસ તમને એક્સ્ટ્રા સેવિંગ કરવામાં પણ મદદરૂપ બનશે. આ યોજનામાં મેચ્યોરિટીની 60 ટકા સુધીની રકમના ઉપાડ પર ટેક્સ વસૂલવામાં આવતો નથી.

એનપીએસ ખાતાધારકોની સંખ્યામાં 22%નો વધારો


કેન્દ્રીય નાણા મંત્રાલયે તાજેતરમાં આપેલી માહિતી પ્રમાણે છેલ્લા એક વર્ષમાં એનપીએસ (National pension system)ના સબ્સક્રાઇબર્સની સંખ્યામાં 22 ટકાનો વધારો થયો છે. માર્ચ, 2021 અંતમાં એનપીએસ ખાતધારકોની સંખ્યા 4.24 કરોડ હતી, જ્યારે માર્ચ, 2022ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં એનપીએસ ખાતાધારકોની સંખ્યા વધીને 5.2 કરોડ થઈ છે. એટલે કે વાર્ષિક ધોરણે તેમાં 22.58 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો: 'સબ સલામત,' એલન મસ્કની ઑફર બાદ ટ્વિટરના સીઈઓનું કર્મચારીઓને આશ્વાસન

NPS Account ખોલવાની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ


નવું નાણાકીય (New financial Year) વર્ષ શરૂ થઈ ગયું છે. ટેક્સ બચત (Tax Savings) માટે હવે તમે નાણાકીય વર્ષ 2021-22 માટે કોઈ રોકાણ કરી શકશો નહીં. નવા વર્ષ માટે જે લોકો ટેક્સ બચાવવાનુ વિચારી રહ્યાં હોય તેમના માટે કેટલાક ટેક્સ સેવિંગ રોકાણો છે, જે તેઓ ઑનલાઇન કરી શકે છે. નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) એટલે કે એનપીએસ આવી જ એક સ્કીમ છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:

Tags: Investment, Nps, Retirement

विज्ञापन