Home /News /business /

SIP calculator: SIPમાં રોકાણ દ્વારા 15 વર્ષના અંતે કઈ રીતે મેળવી શકાય છે 5 કરોડ, આવી રીતે ગણતરી કરો

SIP calculator: SIPમાં રોકાણ દ્વારા 15 વર્ષના અંતે કઈ રીતે મેળવી શકાય છે 5 કરોડ, આવી રીતે ગણતરી કરો

મ્યુચ્યુઅલ ફંડમાં (Mutual funds) રોકાણ (Photo: Shuttestock)

SIP Investment- જો તમે નાની નાની બચત કરી તેનું રોકાણ કરવા કોઈ સારી સ્કિમ શોધી રહ્યા હોવ તો SIP એક સારી યોજના છે

હાલ વધતી જતી અનિશ્ચિતતાઓ અને જોખમો વચ્ચે સેવિંગ (Saving)અને ઈન્વેસ્ટમેન્ટ (Investment)કરવું ખુબ જરૂરી બની ગયું છે. દરેક વ્યક્તિ નાની કે મોટી બચત કરતો જ હોય છે, પણ જો બચતની સાથે આ નાણાનું રોકાણ પણ કરવામાં આવે તો તેનાં બમણા ફાયદા થાય છે. કોરોનાનાં સમયમાં લોકોએ મોટી આર્થિક તંગીઓનો સામનો કર્યો છે અને તેથી લોકો હવે બચતની સાથે રોકાણ કરવા તરફ પણ વધુ પ્રેરાયા છે. જો તમે નાની નાની બચત કરી તેનું રોકાણ કરવા કોઈ સારી સ્કિમ શોધી રહ્યા હોવ તો SIP એક સારી યોજના છે.

SIP શું છે

એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એસઆઈપીમાં, રોકાણકાર ચોક્કસ સમયગાળા માટે પસંદ કરેલ મ્યુચ્યુઅલ ફંડમાં (Mutual funds)નિશ્ચિત રકમનું રોકાણ કરે છે. રોકાણ કરેલી રકમ નિશ્ચિત હોય છે અને નિશ્ચિત સમયગાળા માટે કરવામાં આવે છે. બજારની અસ્થિરતાથી તેને વધારે અસર થતી નથી. એસઆઈપીથી (SIP)લાંબા ગાળાની બચત અને ઊંચું વળતર મળી શકે છે.

એસઆઇપી નિયમિત રોકાણના સિદ્ધાંત પર કામ કરે છે. તે રિકરિંગ ડિપોઝિટની જેમ છે જેમાં તમે દર મહિને થોડી નાની રકમ મૂકી શકો છો. આ તમને એક જ સમયે મોટું રોકાણ કરવાને બદલે મ્યુચ્યુઅલ ફંડમાં ટૂંકા ગાળામાં (માસિક કે ત્રિમાસિક) રોકાણ કરવાની સ્વતંત્રતા આપે છે.

એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ કેલ્ક્યુલેટર શું છે?

એસઆઈપી રિટર્ન કેલ્ક્યુલેટર અથવા ઇન્વેસ્ટમેન્ટ કેલ્ક્યુલેટર દ્વારા તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં કરેલા મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્નનો અંદાજ લગાવી શકો છો. આ એક એલ્ગોરિથમિક છે. જો તમે ચોક્કસ રકમનું રિટર્ન મેળવવા માંગો છો તો તમારે કેટલું રોકાણ કરવું જોઈએ તેનો અંદાજ કેલ્ક્યુલેટર આપે છે. આ રીતે, તમે એક ચોક્કસ સમય દરમિયાન તમારા લક્ષ્યોને પૂર્ણ કરવા માટે તમારા રોકાણની યોજના બનાવી શકો છો. તે તમને તમારા લક્ષ્યો સાથે જોડાયેલી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો - Online EPF Transfer: હવે ઓનલાઈન કરો EPF ટ્રાન્સફર, જાણો શું છે આખી પ્રોસેસ

સામાન્ય રીતે લોકો મોટા ફંડમાંની સાથે નિયમિત બચત અને સારા રોકાણ પર પણ ધ્યાન આપતા હોય છે. મધ્યમ વર્ગનાં અને નોકરિયાત લોકો માટે મોટી રકમ ભેગી કરવી કે બચાવવી મુશ્કેલ બાબત બની રહેતી હોય છે. જો કોઈ નોકરિયાત કે મધ્યમ વર્ગનો વ્યક્તિ રુપિયા 5 કરોડની રકમ ભેગી કરવાનો વિચાર કરે, તો તે તેને અશક્ય જ લાગે છે. જોકે, વ્યક્તિ વહેલા રોકાણ કરવાની શરુઆત કરે અને નિયમિત ધોરણે રોકાણ કરે તો તે આ રકમ એકત્રિત કરી શકે છે. સમયસર અને નિયમિત રોકાણ કરી વ્યક્તિ 15 વર્ષમાં 5 કરોડ એકત્રિત કરી શકે છે.

જે લોકો મોટી રકમનું રોકાણ કરી શકતા નથી તેવા લોકો માટે એસઆઈપી એક ઉત્તમ વિકલ્પ છે. એસઆઈપીમાં લાંબા ગાળાના રોકાણ પર વાર્ષિક 12 ટકા લેખે વ્યાજ મેળવી શકાય છે. જો વ્યક્તિ 15 વર્ષના સમયગાળામાં 5 કરોડ ફંડ એકત્રિત કરવાનો ગોલ રાખે તો વાર્ષિક આવકની સાથે તે વ્યક્તિએ પોતાના એસઆઈપીમાં જમા થતી રકમમાં પણ વધારો કરવો જરૂરી બને છે. એસઆઈપીમાં રોકાણ કરતી વખતે સ્ટેપ અપ મેથડનો ઉપયોગ વધુ સલાહનીય છે. જો રોકાણ અને અલોકેશન વખતે સ્ટેપ અપ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો 15 વર્ષના સમયગાળામાં 5 કરોડની રકમ એકત્રિત કરવી શક્ય છે. જો આમ કરવું હોય તો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 15 ટકાનો વાર્ષિક વધારો જરૂરી છે.

એસઆઈપીની સ્ટેપ અપ મેથડને ઉદાહરણ સાથે કેલક્યુલેટ કરી સરળતાથી સમજી શકાય છે. જો 15 વર્ષના અંતે વ્યક્તિ 5 કરોડનું ફંડ મેળવવા માંગે છે તો તેને દર મહિને 41,500 રુપિયાની એસઆઈપી કરાવવી જરૂરી છે. હવે જો સ્ટેપ અપ મેથડ પ્રમાણે રોકાણ કરવામાં આવે તો દર વર્ષે તે વ્યક્તિએ પોતાના રોકાણમાં 15 ટકાનો વધારો કરવો અનિવાર્ય છે . દાખલા તરીકે જો X વ્યક્તિ વર્ષ 2022માં રુ. 41,500નું રોકાણ કરે છે તો 2023માં તેણે 15 ટકા વધારા સાથે રુ. 47,725 અને 2024માં રુ.54,883નું રોકાણ કરવાનું રહેશે.

મધ્યમ વર્ગીય અને નાનું રોકાણ કરતા લોકો માટે વાર્ષિક સ્ટેપ અપ 10 ટકા રાખવાની સલાહ આપવામાં આવે છે, પણ જો કોઈ રોકાણકાર કોઈ મોટી રકમ મેળવવાની ઈચ્છા રાખે, તો તેણે 15 ટકા સ્ટેપઅપ કરવું જોઈએ. જે વ્યક્તિ સારી આવક ધરાવે છે અને સાથે પોતાની પારિવારિક જવાબદારીઓથી મુક્ત છે, તો તે વ્યક્તિ માટે 15 ટકા સ્ટેપ અપ યોગ્ય છે.

જો એક વ્યક્તિ 41,500 રુ.ની રકમ 12 ટકાના વળતર પર 15 વર્ષ માટે રોકે છે અને તેમાં પ્રત્યેક વર્ષ 15 ટકા સ્ટેપઅપ અનુસરે તો તો 15 વર્ષનાં સમયગાળાના અંતે તે વ્યક્તિ 5,01,20,926.99 એટલે કે લગભગ 5 કરોડ રુપિયાની રકમ મેળવી શકે છે.

નાણાંકીય આયોજન અને કેલ્ક્યુલેટર્સ

નાણાંકીય રીતે આયોજિત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. ફાઇનાન્શિયલ પ્લાન બનાવતી વખતે તમે તમારી આવક, રોકડ પ્રવાહ, પરિવારની પ્રતિબદ્ધતાઓ, લક્ષ્યો, તમારા વર્તમાન જીવન અને રોકાણના વિકલ્પો જેવા કેટલાક પરિબળોને ધ્યાનમાં રાખો છો. કોમ્પ્રિહેન્સિવ ફાઇનાન્શિયલ પ્લાન તમને તમારા રિસ્ક ટૉલરન્સનું મૂલ્યાંકન અને તમને યોગ્ય ઇન્વેસ્ટમેન્ટની પસંદગી કરવામાં મદદ કરે છે. એસઆઈપી કેલ્ક્યુલેટર એક સારું ફાઇનાન્શિયલ ટૂલ છે.
First published:

Tags: Mutual funds, SIP, બિઝનેસ ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन