Home /News /business /Retirement Planning: નિવૃત્તિ બાદ નિયમિત આવક કઈ રીતે મેળવવી? કામમાં આવશે આ વિકલ્પ

Retirement Planning: નિવૃત્તિ બાદ નિયમિત આવક કઈ રીતે મેળવવી? કામમાં આવશે આ વિકલ્પ

નિવૃત્તિ બાદ આવકનું આયોજન

Regular income after retirement: ક્યાં રોકાણ કરવું તે નક્કી કરતાં પહેલાં રોજિંદા નિયમિત ખર્ચ માટે વ્યક્તિને કેટલી આવકની જરૂર છે? તેનો અંદાજ લગાવવો અનિવાર્ય છે. આ અંદાજ આવી જાય પછી વ્યક્તિએ નિયમિત સમયાંતરે આવક પેદા કરવા માટે સરકારના ખાતરીપૂર્વકના વળતર આપતા તેમજ વેરિયેબલ-રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સનું યોગ્ય મિશ્રણ કરવું જરૂરી છે. અહીં તે અંગે જાણકારી અપાઈ છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: નિવૃત્ત લોકો અથવા નિવૃત્તિની નજીક રહેલા લોકો નિયમિત આવક કેવી રીતે મેળવવી તે અંગે ચિંતિત હોય છે. નિવૃત્તિ બાદ તેમની આવકમાં ધરખમ ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં મરણમૂડીનું યોગ્ય સ્થળે રોકાણ કરવાથી નિયમિત આવક મેળવી શકાય છે. અહીં ઉલ્લેખનીય છે કે, નિવૃત્તિ પછી વ્યક્તિને વિવિધ એન્ડ-ઓફ-સર્વિસ એટલે કે, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી, નેશનલ પેન્શન સ્કીમ વગેરે લાભ મળે છે. જે અન્ય રોકાણોને પૂરક બનાવે છે.

એકંદરે નિવૃત્તિ બાદ મોટી રકમ મળતી હોય છે. પણ નોકરીમાંથી થતી આવક બંધ થઈ જતી હોવાથી, એ કહેવું ખોટું નહીં હોય કે નિવૃત્તિ બાદ મળતી રકમ મરણમૂડી છે અને તે મૂડીના ખર્ચ બાબતે કોઈ ભૂલ કરવી પોસાય નહીં. નિવૃત્તિ બાદની મૂડીથી બે લક્ષ્યોને પૂર્ણ કરવાની જરૂર છે. જેમાં એક છે. નિયમિત આવક મળે તેનું ધ્યાન રાખવું અને બીજી છે મૂડી 20-30 વર્ષ સુધી ચાલવી જોઈએ. કારણ કે સામાન્ય રીતે 20-30 વર્ષનું આયુષ્ય બાકી રહે છે. મોટાભાગના લોકોને નિયમિત પગાર કે આવક મળતી નથી. પરંતુ ખર્ચા ચાલુ રહેશે, ખાસ કરીને તબીબી ખર્ચમાં પણ વધારો થાય છે. આ સ્થિતિમાં લક્ષ્ય બે ભાગમાં હોવાથી મૂડીને બે ભાગમાં રાખવી જોઈએ. પહેલા આપણે ભાગ 1ની વાત કરીએ. નિવૃત્ત લોકો માટે નિયમિત આવક પેદા કરવાની સૌથી વધુ અનુકૂળ હોય તેવા ડેબ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરફ નજર કરીએ.

ભાગ 1: નિયમિત આવક


ક્યાં રોકાણ કરવું તે નક્કી કરતાં પહેલાં રોજિંદા નિયમિત ખર્ચ માટે વ્યક્તિને કેટલી આવકની જરૂર છે? તેનો અંદાજ લગાવવો અનિવાર્ય છે. આ અંદાજ આવી જાય પછી વ્યક્તિએ નિયમિત સમયાંતરે આવક પેદા કરવા માટે સરકારના ખાતરીપૂર્વકના વળતર આપતા તેમજ વેરિયેબલ-રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સનું યોગ્ય મિશ્રણ કરવું જરૂરી છે. અહીં તે અંગે જાણકારી અપાઈ છે.

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ


સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ (SCSS) સરકારની ગેરેન્ટેડ સ્કીમ છે. હાલમાં તેમાં 7.4% વ્યાજ મળે છે અને ચુકવણી દર ત્રિમાસિક ગાળામાં થાય છે. તમે સિનિયર સિટિઝન હોવાથી તમે 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો અને દર વર્ષે લગભગ 1.1 લાખ રૂપિયાનું ઉત્પાદન કરી શકો છો. તમારા જીવનસાથી પણ સિનિયર સિટીઝન હોય તો તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) હેઠળ બીજા 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે અને SCSS દ્વારા લગભગ 2.2 લાખ રૂપિયાની કુલ વાર્ષિક આવક મેળવી શકાય છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના


પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) જોખમ મુક્ત વિકલ્પ છે અને SCSS જેવો જ છે. તેમાં પણ 7.4 ટકા વ્યાજ મળે છે. આમાં તમારી પાસે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક રીતે પેમેન્ટના વિકલ્પો છે. આમાં પણ જો નિવૃત્ત થનાર વ્યક્તિ અને જીવનસાથી 15-15 લાખ રૂપિયાનું રોકાણ કરે, તો વાર્ષિક આવકમાં બીજા 2.2 લાખ રૂપિયા મેનેજ કરી શકાય છે.

SCSS અને PMVVY બંનેને ભેગા કરીને નિવૃત્ત દંપતી કુલ 60 લાખનું રોકાણ કરી વાર્ષિક આશરે રૂ. 4.4 લાખ અથવા માસિક આવક મુજબ આશરે રૂ. 36,000-રૂ. 37,000 લઈ શકે છે.

આ પણ વાંચો: NPS Pension Plan લેનારાને થશે મોટો ફાયદો, 30 સપ્ટેમ્બર સુધીમાં મળશે ભેટ

અન્ય એક ખૂબ જ લોકપ્રિય યોજના પણ SCSS અને PMVVY જેવી જ છે, પરંતુ ઓછું વળતર 6.6% ઓફર કરે છે. આ સ્કીમનું નામ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS) છે. આ સ્કીમ થકી માત્ર રૂ. 4.5 લાખ સુધીનું રોકાણ થઈ શકે છે અને તેથી તે બહુ વ્યવહારુ ઉપયોગી નથી, કારણ કે વાર્ષિક આવક આશરે રૂ. 29,000-30,000ની રહે છે. છતાં પણ તે SCSS અને PMVVYને પૂરક બનાવવાના સાધન તરીકે ગણી શકાય.

અહીં પણ તમે વધારાની વાર્ષિક આવક માટે દંપતી તરીકે કુલ 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો અને 60,000 જેટલી આવક મળી શકે છે.

તમે SCSS (15 લાખ રૂપિયા), PMVVY (15 લાખ રૂપિયા) અને POMIS (4.5 લાખ રૂપિયા)માં કુલ 34.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો, જો તમે વધુ રોકાણ કરવા માંગતા હોવ તો શું? ચાલો આપણે કેટલાક વિકલ્પો પર નજર કરીયે.

RBI ફ્લોટિંગ રેટ બોન્ડ્સ


RBI ફ્લોટિંગ રેટ બોન્ડ્સમાં 7.15 ટકા વળતર મળે છે અને 6-માસિક રેટ રીસેટ (એનએસસી દર + 0.35%) સાથે જોડાયેલું છે. વ્યાજની ચુકવણી અર્ધવાર્ષિક રીતે થાય છે. આ સ્કીમમાં રોકાણની રકમ પર કોઈ ઉપલી મર્યાદા નથી અને તેથી મોટું ફંડ ધરાવતા લોકો નિયમિત આવક ઉભી કરવા માટે આને સલામત વિકલ્પ ગણી શકે છે.

આ પણ વાંચો:  નાની બચત યોજનાના રોકાણકારોને દિવાળીની ભેટ, સરકારે વ્યાજદરમાં કર્યો વધારો

અહીં એક વાત નોંધવા જેવી છે કે, SCSS, PMVVY, POMIS અને RBI ફ્લોટિંગ રેટ બોન્ડ્સમાંથી થતી વ્યાજની આવક પર નિવૃત્ત વ્યક્તિને ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગે છે. આવી સ્થિતિમાં ટેક્સ પછી વધુ સારા વળતર માટે (ઇન્ડેક્સેશન લાભોને કારણે) તમારી મૂડીનો અમુક ભાગ ડેટ ફંડ્સની યોગ્ય કેટેગરીમાં પણ રાખી શકો છો.

ડેટ ફંડ


તમારે કેટલી આવકની જરૂર છે અને SCSS+PMVVY+RBI ફ્લોટિંગ રેટ બોન્ડ્સમાંથી વ્યાજની કેટલી આવક થાય છે? તેના આધારે બાકીની આવક ડેટ ફંડ્સમાંથી ઓટોમેટિક SWP ઉપાડની વ્યવસ્થા કરીને ઉભી કરી શકાય છે. ડેટ ફંડની 15થી વધુ કેટેગરી છે. પરંતુ નિવૃત્ત થયેલા વ્યક્તિએ પોતાની મૂડી માટે ડેટ ફંડ્સની પસંદગી કરવાની હોય તો આવક પેદા કરવા માટે અલ્ટ્રા-શોર્ટ-પિરિયડ અને લો-પિરિયડ કેટેગરીમાંથી જ સ્કીમને વળગી રહેવું શ્રેષ્ઠ છે.

ડેટ ફંડ કોર્પસનો ભાગ ટૂંકા ગાળાની બેંકિંગ અને PSU ફંડ કેટેગરીમાં પણ મૂકી શકાય છે. પરંતુ આ કેટેગરીમાંથી ડેબ ફંડ પસંદ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. બધી કેટેગરીમાં સારા અને ખરાબ રીતે મેનેજ થતાં ફંડ છે. તેથી યોગ્ય રીતે સિલેક્ટ કરવા જરૂરી છે અને જો તમને યોગ્ય ડેટ ફંડ કેવી રીતે પસંદ કરવું તે ખબર ન હોય તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈ શકો છો.

અત્યારે વાર્ષિકી SCSS જેવા વિકલ્પો કરતા નીચા દર આપે છે. જેથી વય સાથે વાર્ષિકી દરમાં વધારો થતો હોવાથી વાર્ષિકીની ખરીદીમાં રાહ જોવી સારું રહેશે. ઉપર આપેલા તમામ વિકલ્પો આવક ઉભી કરવા પર કેન્દ્રિત હતા. હવે ચાલો બીજા ભાગ તરફ આગળ વધીએ.


ભાગ 2


ફુગાવાને પહોંચી વળતું વળતર મળે તે માટે અને નિવૃત લોકો ગ્રોથ આધારિત ઇક્વિટી ફંડ્સમાં મૂડીનો નાનો હિસ્સો રોકી શકે છે. આ ભાગ માટે તમે લાર્જ-કેપ ઇન્ડેક્સ ફંડ્સ, હાઇબ્રિડ ફંડ્સ, ડાયનેમિક એલોકેશન ફંડ્સ અને ફ્લેક્સી-કેપ ફંડ કેટેગરીઝને ધ્યાનમાં લઇ શકો છો. બીજી તરફ અણધારી આકસ્મિક પરિસ્થિતિઓ માટે કેટલાક પૈસા એકબાજુ રાખો. આ રકમ બેંકની એફડીમાં પણ સાચવી શકો છો.
First published:

Tags: Nps, Personal finance, Retirement, આરબીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन