Aadhaar card news: UIDAI તરફથી લૉંચ કરવામાં આવી આધાર PVC સેવા, જાણો વિગત
Aadhaar card news: UIDAI તરફથી લૉંચ કરવામાં આવી આધાર PVC સેવા, જાણો વિગત
પીવીસી આધાર કાર્ડ
Aadhaar PVC service : યુઆઈડીએઆઈનું કહેવું છે કે જો તમે ઓપન માર્કેટમાંથી પીવીસી આધાર કાર્ડ બનાવો છો તો તેમાં તમને સમાન સુરક્ષા ફીચર્સની કોઈ ગેરંટી નથી મળતી.
નવી દિલ્હી: Aadhaar PVC service : ઓપન માર્કેટમાં પીવીસી આધાર કાર્ડ (PVC Aadhaar Card) બનાવવું સુરક્ષા સામે ખતરો બની શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને UIDAI (Unique Identification Authority of India) તરફથી પીવીસી આધાર કાર્ડ સેવા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત નિશ્ચિત ફી ચૂકવીને યુઆઈડીએઆઈ તરફથી જ આધાર કાર્ડ ધરાવતા લોકોને પીવીસી આધાર કાર્ડ તૈયાર કરી આપવામાં આવે છે. યુઆઈડીએઆઈ (UIDAI) તરફથી જ આધાર કાર્ડ બનાવવામાં આવતું હોવાથી કાર્ડ ધારકની મહિતી લીક થવાનું પણ જોખમ નથી રહેતું. આ માટે ઓનલાઇન જ અરજી (Online apply for PVC Aadhaar Card) કરવાની રહેશે. જે બાદમાં ઑથોરિટી તરફથી તમારા સરનામાં પર કાર્ડ મોકલી આપવામાં આવે છે.
UIDAI પાસેથી જ શા માટે પીવીસી આધાર કાર્ડ મેળવવું જોઈએ?
UIDAI તરફથી mAadhaar અને eAadhaar બાદ Aadhaar PVC સેવા શરૂ કરવામાં આવી છે. યુઆઈડીએઆઈનું કહેવું છે કે જો તમે ઓપન માર્કેટમાંથી પીવીસી આધાર કાર્ડ બનાવો છો તો તેમાં તમને સમાન સુરક્ષા ફીચર્સની કોઈ ગેરંટી નથી મળતી. આધાર કાર્ડમાં ક્યુઆર કોડ, ફોટોગ્રાફ્સ સહિત અનેક સુરક્ષા ફીચર આવે છે. આ ઉપરાંત UIDAI પાસેથી પીવીસી આધાર કાર્ડ મેળવવામાં આવે તો તેની ગુણવત્તા પણ અન્યની સરખામણીમાં ખૂબ સારી હોય છે. ઉપરાંત ઓપન માર્કેટમાં પીવીસી આધાર બનાવવાથી તમારા આધાર કાર્ડની વિગતો લીક થવાનું પણ જોખમ રહેલું છે.